સામાજિક કર્તવ્ય અદાયગી ની સખાવત થી સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોને મળી નવી સાધન સુવિધા

હિન્દ ન્યુઝ, વડોદરા

મધ્ય ગુજરાતની સહુથી મોટી સરકારી સયાજી હોસ્પિટલને સામાજિક કર્તવ્ય અદાયગી (સી.એસ.આર.) ના અભિગમ હેઠળ વિવિધ એકમો પાસેથી મળેલી સખાવતો થી બે વિભાગોમાં નવી સુવિધાઓ મળી છે.આજે આ સુવિધાઓ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અંગે જાણકારી આપતાં તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે એલ.આઈ.સી.ગોલ્ડન જયુબિલી ફંડ અન્વયે મળેલી સખાવત થી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં નવા ડિજિટલ એકસ રે ની સુવિધા થઈ છે.તેની સાથે શબઘરમાં,મૃતદેહોની ઉચિત સાચવણી માટે બે કેબિનેટ નો ઉમેરો થયો છે.

જ્યારે ફાર્મસન્સ તરફ થી સી.એસ.આર.હેઠળ મળેલી સખાવત થી એનેસ્થેસિયા વિભાગને નવું usg યંત્ર અને એનેસ્થેસિયા ટ્રોલી મળી છે. બહેતર સેવા માટે આ યંત્ર સામગ્રી અને સુવિધાઓ ઉપયોગી બનશે. તેમણે દાતા સંસ્થાઓ ને બિરદાવવાની સાથે આભારની લાગણી વ્યક્ત કરી છે.આજે આ સુવિધાઓના લોકાર્પણ સમયે દાતા સંસ્થાઓ ના પ્રતિનિધિઓ જોડાયા હતા.

બંને વિભાગોને થઈને કુલ રૂ.૮૫ લાખની કિંમતની સાધન સુવિધા આ સખાવત થી મળી છે.

Related posts

Leave a Comment