તા. ૩૦ મી સપ્ટેમ્બરના રોજ ખંભાત ખાતે નગરપાલિકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ     સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો શરૂ થયો છે, તે મુજબ આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તાર એટલે નગરપાલિકા વિસ્તારમાં યોજવામાં આવી રહ્યા છે. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમ જ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તથા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા અને તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ…

Read More

આણંદના મૂક બધિર રચનાબેન માટે ખુશીનો પર્યાય બનતો ગરીબ કલ્યાણ મેળો

હિન્દ ન્યુઝ, આણંદ          આણંદ જિલ્લામાં યોજાયેલા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળા થકી જિલ્લાના ૧,૯૭૬ લાભાર્થીઓને રૂપિયા ૩.૨૩ કરોડની સાધન – સહાય અર્પણ કરવામાં આવી હતી. જિલ્લાના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો. આ લાભાર્થીઓમાં આણંદ જિલ્લાના તારાપુરના રહેવાસી મૂકબધિર રચનાબેન ઠક્કરનો પણ સમાવેશ થાય છે. રચનાબેન પોતે પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ કરી તેમના પતિને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય છે. તેમને આ ગરીબ કલ્યાણ મેળામાં સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી દિવ્યાંગ સાધન સહાયની યોજના અંતર્ગત પાપડ બનાવવાની કીટ સાધન સહાય રૂપે…

Read More

દરિદ્રનારાયણના ઘરમાં કલ્યાણનો દીપ પ્રગટાવતો ગરીબ કલ્યાણ મેળો : આણંદ જિલ્લો

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાના ગોકુલધામ, નાર ખાતે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના ૧,૯૭૬ લાભાર્થીઓને રૂપિયા ૩.૨૩ કરોડની સાધન – સહાયના લાભો હાથો-હાથ આપવામાં આવ્યા હતા. સ્વામી ચેરીટેબલ ટ્રસ્ટ કેમ્પસ, નાર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૯-૧૦ ના વર્ષથી સમગ્ર ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.  વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાના ૧૩…

Read More

વડીલો એટલે વડલો, જેનો છાંયો આખા પરિવારને મળે છે – બ્ર.કુ.અંજુબેન

હિન્દ ન્યુઝ, રાજકોટ બ્રહ્માકુમારીઝ દ્વારા ‘સેવા સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત 200 સિનિયર સીટીઝનનું કરાયું સન્માન      રાજકોટ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત શુક્રવારે સિનિયર સીટીઝન સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં આશરે 200 થી વધુ સિનિયર સીટીઝનનું સન્માન કરાયું હતું.      બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર જગદંબા ભવન ખાતે યોજાયેલા સમારોહના અધ્યક્ષ સ્થાને બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન ડાયરેક્ટર બ્ર.કુ. ભારતીદીદીજી ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્ય મહેમાન સ્થાને પ્રતિષ્ઠિત સમાજ સેવક અરવિંદભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા.       કાર્યક્રમની શરૂઆતમાં કુ. કાવ્યાએ ક્લાસિકલા નૃત્ય રજુ કરીને સહુનું સ્વાગત કર્યું હતું.…

Read More

આણંદ જિલ્લાના નગરજનોને સ્વચ્છતા અંગે જાગૃત્તિ કેળવવા સેવા સેતુ ટ્રસ્ટના દિવ્યાંગજનોએ સ્વચ્છતા રેલી યોજી   

હિન્દ ન્યુઝ, આણંદ    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરીત સ્વચ્છતા હી સેવા -૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્ય મુખ્યમતત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનઅભિયાન ઝુંબેશ સ્વરૂપે આરંભ થયો છે. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના વડપણ હેઠળ સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનને લોકો સુધી પહોચાડવા તથા જનભાગીદારી થકી જિલ્લાને સ્વચ્છ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોના સમર્થનમાં જિલ્લાના સેવાભાવી સંસ્થા સેવા સેતુ ટ્રસ્ટ આવ્યું છે. સેતુ ટ્રસ્ટ, વલ્લભ વિદ્યાનગર અને કોન્સેપ્ટ ટુ કલીન( સી ટુ સી) પરિવાર દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.…

Read More

કાજલી એ.પી.એમ.સી ખાતે આજે નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને એક જ સ્થળ પરથી વિવિધ યોજનાકીય લાભો મળી રહે તે માટે તા.૨૭ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકાના કાજલી એ.પી.એમ.સી ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સુશાસનનાં સંકલ્પ સાથે જન કલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો તા.૨૭ સપ્ટેમ્બર-૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૯.૦૦ કલાકે યોજાશે. એ.પી.એમ.સી કાજલી ખાતે નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં…

Read More

ઈણાજ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.  જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ઈણાજ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળી ઉપસ્થિત સર્વે અધિકારીઓને અરજદારોની તમામ ફરિયાદોનો હકારાત્મક નિકાલ આવે તે માટે માર્ગદર્શિત કરવામાં આવ્યાં હતાં. આ સ્વાગત નિવારણ કાર્યક્રમમાં પાણીના નિકાલ અર્થે રસ્તાની…

Read More

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પંચાયતી રાજ સંસ્થાના સભ્યોની કાર્ય શિબીર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     વેરાવળ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરૂણ રોય તેમ એપિડેમિક મેડિકલ ઓફિસર દિવ્યેશ ગૌસ્વામીના માર્ગદર્શનમાં ગીર સોમનાથ જિલ્લાના પંચાયતી રાજ સંસ્થાના સભ્યોની કાર્ય શિબિર યોજાઈ હતી. આ કાર્યશિબિરમાં ભારતના સામાજીક અને સાંસ્કૃતિક માળખાના પાયા સમાન ગ્રામ્ય લોકોના સ્વસ્થ અને ટકાઉ ભવિષ્ય માટે ગ્રામ્ય વિસ્તારને ટોબેકો મુક્ત બનાવવા માટે પહેલ શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુના વપરાશને ધ્યાનમાં લઈ આ સેમિનારમાં એન.ટી.સી.પી સોશ્યિલ વર્કર જિતેન્દ્રભાઈએ ઉપસ્થિત સભ્યોને ગ્રામ્ય સમુદાયોને તમાકુમુક્ત બનાવીને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરવાના અભિગમ…

Read More

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૪ અન્વયે અવનવી સ્પર્ધાઓ, રેલીઓ, જાગૃતિલક્ષી કાર્યક્રમો, હોર્ડીંગ્સ અને બેનર્સ દ્વારા સ્વચ્છતા અંગે સંદેશાઓ આપીને સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોની સફાઈ કરવામાં આવે છે. સફાઈ કામદારોનું સ્વાસ્થ્ય તપાસ માટે મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સ્વચ્છતા અભિયાન અન્વયે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા “એક પેડ મા કે નામ” અભિયાન અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને વધુ…

Read More

તાલાલા નગરપાલિકાએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ૧૦૮ વૃક્ષો વાવ્યાં

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા માતા પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનના પ્રતિક સ્વરૂપે શરૂ કરવામાં આવેલ “એક પેડ મા કે નામ” અભિયાનને વધુ વેગ આપવાના ઉમદા હેતુથી તાલાલા નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનની સાથે સાથે પાલિકાના ગ્રાઉન્ડ, સ્મશાન ગ્રાઉન્ડ, બસ સ્ટેન્ડ, ગુંદરણ રોડ સહિતની જગ્યાઓ પર ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ અંતર્ગત ૧૦૮ વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. તાલાલા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર વિનોદ રાઠોડના જણાવ્યા મુજબ, તાલાલા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘એક પેડ મા કે નામ’ અભિયાનને પણ સાથે જોડવામાં આવ્યું હતું. સ્વચ્છતાની…

Read More