જામનગર ગ્રામ્યની મહિલા હોકી ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા

હિન્દ ન્યુઝ, જામનગર     સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જવાહરલાલ નેહરુ હોકી અંડર ૧૭ બહેનો માટેની રાજ્યકક્ષાની સ્પર્ધાનું તા.૨૧ થી તા.૨૩/૦૯/૨૦૨૪ દરમ્યાન રાજકોટ જિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ DLSSની અંડર ૧૭ બહેનોની ટીમે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે. સ્પર્ધાની ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની ટીમે દેવગઢ બારીયાની ટીમને ૨-૧ના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારી રાવલીયાએ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે…

Read More

જામનગર તાલુકાના ખીલોસ અને રણજીતપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

જામનગર     પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- જામનગર સંચાલિત સરકારી પશુ દવાખાના- જામનગર તાલુકા દ્વારા ખીલોસ અને રણજીતપર ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને ગામના કુલ 85 પશુપાલક લાભાર્થીઓના 163 પશુઓને મેડિસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોના કુલ 218 પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો.ડી.બી.ગુર્જર અને ડો.બી.જી.ગોસ્વામી દ્વારા ગામના પશુપાલક લાભાર્થી મિત્રોને નફાકારક પશુપાલન વ્યવસાય અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ FMDCP ના પાંચમા રાઉન્ડ અને આગામી સમયમાં યોજાનાર 21 મી પશુધન વસ્તી…

Read More

જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા “સ્વચ્છતા હી સેવા” અન્વયે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જામનગર દ્વારા “સ્વચ્છતા હી સેવા- 2024” અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રેકર્ડ રૂમની વ્યવસ્થિત સાફ સફાઈ અને ગોઠવણી, દરેક અલગ અલગ ટેબલની વ્યવસ્થિત સાફ સફાઈ, કચેરીની આજુબાજુ વરસાદના કારણે ઉગી નીકળેલ કાંટાળા વનસ્પતિઓની સાફ સફાઈ કરીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નકામું પ્લાસ્ટિક મટીરીયલ, કચેરીની લોબી, ભરતીમેળા માટેના ગ્રાઉન્ડની અને બેઠક વ્યવસ્થાની પણ સાફ સફાઈને લગતી કામગીરીઓ હાથ ધરવામાં આવેલ. આ તકે કચેરીના વડા અને રોજગાર અધિકારી શ્રી એસ.બી.સાંડપા દ્વારા સ્વચ્છતાના મહત્વને સમજાવતું પ્રેરણારૂપ ઉદબોધન આપવામાં આવેલ. તેમજ…

Read More

તા. ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ગોકુલધામ, નાર ‌ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લામાં આગામી તારીખ ૨૭મી સપ્ટેમ્બર ના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને હાથો હાથ રાજ્ય સરકારની વિવિધ ૨૩ જેટલી યોજનાઓના લાભો હાથો હાથ આપવામાં આવનાર છે. ગરીબ કલ્યાણ મેળા – ૨૦૨૪ અંતર્ગત આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આગામી તા.૨૭ મી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાકે પેટલાદ તાલુકાના ગોકુલધામ, નાર ખાતે યોજવામાં આવનાર છે, જે સંદર્ભે કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સરકીટ હાઉસ, આણંદ ખાતે બેઠક યોજવામાં આવી હતી. આણંદ જિલ્લામાં યોજવામાં આવનાર આ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને…

Read More

શ્રી ક્રિષ્ના હોસ્પિટલ અને પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ કેમ્પસમાં આરોગ્યતંત્ર દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ પાણી ભરાવવાના કારણે મચ્છરોનું બ્રીડિંગ જોવા મળેલ છે. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના મુજબ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારો અને ખાનગી હોસ્પિટલો ખાતે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આણંદ જિલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે, જેને રોકવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમારની આગેવાની હેઠળ જિલ્લા આરોગ્યતંત્રની ટીમો કામ કરી રહી છે. કરમસદ ખાતેની શ્રી ક્રિષ્ના હોસ્પિટલ અને…

Read More

તા. ૨૫ મી સપ્ટેમ્બર ના રોજ આઈ બી. પટેલ ગુજરાતી પ્રાથમિક શાળા,વલ્લભ વિદ્યાનગર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ     સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો શરૂ થયો છે, તે મુજબ આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તાર એટલે નગરપાલિકા વિસ્તારમાં યોજવામાં આવી રહ્યા છે. આ અન્વયે આજે તા. ૨૫ મી સપ્ટેમ્બર ના રોજ વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાના વોર્ડ નંબર ૦૧ થી ૦૬ માટે આઈ બી. પટેલ, ગુજરાતી પ્રાથમિક શાળા, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર ખાતે સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી યોજાશે, જેનો લાભ મેળવવા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે. રાજ્યના વહીવટમાં પારદર્શિતા…

Read More

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૫ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     આચાર્યશ્રી, પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા માટે હાલ ધોરણ ૫ (પાંચ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવેદન કરી શકે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવામાં આવી છે. પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં ધોરણ – ૬ માં પ્રવેશ માટેના ઓનલઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૨૩-૦૯-૨૦૨૪ હતી. તેને ૦૭-૧૦-૨૦૨૪ સુધી લંબાવવા આવેલ છે. જેથી આણંદ જિલ્લામાં ધોરણ પ (પાંચ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી…

Read More

આણંદના કિંજલબેનના કાનના પડદાની આયુષ્યમાન કાર્ડ થકી નિ:શુલ્ક સારવાર કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ      “મારું નામ કિંજલ સોલંકી છે.હું ઉમરેઠની રહેવાસી છુ.મારે કાનના પડદામાં પંચર હતું. તેની સારવાર મેં ખાનગી હોસ્પીટલમાં લેતી હતી.ખાનગી હોસ્પીટલમાં કાનના પડદાના સર્જરી માટે રૂ. ૮૦ હજાર જેટલી રકમ કહી હતી.આ રકમ મને આર્થીક રીતે પરવડે તેમ નહોતી.પરંતું આયુષ્યમાન કાર્ડ થકી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં નિ: શુલ્ક સર્જરી થતાં હું સરકારનો આભાર વ્યક્ત કરૂં છું.” ઉપરોક્ત આપવીતી છે આણંદ જિલ્લાના ઉમરેઠના રહેવાસી કિંજલબેન સોલંકીની.તેમને કાનના પડદામાં પંચર જણાતા નજીકના ખાનગી હોસ્પીટલમાં રૂટીન ચેકઅપ કરાવા ગયા હતા. ખાનગી હોસ્પીટલ દ્વારા પોતાની કાનની તકલીફને સદંતર દૂર કરવા માટે…

Read More

આણંદ કૃષિ યુનિર્વસિટી ખાતે “સ્વચ્છતા હી સેવા ઝુંબેશ” યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સ્વચ્છતા હી સેવાની સંકલ્પનાની ૧૦મી શૃંખલા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા સફળ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના નેતૃત્વમાં આણંદ જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવાન બન્યું છે. આણંદ જિલ્લાના શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતાં યુવા લોકોને પણ આ અભિયાન ભાગ બનાવવા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે.   જેના ભાગરૂપે આણંદ કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખાતે કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ NSS યુનિટ હેઠળ “સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર…

Read More

મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે સ્વચ્છતા અભિયાન રેલીને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એમ એન ગડકરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી

હિન્દ ન્યુઝ, મહીસાગર      સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યો છે ત્યારે આજ રોજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહીસાગરના ઉપક્રમે સ્વચ્છતા એજ સેવા નિમિત્તે સ્વચ્છતા અભિયાન રેલી જિલ્લા ન્યાયાલય, લુણાવાડા ખાતેથી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એમ એન ગડકરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. આ રેલી જિલ્લા ન્યાયાલય ખાતેથી નીકળી મહિલા પોલીસ ચોંકી ખાતે સમાપન થય હતી. ઉપસ્થિત સર્વે લોકોએ સ્વચ્છતા પ્રત્યે પ્રતિજ્ઞા લીધી હતી.    આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એમ એન ગડકરીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા હી સેવા…

Read More