ખેતપેદાશોને સલામત સ્થળે ખસેડી લેવા અનુરોધ
હિન્દ ન્યુઝ, ભુજ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી તા. ૦૯/૦૩/૨૦૨૩ ના રોજ મળેલ સંદેશ આધારે અને તા. ૦૯/૦૩/૨૦૨૩ ની હવામાન વિભાગ ની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે. વાદળછાયું વાતાવરણ વચ્ચે આગામી તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ દિન-૧ દરમિયાન છુટા છવાયા વરસાદની આગાહી હોઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત એ.પી.એમ.સી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત-જણસોના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત-જણસોના જથ્થાને કોઈ નુકશાન ન થાય તે માટે સાવચેતીના પગલા લેવા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.તેવું નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.