હિન્દ ન્યુઝ, મહિસાગર બાળલગ્નમા સામેલ ગોરમહારાજ, રસોયા, મડંપ ડેકોરેશન,ફોટોગ્રાફર સામે પણ કાર્યવાહી કરાશે આયોજકોએ લગ્નગ્રંથિથી જોડાનારની જન્મ તારીખના દાખલાની ખરાઇ કરાવવી પડશે. મહિસાગર જિલ્લામાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને તેમાય ખાસ કરીને અખાત્રીજ (અક્ષયતૃતિયા)ના દિવસને લગ્ન માટે શુભ માનવામાં આવે છે જેથી મહિસાગરમાં બાળલગ્ન ન થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામા આવનાર છે આ પ્રકારના બાળલગ્નોમાં સામેલ થનાર ગોરમહારાજ, રસોયા, મડંપ ડેકોરેશન, ડી.જે, બેન્ડબાજા વાળા, ફોટોગ્રાફર સહિતનાઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધીકારીએ જણાવ્યું કે, સમુહલગ્નનાં આયોજકો તથા…
Read MoreMonth: May 2024
જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ
હિન્દ ન્યુઝ, જામનગર ૧૨-જામનગર લોકસભા બેઠક પર તા.7 મે ના રોજ યોજવામાં આવેલ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ છે. 12-જામનગર લોકસભા બેઠક પર કુલ 57.67% મતદાન નોંધાયું છે. દિવસભરનું જોવામાં આવે તો સવારે 7:00 થી 9:00 દરમિયાન 8.88%, 7:00 થી 11:00 દરમિયાન 20.85%, 7:00 થી 1:00 દરમિયાન 34.62%, 7:00 થી 3:00 વાગ્યા દરમિયાન 42.52%, 7:00 થી 5:00 દરમિયાન 52.36% મતદાન નોંધાયું હતું.
Read Moreશાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂંટણી પ્રક્રિયા
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. મુખ્ય નિર્વાચન અધિકારીએ ઉમેર્યું હતું કે, રાજયના 25 સંસદીય…
Read Moreબાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત બાળ લગ્નએ કાનૂની અપરાધ છે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુરના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, હાલના દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજોમાં લગ્નો યોજાતા હોય છે. બાળ લગ્નો ન થાય તે માટે સમુહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઇયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને જણાવવામાં આવ્યું છે કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે…
Read Moreજામનગર શહેરનું ૬૦- એ.કે.દોશી મહિલા કોલેજ આદર્શ મતદાન મથક બન્યું લોકોના આકર્ષણનું કેન્દ્ર
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં સવારના ૭ વાગ્યાથી જ લોકો મતદાન કરવા પહોચી રહ્યા છે. ત્યારે ૭૮-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૦-એ.કે.દોશી મહિલા કોલેજ જામનગર ખાતે રામસર સાઇટનો દરરજો ધરાવતા ખીજડીયા પક્ષી અભ્યારણ્યની થીમ પરનું આદર્શ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. આ આદર્શ મતદાન મથક પર ખીજડિયા પક્ષી અભ્યારણ્યના આકર્ષક ફોટાઓ, અહીં જોવા મળતા પક્ષીઓ અને તેમના વિશેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગુજરાતનાં 23 અભ્યારણ્યો પૈકી જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૦૦ થી પણ વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. પ્રવાસન વિભાગ દ્વારા ખીજડીયા ગામને સિલ્વર કેટેગરી અંતર્ગત ‘બેસ્ટ…
Read Moreમહિલાઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું જામનગરની વિશ્વ વિખ્યાત બાંધણીની થીમ આધારિત આદર્શ મતદાન મથક
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં કુલ ૧૨૪૭ મતદાન મથકો છે જે પૈકી સાત મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાંથી ૭૯- જામનગર દક્ષિણ વિધાનસભામાં સમાવિષ્ટ ૩-જામનગર (કૃષ્ણનગર મેઈન રોડ) શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય ખાતે આદર્શ મતદાન મથકમાં જામનગરની પ્રખ્યાત બાંધણીની થીમ રાખવામાં આવી છે. અહીં મતદાન આપવા આવેલા નિર્મળાબેને જણાવ્યું હતું કે, મતદાન મથક ઉપર દીવાલોમાં રંગબેરંગી બાંધણીઓ જોઈને મને ઘણો આનંદ થયો છે. જામનગરનો જુનામાં જૂનો બાંધણી ઉદ્યોગએ જામનગરની આગવી ઓળખ છે. જામનગરની ઘણી મહિલાઓ બાંધણીના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. અને જામનગરની દરેક મહિલાઓ પાસે બાંધણી…
Read More74-લાલપુર આદર્શ મતદાન મથક ખાતે લોકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી છાસ વિતરણનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં મતદાન મથકો ખાતે લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે જે તે સેન્ટર પર છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા, પંખાઓ, ઓઆરએસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે જામનગર જિલ્લાના 74-લાલપુર-4 એલ.એલ.એ. મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ આદર્શ મતદાન મથક ખાતે લોકોને ગરમીથી રાહત મળી રહે તે હેતુથી છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. બપોરના સમયે પણ લોકો મતદાન કરવા પહોંચ્યા છે. અને મત આપવા આવી રહેલ તમામ લોકોને છાસ પીવડાવવામાં આવી રહી છે. તંત્રના આ અભિગમને લોકો પણ આવકારી રહ્યા છે.
Read Moreજામનગરવાસીઓએ મતદાન કર્યું હશે તો હોટલ- રેસ્ટોરન્ટમાં મળશે 10%ડિસ્કાઉન્ટ
હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર ગુજરાતમાં 7 મે સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થશે. ત્યારે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી અનેક મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જામનગર જિલ્લાના લોકો પણ વધું વધુ મતદાન કરે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી બી. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં લોકોને મતદાન અંગે જાગૃત કરવા તેમજ લોકો અવશ્ય મતદાન કરે તે માટે પ્રેરિત કરવાના આશયથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગરના વિવિધ એસોસિએશન અને વેપારીઓ વિવિધ…
Read Moreધ્રોલ, કાલાવડ અને જામનગર શહેરના 350 જેટલા હોમગાર્ડસ જવાનોએ બેલેટ પેપર વડે મતદાન કર્યું
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચુંટણી- 2024 અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા હોમગાર્ડસ કચેરી તેમજ અન્ય કચેરીઓના કર્મયોગીઓને ચુંટણી ફરજ માટે વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન તળે ચુંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીગણ તેમનો કિંમતી મત સમયસર પહોંચાડી શકે તે હેતુથી બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના અનુસંધાને ધ્રોલ, કાલાવડ અને જામનગર શહેરના 350 જેટલા હોમગાર્ડસ સદસ્યોએ બેલેટ પેપર વડે મતદાન કર્યું હતું. જ્યારે બાકીના હોમગાર્ડસ સદસ્યો EDC ના માધ્યમથી…
Read Moreમતદાતા તથા કર્મચારીઓની આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત લોકસભા ચૂંટણી -૨૦૨૪ અન્વયે ગીર સોમનાથ જિલ્લાના મતદાન મથકો પર મતદાન માટે આવનાર મતદાતાઓ તથા ચૂંટણી કામગીરી સાથે જોડાયેલ અધિકારીઓ/ કર્મચારીઓને આરોગ્ય સંબંધી તકલીફ ન પડે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોમાં આરોગ્ય કર્મચારીઓ, આશાબહેનો સહિતની ટીમ તમામ મતદાન મથકો પર પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એડ કીટ સાથે સજ્જ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટાફ દ્રારા મતદાતા તથા કર્મચારીઓની આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર માટે તત્પર છે. તમામ મતદાન મથક પર મેડિકલ ટીમ સાથે કર્મચારીઓ વ્હીકલ સાથે ખડેપગે છે. મતદાતા તથા ચૂંટણીલક્ષી કામગીરીમાં…
Read More