હિન્દ ન્યુઝ, ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર તથા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ૨૧ જૂન ના રોજ આરએસસી ભાવનગર ના સુંદર પ્રાંગણ મા વોર્ડ કક્ષા ના ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ૨૧ જૂન ના રોજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ કક્ષા ના ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ માં યોગ નિષ્ણાંત ની દેખરેખ હેઠળ યોગના વિવિધ આસનો કરાવવામાં આવ્યા અને યોગ નો આપણાં જીવન પર પ્રભાવ અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું. તથા વર્ષ ૨૦૨૪ ની થીમ ‘યોગા ફોર…
Read MoreMonth: June 2024
“દીવ જિલ્લામાં” યોજાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”
હિન્દ ન્યુઝ, દીવ તા.૨૧ જૂન, વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની એક પહેલના ભાગરૂપે સમગ્ર વિશ્વ માં તા: ૨૧ ના રોજ “સ્વયમ અને સમાજ માટે” ની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નેહરુ યુવા કેન્દ્ર દીવ દ્વારા પણ સમગ્ર દીવ જિલ્લા માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નેહરુ યુવા કેન્દ્ર દીવ દીવ દ્વારા સાઉદ વાળી બોય સ્કૂલ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો એ હાજરી આપી તેમજ યુવક મંડળો પણ હાજર રહ્યા હતા.…
Read Moreદીવ ખાતે ૧૦માં ‘વિશ્વ યોગ દિવસ’ નું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, દીવ દીવ જીલ્લાના કલેકટર ભાનું પ્રભા ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, દીવ દ્વારા ૧૦માં ‘વિશ્વ યોગ દિવસ’ નું આયોજન બ્લુ ફ્લેગ બીચ, ઘોઘલા, દીવ ખાતે તા. ૨૧ જુન ૨૦૨૪, સવારે ૦૭:૦૦ કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ યોગ દિવસનો મુખ્ય ઉદ્દશ્ય લોકોમાં યોગા પ્રત્યે જાગૃતતા લાવવાનો અને યોગાથી થતા ફાયદાઓ સમજી જીવનમાં અપનાવવાનો છે. ૧૦ માં વિશ્વ યોગ દિવસની થીમ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ શરીર, મન, અને આત્મા ને આરોગ્ય અને સુખાકારી બનાવવા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક…
Read Moreસંરક્ષણ ભરતી પૂર્વ ઉમેદવારો માટે જિલ્લામાં નિવાસી તાલિમ વર્ગ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાના યુવાનો આર્મીમાં ભરતી થાય તે માટે આર્મી રિક્રૂટિંગ ઓફિસ-જામનગર દ્વારા તા.૧૧/૦૭/૨૦૨૪ થી તા.૨૦/૦૭/૨૦૨૪ દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન થશે. જેમાં જિલ્લાના યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીના તમામ તબક્કાઓ ઉત્તીર્ણ કરી રાષ્ટ્ર સેવામાં જોડાય તેવા હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ દ્વારા ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગ યોજાશે. આ તાલીમમાં જોડાનારા યુવાનોને અસરકારક શારીરિક અને માનસિક કસોટીની તૈયારી સાથે રહેવા અને જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને નિયત સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે. આ તાલીમવર્ગમાં ધોરણ ૧૦ પાસ કે તેથી વધુનું…
Read Moreટોપી અને ટી-શર્ટ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’નો સંદેશ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમનું આયોજન સોમનાથ મંદિર પાસે, ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોગ સાથે બેટી બચાવો, બેટી પઢાઓની યોજનાના જાગૃતિ સંદેશ માટે ઉપસ્થિત દીકરીઓને ટી-શર્ટ અને ટોપી વિતરણ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વસ્થ રહેવા માટે જેમ યોગને મહત્વ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે સમાજમાં દીકરીઓને સમાનતા મળે અને દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી સુનશ્ચિત થાય તે માટે સમગ્ર દેશમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના’ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. …
Read Moreગીર સોમનાથ જિલ્લાની વિવિધ જગ્યાઓએ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી
૧૦ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ૧૦ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ તેની ઉજવણી યોગની વિવિધ મુદ્રાઓ, આસનોના અભ્યાસ દ્વારા કરવામાં આવી હતી. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક અને પ્રથમ એવાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિરની પાસે આવેલા ચોપાટી મેદાન ખાતે અરબી સમુદ્રની લહેરો વચ્ચે ખુશનૂમા વાતાવરણ વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મૂછારની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં યોગાભ્યાસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર રાજેશ…
Read Moreપ્રાકૃતિક ખેતી આપણી અને આપણાં પરિવાર માટે ફાયદાકારક ખેતી છે- પરમાભાઈ
પ્રાકૃતિક ગુજરાત, પ્રાકૃતિક મહીસાગર હિન્દ ન્યુઝ, મહીસાગર સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના ઘણા બધા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા લાગ્યા છે. જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલિયા ગામના ખેડૂત પરમાભાઇ વણકર પણ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી દર વર્ષે ઉત્પાદન અને આવક બમણું મેળવતા થયા છે. દિન-પ્રતિદિન વધી રહેલી આરોગ્યની સમસ્યાઓ અને રસાયણયુકત ખેતીથી થતાં નુકસાન અંગેનો ખ્યાલ આવતા ખેડૂત પરમાભાઈએ છેલ્લા ૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું હતું. ગયા વર્ષે તેમણે પોતાના ખેતરમાં મકાઇ,તુવેર,મરચી અને રીંગણ નું વાવેતર કર્યું હતું…
Read Moreયોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ : મંત્રી કુંવરજીભાઈ બાવળિયા
બોટાદ જિલ્લો થયો યોગમય હિન્દ ન્યુઝ, બોટાદ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીની ઉપસ્થિતિમાં મહેમાનો અને બોટાદવાસીઓએ યોગાસનો કરી તાજગી મેળવી હતી. આ અવસરે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના જુસ્સાદાર પ્રવચનમાં જણાવ્યું હતું કે, “યોગ, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે…
Read Moreયોગ દિવસની પૂર્વ સંધ્યાએ જિલ્લાના પ્રાકૃતિક ધામ દ્રોણેશ્વર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરાયા
૨૧ જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્ય ધામ એવા દ્રોણેશ્વર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા યોગની પૂર્વ સંધ્યાએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી્. દ્રોણેશ્વર ખાતે આવેલાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે દ્રોણેશ્વરની સામે આવેલ ડેમ સાઈટ ખાતે આવેલ હનુમાનજીના મંદિર ખાતે અને ડેમના કેચમેન્ટ એરિયામાં આવેલા પથ્થરો ઉપર યોગની વિવિધ મુદ્રાઓ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયાં હતાં. વિદ્યાર્થીઓ દ્વારા ગુરુકુળમાં યોગ લખેલી મુદ્રાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને દ્વારા વિવિધ યોગ મુદ્રાઓ કરીને યોગ દિવસની પૂર્વ સંધ્યાએ યોગ…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં ધો-૧૦ અને ધો-૧૨ની પૂરક પરીક્ષા-૨૦૨૪ના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી. (ધોરણ-૧૦), એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આગામી તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં યોજાશે. જે અંતર્ગત પરીક્ષાના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારીની કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચાઓ કરી કલેક્ટરએ પરીક્ષાના સફળ સંચાલન માટે જરૂરી સૂચનાઓ આપી હતી અને ખાસ અંતરિયાળ ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને એસ.ટી. બસની પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા માર્ગદર્શન આપ્યું…
Read More