હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના શેરખી ગામના ૩૬ વર્ષીય પ્રગતિશીલ ખેડૂત, ઉપેન્દ્રસિંહ મહિડા ૨૦૧૮થી આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ તેમના એક વિઘાના ખેતરમાં શાકભાજી, ફળો, ઔષધીય છોડ તથા ગાય આધારિત ખેતી દ્વારા પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ મિશ્રપાક પદ્ધતિ અપનાવવા પર ભાર મૂકતા કહે છે કે આ પદ્ધતિ ખેડુતોને આર્થિક નુકશાનથી બચાવે છે. હાલમાં તેઓ મેથી, ધાણા, ગાજર, બીટ, મુળા, સરગવો જેવી શાકભાજી ઉગાડી રહ્યા છે. ફળોમાં મલેશિયન અંજીર, કેરી, જામફળ, ચીકુ, ડ્રેગનફ્રુટ અને કાળી શેરડીનો સમાવેશ થાય છે. મલેશિયન અંજીરના ૧ કિલોગ્રામના વેચાણ મૂલ્ય…
Read MoreMonth: November 2024
રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગરની સામાજીક સંસ્થા દ્રારા રવિવારના રોજ મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને આરોગ્યની સેવા મળી રહે, તેમના સ્વાસ્થય અંગે માહિતી અને માર્ગદર્શન મળે તે હેતુથી રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગરની સામાજીક સંસ્થા દ્રારા રવિવારના રોજ અલિયાબાડામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં તેમના વિધાર્થીઓ માટે ખાસ મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 222 વિધાર્થીઓએ વિવિધ નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ લીધો હતો. રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગર દ્વારા સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિઓ થતી હોય છે. સંસ્થાના સભ્યો દ્રારા વિવિધ વિસ્તારમાં વિવિધ સામાજીક, સેવાકીય પ્રવૃત્તિઓ કરી લોકઉપયોગી થવાના પ્રયાસ થાય છે.…
Read Moreગીર સોમનાથના પેન્શનરો જોગ નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૫ના ઈન્કમટેક્ષ અંગે યાદી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા તિજોરી કચેરી ગીર સોમનાથ મારફત પેન્શન મેળવતા પેન્શનરોની વાર્ષિક આવક ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આવકવેરાને પાત્ર હોય તેવા તમામ પેન્શનરે તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો રોકાણ કરી તે અંગેના આધાર પુરાવાઓ, ઇન્કમટેક્ષ ગણતરી પત્રક/રોકાણોની વિગતો ભરવાની રહેશે. આ રોકાણોની ઝેરોક્ષ, ભરવામાં આવેલ ઇન્કમટેક્ષની વિગતો તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ તા.૩૧/૧૨/૨૦૨૪ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી ગીર સોમનાથમાં પહોંચતી કરવાની રહેશે. જો રોકાણોની વિગતો કે આધાર પુરાવા સમયમર્યાદામાં રજુ ન થાય તો આવકવેરાના નિયમોનુસાર ટી.ડી.એસ.ની કપાત કરી લેવામાં આવશે. તેમજ પાનકાર્ડની…
Read Moreજાણો, ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) એટલે શું? તેની રચનાની પ્રક્રિયા અને ખેડૂતોને થતા ફાયદા
હિન્દ ન્યુઝ, સુરત ભારતીય સંસ્કૃતિમાં પ્રેરક વિચારસૂત્ર છે – ‘સંઘે શક્તિ કલૌ યુગે’, અર્થાત્, આ યુગમાં સંગઠન જ સૌથી મોટી શક્તિ છે. સંગઠનની રચનાથી માત્ર સભ્યોને જ નહિ, પરંતુ સંગઠન સાથે જોડાતા તમામ હિતધારકોને પણ ફાયદો થાય છે. દેશમાં સહકારથી સંગઠનની વર્ષો જૂની પરંપરા જોવા મળે છે, જે ભારતમાં આધ્યાત્મિક, સામાજિક, ઔદ્યોગિક, કૃષિ, નાણા જેવી ક્રાંતિ માટે મુખ્ય વાહક બની છે. દેશના કૃષિ ક્ષેત્ર માટે પણ અનેકતા વચ્ચે એકતાનું સર્જન કરતી સંગઠન શક્તિ જ ખેડૂત કલ્યાણનું મોટું સાધન છે, અને તે માટે દેશના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ અનેક ખેડૂત…
Read Moreવેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન, ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલશ્રીની કચેરી દ્વારા આજે ૭૫ માં બંધારણ દિવસની ઉજવણી વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી. બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં બંધારણના આમુખનું સૌએ વાંચન કર્યું હતું. કાયદાના તજજ્ઞો દ્વારા બંધારણ અને તેના સિધ્ધાંતો, નાગરિકના મૂળભૂત અધિકારો અને ફરજો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ પી.એસ.ગઢવીએ ભારતના બંધારણના પાયાના સિધ્ધાંતોને સ્તંભ ટકાવી રાખવા તેમજ સમાજ ઘડતર માટે બંધારણની જરુરિયાત વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે વાણી-સ્વતંત્રતા સહિતના મૌલિક અધિકારો વિશે પણ વાત કરી હતી. વેરાવળની ક્રિસ્ટલ…
Read Moreગાંધીનગર ખાતે આયોજીત ગ્રીપ સમીટમાં એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા આરોગ્યને લગતા શ્રેષ્ઠ અને નવીન અભ્યાસો રજૂ કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર સંભાળની દિશામાં નવીનતા અને વિવિધ પ્રકારની આરોગ્ય સંભાળને સુદ્રઢ બનાવવા અને તેનો વ્યાપ વધારી બહોળા જન સમુદાયને લાભાન્વિત કરવા SHSRC દ્વારા ગત તા.૧૪-૧૧-૨૦૨૪ના રોજ બીજી ગ્રીપ સમિટ 2024નું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. જે સમિટમાં શ્રી એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજના અનુભવી અને પ્રતિભાશાળી ફેકલ્ટીઓ દ્વારા આરોગ્યને લગતા વિવિધ પ્રકારના શ્રેષ્ઠતમ અભ્યાસો અને સંસોધનો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંના સર્વશ્રેષ્ઠ ૨ અભ્યાસોને પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમીટમાં શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર તરફથી ડો.નંદિની બહારી, ડો.કે.ડી.મહેતા, ડો.દિનેશ પરમાર, ડો.અનુપમા સુખલેચા, ડો.વિરલ શાહ,…
Read Moreપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળીને પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં દેશવ્યાપી બનાવવા બદલ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પહેલ ભારતના ખેડુતો અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે. આ મહત્ત્વના નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનતાં તેમણે કહ્યું કે, આ…
Read Moreदीव में अमृत सरोवर तालाब स्थल पर संविधान दिवस की शपथ दिलाई गई ।
हिन्द न्यूज़, दीव उल्लेखनीय है कि भारतीय संविधान में निहित मूल्यों एवं सिद्धांतों के प्रति अपनी निष्ठा जाहिर करने एवं उन्हें अपने जीवन एवं कार्य-व्यवहार में आत्मसात करने हेतु हर वर्ष दिनांक 26 नवंबर को संविधान दिवस मनाया जाता है। इस अवसर पर दिनांक 26/11/2024 को साउ़दवाड़ी ग्राम पंचायत, दीव में अमृत सरोवर तालाब स्थल पर अपर जिलाधीश डॉ विवेक कुमार द्वारा उपस्थित अधिकारियों, कर्मचारियों तथा ग्राम पंचायत के निवासियों को संविधान दिवस की शपथ दिलाई गई । इसके साथ जल शक्ति अभियान -कैच द रेन, 2024…
Read Moreસામાજિક કર્તવ્ય અદાયગી ની સખાવત થી સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોને મળી નવી સાધન સુવિધા
હિન્દ ન્યુઝ, વડોદરા મધ્ય ગુજરાતની સહુથી મોટી સરકારી સયાજી હોસ્પિટલને સામાજિક કર્તવ્ય અદાયગી (સી.એસ.આર.) ના અભિગમ હેઠળ વિવિધ એકમો પાસેથી મળેલી સખાવતો થી બે વિભાગોમાં નવી સુવિધાઓ મળી છે.આજે આ સુવિધાઓ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંગે જાણકારી આપતાં તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે એલ.આઈ.સી.ગોલ્ડન જયુબિલી ફંડ અન્વયે મળેલી સખાવત થી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં નવા ડિજિટલ એકસ રે ની સુવિધા થઈ છે.તેની સાથે શબઘરમાં,મૃતદેહોની ઉચિત સાચવણી માટે બે કેબિનેટ નો ઉમેરો થયો છે. જ્યારે ફાર્મસન્સ તરફ થી સી.એસ.આર.હેઠળ મળેલી સખાવત થી એનેસ્થેસિયા વિભાગને નવું usg યંત્ર અને…
Read Moreનંદેસરી વિસ્તારની ૨૨ કંપનીઓ પીવે છે નીરૂબેન ની ચા
હિન્દ ન્યુઝ, વડોદરા નંદેસરીના ઔધોગિક વિસ્તારમાં ઓછું ભણેલી અને આર્થિક નબળાં પરિવારોની મહિલાઓ માટે અનોખું કામ થઈ રહ્યું છે.જેમાં તેમને અધૂરું મૂકી દીધેલું ભણતર આગળ વધારવાની તક તો મળે છે અને તેની સાથે નાના નાના રોજગાર થી આર્થિક આત્મ નિર્ભરતા પ્રાપ્ત થાય છે. સી.એસ. આર. ના અભિગમ હેઠળ કાર્યરત દીપક ફાઉન્ડેશનના છત્ર હેઠળ આ કામગીરી દીપ જ્યોતિ મહિલા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી – djmccs દ્વારા નારી સશક્તિકરણ ની આ કામગીરી થઇ રહી છે. દીપક ફાઉન્ડેશન દ્વારા પહેલા તો આ વિસ્તારની મહિલાઓ ના સ્વ સહાયતા જૂથોની રચના કરવામાં આવી હતી.અને પછી આ…
Read More