ઘેટાં-બકરામાં PPR રોગને અટકાવવા જામનગર જિલ્લામાં રસીકરણ અભિયાનનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, જામનગર       ઘેટા-બકરામાં જોવા મળતો પીપીઆર (પેસ્ટે-ડેશ-પેટીટસ રુમીન-ટસ) રોગ એ અગાઉ ગાય-ભેંસ જેવા મોટા પશુઓમાં જોવા મળતા RP (રીન્ડર પેસ્ટ) પ્રકારનો રોગ છે. આ રોગમાં પશુઓને ઝાડા અને શરદી થઈ જાય છે. PPR રોગને વૈશ્વિક સ્તરે OIE દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં PPR રોગ નાબૂદી માટેનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. સદરહુ કાર્યક્રમના સફળ અમલીકરણ અર્થે જામનગર જિલ્લામાં તા.૧૬/૧૨/૨૦૨૪ થી ૧૫/૦૧/૨૦૨૫ દરમિયાન પશુપાલન શાખાની ટીમ દ્વારા ઘેટા-બુકરા વર્ગના નાના પશુઓમાં PPR રોગ અટકાવ અને નિયંત્રણ અર્થે રસીકરણ ઝુબેશ હાથ…

Read More

જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ સ્પેશિયલ ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર        રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦નું ભવ્ય આયોજન આગામી સમયમાં કરવામાં આવનાર છે.  સ્પે.ખેલમહાકુંભ 3.0 નું ઓફલાઈન રજીસ્ટ્રેશન તા.૧૦/૦૧/૨૦૨૫ સુધી ચાલુ રહેશે. જેમાં વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેવા કે માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંધજન (Blind). શ્રવણ મંદ (Deaf) અને સેરેબ્રલ પાલ્સી (CP) ધરાવતા ભાઈઓ/બહેનો આ સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦ની સ્પર્ધાઓનું જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ આયોજન થનાર…

Read More

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ઓઇલ ઢોળાવા અને તેના પર નિયંત્રણ મેળવવા માટેની મોકડ્રીલ યોજાઇ

ગીર સોમનાથ            ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તથા નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા મૂળ દ્વારકા પોર્ટ ખાતે ઓઇલ ઢોળાવા (oilSpillage) બાબતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું  હતું.           આ મોકડ્રીલ યોજીને દરિયામાં વાસ્તવિક રીતે ઓઇલ ઢોળાવવા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરીને સંબંધિત વિભાગો દ્વારા કરવાની થતી રાહત અને બચાવની કામગીરી અંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલમાં કોસ્ટ ગાર્ડ વેરાવળ, મેરિટાઇમ બોર્ડ વેરાવળ, ફિશરિઝ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ,…

Read More

આજે તા. ૨૨ ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં” ટી બી મુક્ત આણંદ-૨૦૨૫” થીમ અંતર્ગત ક્રિકેટ મેચ યોજાશે

હિન્દ ન્યુઝ,આણંદ     ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ” ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” નિમિત્તે આવતીકાલે તા.૨૨ ડિસેમ્બર રવિવારના રોજ સવારે ૮-૩૦ કલાકે આણંદ- સોજીત્રા રોડ, એલિકોન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મીડિયાના મિત્રો અને આરોગ્યના મિત્રો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે.  આ મેચમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી સંસદ સભ્ય મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.  આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આણંદ જિલ્લાના મીડિયાના…

Read More

આણંદ ખાતે સાંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે દિશા કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાના બહુ આયામી વિકાસ અર્થે આણંદના સંસદ સભ્ય મિતેષભાઈ પટેલના અધ્યક્ષ પદે ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક સર્કીટ હાઉસ, આણંદ ખાતે યોજાઈ હતી.  આ બેઠકમાં તાલુકાઓના જનપ્રતિનિધીઓ દ્વારા રોડ રસ્તા, આંગણવાડી તથા શાળાના નવા ઓરડા, જળ વ્યવસ્થાપન, આરોગ્યલક્ષી સુવિધાઓના પ્રશ્નોની રજૂઆત કરી હતી. સંસદ સભ્ય મિતેષભાઈ પટેલે જનપ્રતિનિધિઓના દ્વારા તાલુકાઓમાં વિકાસલક્ષી પશ્નોના હકારાત્મક નિકાલ કરવા જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપીને ઝડપથી પ્રશ્નો ઉકેલાઈ તે માટે પણ સૂચનો આપ્યા હતા . આ ઉપરાંત સંસદએ ભારત સરકારની…

Read More

તા. ૨૩ ડિસેમ્બરના રોજ ડી. એન. હાઈસ્કૂલ, આણંદ ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાશે

હિન્દ ન્યુઝ,આણંદ      આણંદ જિલ્લામાં સુશાસન સપ્તાહ અંતર્ગત જિલ્લાના નાગરિકોને સાચા અર્થમાં સુશાસન સંકલ્પનાને સાકાર કરવા માટે આણંદ ખાતે ડી. એન. હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના ખંડ ખાતેથી તા.૨૩ ડિસેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે આણંદ પ્રાંત કક્ષાના મહેસુલી સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત લાભ વિતરણ તથા ક્યુ આર કોડ દ્વારા પ્રતિભાવો મેળવવા માટેના પોર્ટલનું ઉદ્ધાટન કરાશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લાના ધારાસભ્યઓ, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના વગેરે ઉપસ્થિત રહેનાર છે.  

Read More

આણંદ-ખંભાત રેલ્વે લાઈન સ્થિત ફાટક નં.૦૬ રેલ્વેના અગત્યના સમારકામ અર્થે દિન-૩ સુધી સંપુર્ણ બંધ રહેશે 

હિન્દ ન્યુઝ, આણંદ   આણંદ-ખંભાત રેલ્વે લાઈન સ્થિત ફાટક નં.૦૬ રેલ્વેના અગત્યના સમારકામ માટે તા.૨૩/૧૨/૨૦૨૪ નારોજ સવારે ૦૭.૦૦ કલાકથી તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના ૧૮.૦૦ વાગ્યા સુધી દિન ત્રણ માટે સંપુર્ણ બંધ રહેનાર હોય જનતા ચોકડીથી વલ્લભ વિદ્યાનગર તરફ આવતા અને જતા વાહનો ફાટક નં.૦૭ એલીકોન ફાટક થઈ અવર-જવર કરી શકશે.  સામાન્ય જનતાને જાહેર નિવેદન છે કે ઉપરોક્ત જણાવ્યા મુજબના ડાયવર્ઝન મુજબ અવર-જવર કરવાની રહેશે તેમ,અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ,આણંદની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.  

Read More

આણંદ સાંસદ મિતેષ પટેલના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ             આણંદ જિલ્લાના બહુઆયામી વિકાસ અર્થે જિલ્લા સંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષ પદે ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક સર્કીટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકાઓના જનપ્રતિનિધીઓ રોડ રસ્તા,આંગણવાડી તથા શાળાના નવા ઓરડા,જળ વ્યવસ્થાપન, આરોગ્યલક્ષી સુવિધાઓના પ્રશ્નોની રજૂઆત કરી હતી. સંસદ મીતેષભાઈ પટેલે જનપ્રતિનિધિઓના દ્વારા તાલુકાઓમાં વિકાસલક્ષી પશ્નોના હકારાત્મક નિકાલ કરવા જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપીને ઝડપથી પ્રશ્નો ઉકેલાઈ તે માટે પણ સૂચનો પણ આપ્યા હતા .         આ ઉપરાંત સંસદએ કેન્દ્ર…

Read More

આણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, આણંદ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આબેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેકટરએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું. કલેકટરએ આણંદ જિલ્લાવાસીઓની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા, સરકારી જમીન ઉપરના દબાણો  માપણી મુજબ જે દબાણ નક્કી થતા હોય તેને તાકીદે દૂર કરવા જણાવ્યું હતું, આ ઉપરાંત રોડ…

Read More

આણંદમાં “વિશ્વ ધ્યાન દિવસ” અંતર્ગત શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ              યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧ ડિસેમ્બરને “વિશ્વ ધ્યાન દિવસ” જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપક્રમના ભાગરુપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સ્થાનિક યોગ સહિતની વિવિધ સંસ્થાઓના સહયોગથી સમગ્ર રાજ્યમાં ૪૦ સ્થળોએ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.         આણંદ જિલ્લામાં બ્રહ્માકુમારી સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આણંદ જિલ્લાના કો-ઓર્ડીનેટર તોરલ પટેલના માર્ગદર્શન હેઠળ ધ્યાન શિબિરમાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. શિબિરમાં જિલ્લા કો – ઓર્ડીનેટર તોરલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી ટ્રેનર્સનું સત્કાર કરતા જીવનમાં ધ્યાનના મહત્વને…

Read More