હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગના તા.16/03/2024 ના ઠરાવ અન્વયે સામર્થ્ય સંસ્થાન પ્રકલ્પ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના તાબા હેઠળની 14 સરકારી યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંસ્થા/ કોલેજોમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન એજ્યુકેશન, કાયદા તથા અન્ય વિદ્યા શાખામાં સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી. કક્ષાના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) ની રચના કરવામાં આવી છે. જે અન્વયે આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 થી ફરજિયાત GCAS પોર્ટલ મારફતે જ રેગ્યુલર તથા એક્સટર્નલ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરાવીને પોર્ટલ પર કરવાની થતી કામગીરીના તબક્કા મુજબ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત…
Read MoreMonth: April 2024
છોટાઉદેપુર જિલ્લાના ૧૮ પરીક્ષા કેન્દ્રો પર તા. ૭ મી એપ્રિલના રોજ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા. ૦૭/૦૪/૨૦૨૩ના રોજ સવારે ૧૦-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમિયાન નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS 2023-24) યોજાનાર છે. જે અંતર્ગત બોડેલી તાલુકાના ૮૨૨ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી, છોટાઉદેપુર તાલુકાના ૧,૨૧૯ પરિક્ષાર્થીઓ ૪ કેન્દ્રો પરથી, પાવીજેતપુર તાલુકાના ૯૧૦ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી, કવાંટ તાલુકાના ૮૯૨ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી, નસવાડી તાલુકાના ૬૦૦ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી તથા સંખેડા તાલુકાના ૩૯૧ પરિક્ષાર્થીઓ ૨ કેન્દ્રો પરથી પરીક્ષા આપશે. આમ, જિલ્લાના કુલ ૧૮ પરીક્ષા કેન્દ્રો પરથી ૪,૮૩૪ પરિક્ષાર્થીઓ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા આપનાર…
Read Moreજિલ્લાની ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શ્રમજીવીઓ પણ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય એ માટે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ., ઈન્ડીયન રેયોન, કેસ્ટલરોક ફિશરિઝ લિ., મમતા કોલ્ડ સ્ટોરેજ અને વનિતા ફૂડસ કંપની જેવી જિલ્લાની ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓમાં લેબર ઓફિસર તથા ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર દ્વારા શ્રમયોગીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમમાં શ્રમયોગીઓને મતદાનના દિવસે કર્મચારીઓને મળતી રજા તેમજ મતદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લેબર ઓફિસર દ્વારા શ્રમયોગીઓને ખાસ અનુરોધ…
Read Moreઘુંસિયાના ૮૫ વર્ષના વૃદ્વ દેવજીભાઈ ભલાણીએ લોકોને મતદાન કરવાની કરી અપીલ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ગીર-સોમનાથ જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન કરવા તરફ પ્રોત્સાહિત થાય અને સંવેદનશીલ વિસ્તારમાં મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે સવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઘુંસિયા ગામની મુલાકાત લીધી તે વખતે ગામના ૮૫ વર્ષના વયોવૃદ્વ મતદાતા દેવજીભાઈ ધરમશીભાઈ ભલાણીએ લોકોને મતદાન કરવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, હું તો મતદાનના દિવસે મારા મતાધિકારનો ઉપયોગ કરીશ જ આપ પણ તેનો ઉપયોગ કરજો. દેવજીભાઈએ લોકોને મતદાનની અપીલ કરતા કહ્યું હતું કે, સમાજના યુવાઓ વયોવૃધ્ધ સહિતના લોકોએ મતદાન…
Read Moreજિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ નિર્ભયતાપૂર્વક લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લાના સંવેદનશીલ બુથોની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સતત બીજા દિવસે લોકસભાની આગામી ચૂંટણી નિર્ભયતાપૂર્વક અને મુક્ત તથા ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાના વિવિધ ગામોના સંવેદનશીલ બુથ અને મહિલા મતદાતાઓની ટકાવારી ઓછી ધરાવતા ગામોની મુલાકાત લીધી હતી. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિવિધ ગામોના સંવેદનશીલ મતદાન મથકો અને મહિલાઓના ઓછા મતદાન ધરાવતા ગામોમાં મુલાકાત લઈને લોકો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, લોકો ધર્મ, વંશ, જ્ઞાતી, જાતી, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વિના નિર્ભયતાપૂર્વક મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરીને જોડાય તે…
Read Moreરાજકોટ ખાતે ભવ્ય “પત્રકાર રત્ન એવોર્ડ – 2024” કાર્યક્રમ યોજાશે
📜 “પત્રકાર રત્ન એવોર્ડ – 2024 💫 ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન‘ – ટ્રસ્ટ (‘સારા’ એસોસિયેશન) દ્વારા તા. 25-07-2024 ના રાજકોટ ખાતે ભવ્ય ‘પત્રકાર રત્ન એવોર્ડ‘ અને પત્રકાર સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. 💫 દૈનિક, સાપ્તાહિક, પખવાડિક, માસિક ન્યુઝ પેપરનાં અને ન્યુઝ પોર્ટલ તથા ન્યુઝ ચેનલોનાં તંત્રીશ્રીઓ તથા પત્રકારો આ ‘પત્રકાર રત્ન એવોર્ડ’ માટે પોતાનાં નામની નોંધણી કરાવી શકે છે. 💫 અમારા દ્વારા ‘પત્રકાર રત્ન એવોર્ડ‘ માટે બહાર ગામથી રાજકોટ ખાતે પધારતા પત્રકારો અને તેમની સાથે આવનાર એક(1) વ્યક્તિ માટે આગલા દિવસે રાજકોટ ખાતે 🏡હોટલમાં રાત્રી રોકાણ અને જમવાની વ્યવસ્થા પણ રાખવામાં…
Read Moreમહીસાગર જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બનવા વ્યાજબી ભાવની દુકાનોના વેપારીઓના સંગઠન તથા જિલ્લાની ગેસ એજન્સીઓના સંગઠન સાથે MOU કરવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, મહીસાગર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મહીસાગર જિલ્લાના મતદારો ચૂંટણીમાં ઉત્સાહ પૂર્વક જોડાય અને મતદાનની ટકાવારી વધે તે હેતુસર જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર શ્રીમતી નેહા કુમારી દ્વારા મહીસાગર જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનોના વેપારીઓના સંગઠન તથા જિલ્લાની ગેસ એજન્સીઓના સંગઠન સાથે MOU કરવામાં આવ્યા. જેમાં સંસ્થાના કર્મચારીઓ તથા ગ્રાહકોનું મતદાર યાદીમાં ૧૦૦% રજીસ્ટ્રેશન તથા કર્મચારીઓ અને ગ્રાહકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા મતદાર જાગૃતિમાં સહભાગી થવા MOU કરવામાં આવ્યા. આ MOU થી મહીસાગર જિલ્લાની ૩૨૨ વ્યાજબી ભાવની દુકાનો તથા તેના ૧.૪૯ લાખ ગ્રાહકો અને જિલ્લાની ૧૪ ગેસ એજન્સીઓ તથા…
Read Moreઆણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન
હિન્દ ન્યુઝ, આણંદ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ જાહેર થતાં ચુંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યાં છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ આવે તથા છેલ્લી ચૂંટણીમાં જે મતદાન મથકો ખાતે ઓછું મતદાન થયું છે તેવા વિસ્તારોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીની સ્વીપ કાર્યક્રમ એટલે કે જિલ્લામાં મતદારોમાં જાગૃતિ…
Read Moreસોજીત્રા મત વિભાગના આદર્શ મતદાન મથક લિંબાલીની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી
લોકસભા સામાન્ય ચૂંટણી:૨૦૨૪: આણંદ જિલ્લો હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં વધારેમાં વધારે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અથાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ‘’know Your Polling Booth’’ થીમ અંતર્ગત ૧૧૪-સોજીત્રા મતવિભાગના લિંબાલી આદર્શ મતદાન મથકની મુલાકાત લીધી હતી. લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત દેશના નાગરિકો મહત્તમ મતદાન કરે અને મતદાન મથકો…
Read More૧૯૫૭ ની લોકસભાની બીજી સામાન્ય ચૂંટણી : બોમ્બે રાજ્યની બેઠકોમાં થયો વધારો
૧૯૫૭ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખા જોખા હિન્દ ન્યુઝ, આણંદ સમગ્ર ભારતમાં ૧૯૫૭ ના વર્ષમાં લોકસભાની બીજી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વિવિધ રાજ્યોની સાથે બોમ્બે રાજ્યની બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાઈ હતી. બોમ્બે રાજ્યમાં આવેલા ૫૮ મતવિસ્તારોમાં લોકસભાની આ ચૂંટણી અંતર્ગત ૨૬૪ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. જે પૈકી ૯૮ ઉમેદવારી પત્ર રદ્દ થતા ૧૬૬ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. આઝાદી બાદની આ બીજી લોકસભાની ચૂંટણી અન્વયેનું મતદાન તા. ૨૫-૨-૧૯૫૭ ના રોજ થયું હતું. મતદાન બાદ આવેલા પરિણામમાં બોમ્બે રાજ્યના તમામ મતદાર વિભાગોના કુલ મળી ૨૪ ઉમેદવારોએ…
Read More