આણંદ જિલ્લામાં માઈક સીસ્ટમ/વાજીંત્ર લે-વેચ કરનારે તેના ઉપયોગ કરતા સમયે સાઉન્ડલીમીટર લગાડવાનું રહેશે

હિન્દ ન્યુઝ, આણંદ       આણંદ જિલ્લામાં કોઈ પણ પ્રકારની શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ અને સલામતિ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માઈક સીસ્ટમ થકી થતાં અવાજના પદૂષણને અટકાવવા અંગે કેટલાક પ્રતિબંધો દર્શાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં અન્વયે માઈક સીસ્ટમ ભાડે આપનાર માલિક/ભાગીદાર, સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજર સમગ્ર આણંદ જિલ્લાના હુકમતના વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાકોની પાસે નજીકમાં આવેલ…

Read More

આણંદ જિલ્લામાં પ્રત્યેક વિધાનસભા દીઠ એક દિવ્યાંગ સંચાલિત પોલિંગ સ્ટેશન તૈયાર કરાશે

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી મે માસમાં તારીખ ૭ મી ના રોજ આણંદ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે સાથે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આણંદ જિલ્લાની લોકસભા સામાન્ય ચુંટણી માટે જિલ્લાની પ્રત્યેક વિધાનસભા દીઠ ૧ દિવ્યાંગ સંચાલિત પોલિંગ સ્ટેશન બનાવવાનું છે. તે અંતર્ગત આણંદ જિલ્લાની ૭ વિધાનસભામાં કુલ મળી ૭ દિવ્યાંગ સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં તૈયાર કરવામાં આવનાર વિધાનસભા દીઠ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકની વાત કરીએ તો, ૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં ૧૧૮-ખંભાત ખાતે…

Read More

આવકવેરા હેઠળ જુનો વિકલ્પ સ્વીકારવા માંગતા પેન્શનરોએ તા. ૧૫ એપ્રિલ સુધીમાં લેખિતમાં જાણ કરવી

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદ જિલ્લા તિજોરી અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા જે કોઈ પેન્શનરોની આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ની પેન્શનની આવક કરપાત્ર થતી હોય, તેવા પેન્શનરો પૈકિ જે પેન્શનરો આવકવેરા કાયદા હેઠળ આપવામાં આવતી ન્યુ રેજીમ અને ઓલ્ડ રેજીમ (નવો વિકલ્પ અને જુનો વિકલ્પ) પૈકી ઓલ્ડ રેજીમનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ ઓલ્ડ રેજીમ સ્વીકારવા બાબતનું બાંહેધરી ફોર્મ અને આવકવેરા અંતર્ગત બાદ મળવાપાત્ર રોકાણો/ સંભવિત રોકાણોની બાંહેધરી અંગેની વિગતો જિલ્લા તિજોરી કચેરી ખાતે તા.૧૫/૦૪/૨૦૨૪ સુધીમાં લેખિતમાં આપવાની રહેશે. જે પેન્શનરોએ સંભવિત રોકાણોની બાંહેધરી આપેલ…

Read More

આણંદ જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન કરે તે માટે રોટરી ક્લબ મતદાર જાગૃતિ અભિયાનમાં સહભાગી બનશે

હિન્દ ન્યુઝ, આણંદ   ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની તારીખો જાહેર થતાંની સાથે જ આ ચુંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી મતદાન જાગૃતિ અન્વયે વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યાં છે. જે અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ આણંદ લોકસભા મતદાર વિભાગના તમામ મતદારો મહત્તમ મતદાન કરે અને શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં પણ મતદાન કરવા માટે જાગૃતતા આવે તે માટે રોટરી ક્લબ, આણંદ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.  જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય અને છેક ગ્રામ્ય વિસ્તારના લોકોમાં મતદાન કરવા…

Read More

આણંદ જિલ્લાના મતદારોને મતદાન કરવાની અપીલ કરતા જિલ્લાના દિવ્યાંગ કક્ષાના ડિસ્ટ્રીક્ટ આઇકોન સમીમબેન વહોરા

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ    ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં મતદાતાઓને મતદાન અંગે જાગૃત કરવા અને લોકશાહીના પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આણંદના જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.         જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદ જિલ્લાના મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બની અચૂક મતદાન કરે અને જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવા આણંદ…

Read More

ચેરિટીતંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી ઈણાજ ખાતે નવા બિલ્ડીંગમાં કાર્યરત કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લાની ચેરિટીતંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં, વેરાવળ તાલાળા રોડ ઈણાજ ખાતે નવા બિલ્ડીંગમાં કાર્યરત થઈ છે. જેથી ગીર સોમનાથ જિલ્લામાં સમાવેશ થતાં સાર્વજનીક ટ્રસ્ટો તથા સખાવતી મંડળીઓનાં ટ્રસ્ટીઓને ટ્રસ્ટ અંગેની કામગીરી જેવી કે, નવા ટ્રસ્ટની નોંધણી કરાવવી, ફેરફાર રિપોર્ટ રજૂ કરવા, જૂના સર્ટિફિકેટ જમા કરાવી નવા સર્ટિફિકેટ મેળવવા તથા ઓડિટેડ હિસાબો રજૂ કરવા, ફાળો ભરવા વગેરેની કામગીરી માટે તથા જાહેર જનતા જોગ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં, વેરાવળ-તાલાળા રોડ, ઈણાજ, તા. વેરાવળ, જી. ગીર સોમનાથના સરનામે રાબેતા મુજબ…

Read More

સોમનાથ મંદિર પાસે થયેલા ૧૦૦ જેટલા દબાણો દૂર કરતું તંત્ર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વિકાસકાર્યો તથા શિવરાત્રિને લઈને સુરક્ષાને ધ્યાને લેતા કરવામાં આવેલા બેરિકેડિંગ તથા દિવાલને કારણે સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓને ગ્રાહકો મળવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતે શોપિંગ સેન્ટરના વેપારીઓએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સોમનાથ ટ્રસ્ટને રજૂઆત કરી હતી.             સ્થાનિક વેપારીઓની આ રજૂઆતને ધ્યાનમાં લઈને કલેક્ટરએ વેરાવળ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ૧૦ સભ્યોની સમિતિની રચના કરી હતી. જેમાં સોમનાથ સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પ્રભાસપાટણ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વેરાવળ, મામલતદાર, વેરાવળ શહેર, સોમનાથ…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં પરવાનગી વિના સભા, સરઘસ કે રેલી કાઢવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા આદર્શ આચારસંહિતા જળવાઈ રહે તે માટે કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી હોઈ છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અનિલ ધામેલિયાએ તેમને મળેલ સત્તાની રૂએ તા. ૧૪/૦૪/૨૦૨૪ સુધી જિલ્લામાં કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. જે અન્વયે સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કરતાં વધુ વ્યક્તિઓના ભેગા થવા…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં SVEEP(સ્વીપ) કોર કમિટીના સભ્યો તથા નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર  આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે SVEEP (સિસ્ટમેટિક વોટર્સ એજેયુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન) કોર કમિટીના સભ્યો તથા જિલ્લાના નોડલ અધિકારીઓ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્વીપ કમિટીના સભ્યોએ ચૂંટણી અંગેની કરેલી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી તેમજ નવા મતદારો, દિવ્યાંગ મતદારો, માઈગ્રેટ મતદારો, ખાનગી સંસ્થાઓમાં કરી કરતા મતદારો વધુ જાગૃત બને અને મતદાન મથકોએ પૂરતી સગવડતા મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી આર. કે. મહેતાએ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા…

Read More

ભાવનગર રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકની નવી કચેરી ખાતે કાર્યરત

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર પોલીસ મહાનિરીક્ષકની નવી કચેરીનું તા.૦૯/૦૩/૨૦૨૪ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેથી આ કચેરી એસ.બી.આઈ બેન્કની બાજુમાં કાળનાળા સર્કલ, ભાવનગર ખાતે કાર્યરત કરવામાં આવી હોવાથી હવે પછી તમામ કચેરીઓને અને જાહેરજનતાઓને જાણ થવાની સાથે આ કચેરીના તમામ પત્રવ્યવહાર તેમજ અન્ય કામગીરી ઉક્ત સરનામે કરવાની રહેશે તેમ, પોલીસ મહાનિરીક્ષકની કચેરીના ઈન્ચાર્જ અધિક્ષક ડી. ટી. ચૌહાણની અખબારી યાદીમાં જણાવાયું છે.

Read More