હિન્દ ન્યુઝ, પાટણ
સાંતલપુર, વારાહી અને રાધનપુર વિસ્તારમાં બજારમાં મળતા ખાદ્ય મીઠામાં આયોડિનના પ્રમાણની ચકાસણી માટે સઘન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કુલ 26 કરિયાણાની દુકાનો, હોલસેલરો અને સ્થાનિક રેસ્ટોરન્ટ્સ પર ઉપલબ્ધ મીઠાના નમૂનાઓની સ્પોટ ટેસ્ટિંગ કિટ દ્વારા સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા, રસોઈના મુખ્ય ઘટક “મીઠા”ની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ચકાસણી કરવામાં આવી હતી. તમામ વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે માત્ર પ્રમાણિત આયોડિનયુક્ત મીઠાનું જ વપરાશ અને વેચાણ કરવું.
તપાસ દરમિયાન શ્રદ્ધા ટ્રેડિંગ કં.(મુ. તા. રાધનપુર, જિ. પાટણ ખાતે હોટલ હિન્દુસ્તાનની સામે, હાઇવે) ના ફૂડ બિઝનેસ ઓપરેટર શ્રી ઈશ્વરલાલ કરશનલાલ ઠક્કર ને ત્યાંથી શંકાસ્પદ મીઠાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી નમૂનો લઈ બાકી રહેલ કુલ 596 કિ.ગ્રા. Refined Free Flow Iodised Salt જેની અંદાજિત કિંમત રૂ. 16,688/- સીઝ કરવામાં આવ્યો છે.
નમૂનો નિયમોનુસાર પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે તથા રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
