જન-જનનું રાખો ધ્યાન, ટીબીમુક્ત ભારત અભિયાન

હિન્દ ન્યુઝ , બોટાદ બોટાદમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ટીબી નિર્મૂલન 100 દિવસ સઘન ટીબી કેમ્પેઈનનો શુભારંભ સમારોહ યોજાયો – વહેલા જાગ્યા એ જ જીવનમાં જીત્યા છે સઘન ટીબી કેમ્પેઈન કાર્યક્રમનો ઉદ્દેશ ટીબીના દર્દીઓને શોધી કાઢવા, તેમનું નિદાન અને ઉપચાર કરવાનો, ટીબીના દર્દીઓએ ચોક્કસ પણે 6 મહિના સુધી દવાઓ અને યોગ્ય દેખરેખ રાખવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારશ્રીના સતત પ્રયાસોની ફળશ્રૃતિરૂપે આજે રાજ્યમાં શ્રેષ્ઠ મેડીકલ સારવાર ઉપલબ્ધ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ લીલી ઝંડી આપી નિક્ષય વાનનું પ્રસ્થાન કરાવ્યું

Read More

ભુજ ખાતે “ વંચિતો વિકાસની વાટે “ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે “વિકાસ સૌરભ” પુસ્તિકાનું વિમોચન

હિન્દ ન્યુઝ, ભુજ      ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ભુજ ટાઉનહોલ ખાતે આયોજીત કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને લોન/સહાય વિતરણના “ વંચિતો વિકાસની વાટે “ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીના હસ્તે માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી “વિકાસ સૌરભ” વંચિતોના વિકાસ યોજનાકીય સંપુટ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.      વંચિતોના સાતત્યપૂર્ણ ૩૬૦ ડિગ્રી વિકાસના નિર્ધાર સાથે કાર્ય કરતી રાજ્ય સરકારની અનુસૂચિત જાતિના વિકાસ માટે અમલી કરાયેલી શૈક્ષણિક, આવાસકીય, સામાજિક, આર્થિક અને આરોગ્યલક્ષી જેવી તમામ યોજનાઓની આવશ્યક માહિતીનો “વિકાસ સૌરભ” પુસ્તિકામાં સમન્વય…

Read More

સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની કલેકટર કચેરી ભુજ ખાતે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભુજ        ભુજ કલેકટર કચેરી ખાતે ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવના અધ્યક્ષસ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી આયોજીત બેઠકમાં વન રેન્ક, વન પેન્શનના પ્રશ્નો, શહિદ સૈનિકોની વિધવા પત્નીઓના પેન્શન સંલગ્ન પ્રશ્નો, ગેસ્ટહાઉસની સુવિધા, આરોગ્ય સેવા વિષયક સહિતના પ્રશ્નોની રજૂઆત સાથે તેના ઉકેલ માટે સમિતિના સભ્યો દ્વારા હકારત્મક ચર્ચા-વિચારણા કરાઇ હતી. જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના ઉપપ્રમુખ બ્રિગેડીયર રણબીરસીંગે, વીએસએમ(નિવૃત્ત) રજૂ થયેલા પ્રશ્નોનો વહીવટીતંત્ર તથા સંલગ્ન વિભાગોને સાથે રાખીને વહેલી તકે ઉકેલ લાવવા પ્રયાસ કરાશે તેવી ખાત્રી આપી…

Read More

ભૂજ – નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાશે

હિન્દ ન્યુઝ, ભૂજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો ૪૫ કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા રૂ.૯૩૭ કરોડ મંજુર કર્યા છે. હાલની સ્થિતીએ ૧૦ મીટર પહોળાઈનો આ માર્ગ હાઈ સ્પિડ કોરીડોર થવાથી સુપ્રસિધ્ધ તીર્થ સ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે. એટલું જ નહિ, આ…

Read More