c-VIGILઍપ થકી ચૂંટણી પ્રક્રિયામાં મતદારો બની રહ્યા છે ચૂંટણી પંચના સક્રિય સાથીદાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  VIGIL ઍપ થકી કઈ રીતે કરવામાં આવે છે ફરિયાદોનો નિકાલ? · c-VIGIL ઍપ પર જાગૃત મતદાર દ્વારા ફોટો કે વીડિયો સાથે ફરિયાદ દાખલ કરવામાં આવે છે. (ઍપ દ્વારા ફોટો કે વીડિયો પુરાવા લીધાની ૧૫ મીનિટમાં ફરિયાદની વિગત દાખલ કરવાની રહેશે) · ઍપ્લિકેશન આ ફરિયાદનું યુનિક આઈ-ડી દર્શાવશે · આ ફરિયાદ જિલ્લાના કંટ્રોલ રૂમમાં મળે છે · કંટ્રોલ રૂમથી ફ્લાઈંડ સ્ક્વોર્ડકે સ્ટેટીક સર્વેલન્સ ટીમ જેવા ફિલ્ડ યુનિટને જાણ કરવામાં આવે છે · ફિલ્ડ યુનિટ ફરિયાદ અંગેની તપાસનો ઑનલાઈન રિપોર્ટ ફાઈલ કરે છે · આ રિપોર્ટ રિટર્નિંગ ઑફિસરને…

Read More

સન સ્ટ્રોક (લૂ) થી બચવાના આરોગ્યલક્ષી સૂચનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ   રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હાલના ધોમધખતા ઉનાળામાં હીટ વેવથી બચવા માટે, નાગરિકો દ્વારા કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાશે. માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુ:ખાવો, શરીરનું તાપમાન વધવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે. હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું. આખુ શરીર અને માથું ઢંકાય…

Read More

ગુજકેટ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધનાની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની દેખરેખ હેઠળ જિલ્લામાં કોમન પ્રવેશ પરીક્ષા, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તેમજ જ્ઞાનસાધનાની વિવિધ પરીક્ષાઓ તટસ્થ અને શાંત વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. ૩૦-૦૩-૨૦૨૪ના રોજ ૫૭ પરીક્ષા સ્થળો ઉપર ધો.પમાં અભ્યાસ કરતાં ૧૫,૩૫૩ વિદ્યાર્થીઓની કોમન પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. તદુપરાંત બપોરે ૩.૦૦ વાગ્યે ૫૪ પરીક્ષાસ્થળો ઉપર ધો.૮માં અભ્યાસ કરતાં ૧૩,૩૪૬ વિદ્યાર્થીઓની મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે પરીક્ષા યોજાઈ હતી. ઉપરાંત ૦૯ પરીક્ષાસ્થળો અને ૯૫ બ્લોક પર ત્રણ તબક્કાઓમાં ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર…

Read More

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત મતદાન અને મત ગણતરીની કામગીરી માટે પત્રકારોએ પાસ મેળવવા બાબત

હિન્દ ન્યુઝ, જામનગર       આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાના૨ છે. જે સંદર્ભે મતદાન મથક તથા મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટે પત્રકારો/પ્રસાર માધ્યમના પ્રતિનિધિઓને કવરેજ પાસ આપવામાં આવશે. કવરેજ પાસ મેળવવા ઇચ્છતા મીડિયાકર્મીઓ નીચેની લિંક ૫૨ અથવા કયુ.આ૨.કોડ સ્કેન કરીને તા. ૨ એપ્રિલથી તા.૪ એપ્રિલ ૨૦૨૪ દરમિયાન જ અરજી કરી શકશે https://chunavsetu.gujarat.gov.in/AuthorityLetter અગત્યની માર્ગદર્શિકા ઇલેક્ટ્રોનિક મીડિયા માટે એક કાઉન્ટિંગ સેન્ટ૨ માટે એક ચેનલને વધુમાં વધુ બે જ અધિકા૨ પત્ર આપવામાં આવશે અને દરેક વ્યક્તિએ વ્યક્તિગત અધિકારપત્ર મેળવવાનું રહેશે. પ્રિન્ટ મીડિયા માટે એક કાઉન્ટિંગ સેન્ટર પર એક એજન્સી/વર્તમાનપત્રને એક…

Read More