હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ હવામાન ખાતાના પૂર્વાનુમાન અનુસાર તા.૨૬/૧૨/૨૦૨૪ થી તા.૨૭/૧૨/૨૦૨૪ દરમિયાન ગુજરાતના જિલ્લાઓ જેવા કે, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી…
Read MoreDay: December 24, 2024
૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા દ્વારકાના દામજી જેટીથી બેટ દ્વારકા સુધી યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત સરકારનાં કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ– ગાંધીનગર દ્વારા આયોજીત હરીઓમ આશ્રમ-નડિયાદ પ્રેરીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-દેવભુમિ દ્વારકા દ્વારા સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા દામજી જેટી થી બેટ દ્રારકા ફરતે રાઉન્ડનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા તમામ સાહસિકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં. C-1/2, અને C 1/4, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા, જિ.દેવભુમિ દ્વારકા ખાતેથી અરજી ફોર્મ મેળવી તા.૦૬/૦૧/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ અથવા ટપાલથી મોકલી…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં દ્રિ ચક્રીય, ફોર વ્હિલર, ટ્રાન્સપોર્ટ વાહનોના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી થશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા એઆરટીઓ કચેરી દ્વારા દ્વિ ચક્રિય વાહનોની ચાલુ સિરીઝ GJ32 AB, AC, AD, AE, AF, AH તેમજ ફોર વ્હિલર વાહનોની ચાલુ સીરિઝ GJ32AG તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ફરી હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-હરાજીમાં ભાગ લેવા માટે તા.૨૪/૧૨/૨૦૨૪ ૦૪:૦૦ PM થી તા.૨૬/૧૨/૨૦૨૪ ૦૩:૫૯ સુધી ઓનલાઇન અરજીની કરવાની રહેશે. આ ઈ-હરાજીમાં ઓનલાઇન બીડીગ તા.૨૬/૧૨/૨૦૨૪ ૦૪:૦૦ PM થી ૨૮/૧૨/૨૦૨૪ ૦૩:૫૯ સુધી કરી શકાશે. શરતો અને પ્રક્રિયામાં ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે http://parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર…
Read Moreસોમનાથ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય બીચ વોલીબોલ સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સોમનાથ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા આગામી તા.૨૮ થી ૩૦ ડિસેમ્બર સુધી અં.૧૪-ભાઇઓ/બહેનો અને અં.૧૯માં ભાઇઓ માટે સોમનાથ બીચ ખાતે સ્પર્ધા યોજાશે. રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તેમજ ગીર સોમનાથ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત રાજયકક્ષા શાળાકીય (SGFI) બીચ વોલીબોલ અં.૧૪ માટે ભાઇઓ/બહેનો અને અં-૧૯ માટે ભાઈઓની સ્પર્ધા તા.૨૮/૧૨/૨૦૨૪ થી તા.૩૦/૧૨/૨૦૨૪ દરમિયાન સોમનાથ બીચ એરિયા, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન સામે…
Read Moreમુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે
૨૫ મી ડીસેમ્બર ૨૦૨૪ના સુશાસન દિવસથી હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન લોકોની ફરીયાદોના પારદર્શી અને અસરકારક નિવારણ તથા લોકો રાજ્યના વડાને સરળતાથી પ્રશ્નોની રજૂઆત કરી શકે તે માટે ટેકનોલોજીના ઉપયોગથી ‘સ્વાગત’ કાર્યક્રમ ૨૦૦૩થી શરૂ કરાવ્યો છે. નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી શરૂ થયેલા જન ફરિયાદ નિવારણના આ ટેક્નોલોજીયુક્ત અભિગમ સ્વાગતના પૂર્ણ થયેલા બે દાયકામાં અનેક રજુઆતોનું સફળતાપૂર્વક નિવારણ થતું રહ્યું છે. ટેક્નોલોજીના ઉપયોગથી સુશાસનનું સ્તર ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બની શકે તેનું ઉદાહરણ સ્વાગતની સફળતાએ દેશ અને દુનિયાને પુરું પાડ્યું છે. વડાપ્રધાન…
Read Moreભાવનગરના ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર પ્રતિભા દહિયાના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર “પ્રશાસન ગાંવ કી ઔર” થીમ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે ભાવનગરના ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર પ્રતિભા દહિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો હતો. વર્કશોપમાં ભાવનગર જિલ્લા વિઝન- ૨૦૪૭ની થીમ સાથે ભાવનગર જિલ્લાની સામાજિક આર્થિક ક્ષેત્રે સમૃદ્ધિ અને વિકસિત ભાવનગરના ધ્યેયને હાંસલ કરવા માટેની તકો અને પડકારોની ચર્ચા કરવાની સાથે સરકારી નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવા,સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક ક્ષેત્રના લોકોને મળે તેવી કામગીરી કરવા,લોકોના પ્રશ્નોનું ઝડપથી હકારાત્મક નિકાલ લાવવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. જિલ્લા આયોજન અધિકારીએ વિકસીત ગુજરાત @2047ના…
Read Moreયોગ એવોર્ડ : ૨૦૨૪-૨૫ માટે તા. ૦૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે તથા જન સમુદાયમાં યોગ અંગે જાગૃત્તિ ફેલાવવા તથા યોગ પ્રવૃત્તિઓના વિકાસ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત વધુમાં વધુ લોકો સુધી યોગ પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે તથા શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રોત્સાહન મળે તે મૂળભુત હેતુથી ગુજરાત રાજ્ય તથા જિલ્લા કક્ષાએ કુલ ૦૩(ત્રણ) કેટેગરીમાં પોતાનાં યોગ પ્રત્યેના ઉત્કૃષ્ઠ યોગદાન બદલ વ્યક્તિગત શ્રેણીમાં યોગ એવોર્ડ આપવામાં આવનાર છે. આ એવોર્ડ માટે અરજી કરવા માંગતા…
Read Moreજિલ્લાના નાગરિકોને સાચા અર્થમાં સુશાસન સંકલ્પનાને સાકાર કરતો કાર્યક્રમ “સુશાસન સપ્તાહ” સંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં સુશાસન સપ્તાહ અંતર્ગત જિલ્લાના નાગરીકોને સાચા અર્થમાં સુશાસન સંકલ્પનાને સાકાર કરવા માટેનો કાર્યક્રમ એટલે સુશાસન સપ્તાહ. આણંદ ખાતે ડી. એન. હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના ખંડ ખાતે સંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે સુશાસન સપ્તાહ અંતર્ગત આણંદ પ્રાંત કક્ષાના મહેસુલી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષપદેથી સંસદ મિતેષભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનામાં જણાવ્યું હતું કે,ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. વધુમાં તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે, સુસાશન એટલે સરકાર સામે ચાલીને નાગરીકોના પ્રશ્નોનું નિરાકરણ કરે તથા યોજનાકિય લાભો આપવામાં આવે તે છે.જે…
Read Moreસરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના એન.એસ.એસ યુનિટ દ્વારા “વિશ્વ ધ્યાન દિવસ”ની ઉજવણી
હિન્દ ન્યૂઝ, સુરત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના એન.એસ.એસ યુનિટ દ્વારા તા.૨૧મી ડિસેમ્બરે “વિશ્વ ધ્યાન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતીના અધ્યાપક અને યોગ ટ્રેનર પ્રા. ગણેશભાઈ વસાવા દ્વારા ધ્યાન કરાવવામાં આવ્યું હતું. સાથે પ્રાણાયામ, ઓમકાર સાથે જીવનમાં ધ્યાન વિશે વિદ્યાર્થીઓને જરૂરી માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં બીએ/બીએસસીના ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમની ઉજવણી કોલેજના આચાર્યા ડૉ.અનિલાબેન પટેલના માર્ગદર્શન અને એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવાના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી.
Read Moreભાજપ સંગઠન પર્વ અંતર્ગત આજે દીવ જિલ્લા માં મંડળો ના પ્રમુખો ની નિયુક્તિ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, દીવ દીવ જીલ્લાના મંડળ પ્રમુખોની ઘોષણા ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં અને ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતા કરવામાં આવી. જેમાં વણાંકબારા મંડળ પ્રમુખ નરસિંહ રામજી સોલંકી, સાઉદ વાડી મંડળ પ્રમુખ કમલેશ નાનજી, બુચરવડા મંડળ પ્રમુખ દીપક દેવજી, જોલાવાડી મંડળ પ્રમુખ રાહુલ કાનજી, દીવ મંડળ પ્રમુખ ક્રિડન શાહ, ઘોઘલા મંડળ પ્રમુખ ભવ્યેશ નથુ કમલિયા ની નિયુક્તિ કરવામાં આવી છે. આ કાર્યક્રમ બીજેપી અધ્યક્ષ મોહનભાઈ લક્ષમણ અને પદાધિકારીઓ, હોદેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ હાજર રહ્યા…
Read More


