હિન્દ ન્યુઝ, ભાવનગર તા.07 મે, 2024 ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે, જેમાં 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે. પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સહિતના મતદારો માટે રાજ્યના અગ્રણી મીડિયા ગૃપ GTPL અને Virtual Heights દ્વારા ઈલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના હસ્તે આ ઈલેક્શન મેટાવર્સનું CEO કચેરી ખાતે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો સહભાગી થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ…
Read MoreMonth: May 2024
જિલ્લાના મતદારો મહત્તમ મતદાન કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા “બોલો ભાઈ ચુંટણી આવી..”વીડિયો ફિલ્મ તૈયાર કરી મતદાનની અપીલ કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર, જામનગર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓએ “બોલો ભાઈ ચુંટણી આવી..” વીડિયો ફિલ્મ અને મતદાન જાગૃતિ સાથેની સ્લોગન વીડિયો ક્લિપ તૈયાર કરી નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટેની પ્રેરણા આપી હતી. વિડીયોમાં કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે. આ બંન્ને વીડિયોના કાવ્ય અને સ્લોગન જિલ્લા પંચાયત, જામનગરમાં…
Read Moreજી.જી. હોસ્પિટલમાં અમરનાથજીની યાત્રા પર જતા યાત્રીઓની તબીબી તપાસ કરી અપાશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાંથી જે નાગરિકો અમરનાથજીની પવિત્ર યાત્રામાં સામેલ બન્યા હોય, તો તેમનું હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી જણાય છે. તેથી આ તબીબી તપાસ કરાવવા માટે ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ, જામનગર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અનુસાર તમામ યાત્રીઓએ તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ન્યુ કેસ તરીકે કેસ કાર્ડ કઢાવવાનું રહેશે. તેમજ યાત્રીઓએ પોતાનું ફોર્મ સાથે લાવવાનું રહેશે. આ ફોર્મમાં જરૂરી વિગતો ભર્યા બાદ યાત્રીએ તેમનો પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ અને આધારકાર્ડની ઝેરોક્ઝ નકલ સાથે રાખવાની રહેશે. ફોર્મ ફીલ અપ કર્યા બાદ હોસ્પિટલના રૂમ નંબર 3…
Read Moreજામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત “રન ફોર વોટ કેમ્પેઇન-૨૦૨૪” નું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગ લે તે હેતુથી જામનગર જિલ્લામાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે તા.૦૫-૦૫-૨૦૨૪ના રોજ રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોને ભાગ લેવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. ૫ મે ના રોજ સવારે ૭:૦૦ કલાકે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) થી રેલીનું પ્રસ્થાન થશે. ત્યાર બાદ…
Read Moreનોકરી કરતાં દરેક વ્યક્તિની મતદાનના દિવસે સવેતન રજા મંજૂર કરવાની રહેશે
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪, તા.૦૭/૦૫/૨૦૨, મંગળવારના રોજ જે-તે મતવિભાગમાં યોજાનાર છે. ત્યારે જે-તે વિસ્તારની દુકાન કે સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તથા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ટ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ આપવાની અઠવાડિક રજા જો મતદાનના દિવસે ન હોય તો અઠવાડિક રજા બદલી કરીને દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતા દરેક વ્યક્તિની મતદાનના દિવસે રજા મંજુર કરવાની રહેશે. શ્રમયોગી/કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જો કોઈ માલિક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫-બી ની જોગવાઈ વિરૂદ્ધ…
Read Moreમતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ રાખવા અંગેનું જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ તા.૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી જાહેર થતાં જ આણંદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન થાય તથા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો બહોળો ઉપયોગ થનાર છે તેના પર નિયંત્રણ મૂકવા માટે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણ ચૌધરીએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક હુકમ કર્યા છે. આ જાહેરનામાં જણાવ્યા અનુસાર, આણંદ જિલ્લાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા ચૂંટણી પ્રચાર માટે પરવાનગી મેળવી માત્ર…
Read Moreઆણંદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર નિયંત્રણ
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ તા. ૭, મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી જાહેર થતાં જ આણંદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન થાય તે માટે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક હુકમ કર્યા છે. આ જાહેરનામાંમા જણાવ્યા પ્રમાણે ચુંટણી પ્રચારના કામે યોજાતી સભા/સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૬-૦૦ કલાક પહેલાં અને રાત્રીના ૧૦-૦૦ કલાક પછી કરવો નહિ. ચૂંટણી પ્રચારના કામે વાહન ઉપરના સ્ટેટેટીક અથવા માઉન્ટેડ/લગાડેલ ફરતા લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના…
Read Moreઆણંદ લોકસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ લોકસભા મતવિસ્તારના વિવિધ મતવિભાગોમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે ખંભાત તાલુકામાં આવેલા શક્કરપુર ગામ ખાતે સખીમંડળની બહેનો દ્વારા મતદાન જાગૃતિ રેલી કાઢીને મતદાન જાગૃતિનું ગીત રજૂ કરી મતદારોને અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યાં હતાં. બોરસદ નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં “હું અવશ્ય મતદાન કરીશ” સૂત્રની રંગોળી બનાવીને મતદારો દ્વારા અચૂક મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતાં. આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદારોને મતદાનનું…
Read Moreઆણંદ જિલ્લામાં રંગોળી થકી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટાચૂંટણીને ધ્યાને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ અનુસાર સમગ્ર આણંદ સંસદીય મતવિસ્તારમાં મતદારો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરાયા છે. ચૂંટણી એ લોકશશાહીનો સૌથી મોટો ઉત્સવ ગણાવામાં આવી રહ્યો છે. આ ઉત્સવમાં કોઈ પણ જાતિ,ધર્મ કે પ્રાંતના ભેદભાવ વગર મતાધિકાર ધરાવતા નાગરિકો સહભાગી થાય છે. આણંદ જિલ્લાના મતાધિકાર ધરાવતા તમામ નાગરિકો ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય મત આપીને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં…
Read Moreભાવનગર જિલ્લામાં રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અન્વયે ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સ્વિપ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર. કે. મહેતા ના માર્ગદર્શન હેઠળ લોકશાહીના મહાપર્વમાં જનજનને ઉત્સાહપૂર્વક જોડવા માટે અનેકવિધ જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ‘સ્વીપ’ એટલે કે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ નાગરિકોને અવસર લોકશાહીનો, મારો મત મારો અધિકાર ના સૂત્રોની રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવામાં…
Read More