વાજપાય બેંકેબલ યોજના થકી ચંદનબેન અને રાજેશભાઈના સુખના દિવસો શરુ, આર્થિક મુંજવણ થઈ દુર

હિન્દ ન્યુઝ, મહીસાગર

        ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના યુવાન-યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે તે માટે શ્રી બાજપાઈ બે‍ન્‍કેબલ યોજના તેઓને લોન સ્પરુપે પ્રોત્સાહન આપે છે. યોજનાનો મુખ્ય ઉદેશ્ય નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તેવો છે. VBY યોજના હેઠળ જરુરિયાતમંદને ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે લોન અને તેના પર સબસીડી પણ મળવાપાત્ર છે. આજે ગુજરાત સરકારના સકારાત્મક અને ત્વરિત નિર્ણયના અભિગમને કારણે સમગ્ર રાજ્યમાંથી અનેક લોકોએ આ યોજનાનો લાભ લીધો છે અને અલગ-અલગ ક્ષેત્રે સફળતાના શિખરો સર કર્યા છે.

મહીસાગર જિલ્લામાં આવેલ પટ્ટણ ગામના વતની અને વાજપેય બેંકેબલ યોજનાના લાભાર્થી ચંદનબેનના પરીવાર સાથે વાત કરતા તેમના પતિ રાજેશભાઈ માછી એ જણાવ્યું કે, તેઓ વર્ષોથી ખેતી વ્યવસાય સાથે સંકળાયેલ છે, પેલા બાપદાદાના સમયમાં તો જમીન વધારે હતી અને આર્થિક જરુરિયાતો ટુંકી હોવાથી ઘર ખર્ચ નીકળી જતો અને જીવન રુપી ગાડી ચાલ્યા કરતી, પરંતુ આજે જમીનના ભાઈએ ભાગ પડતા ટુંકી જમીન અને જરુરિયાતોમાં થયેલ વધારો સાથે સાથે બાળકોને ભણાવવાની એક જવાબદારી આ દરેક બાબતોને કારણે આજે માત્ર કૃષિના સહારે ઘર પણ ચલાવવું મુશ્કેલ છે. મને કે મારી પત્નીને કોઈ બીજી કળા કે કામ આવડતું ન હોવાને કારણે અમારી પાસે આર્થિક ઉપાર્જનનો કોઈ અન્ય રસ્તો ન હતો.

    તમને આ પશુપાલન કરવાનો વિચાર ક્યાંથી આવ્યો એવો સવાલ પુછતાં તેઓએ જણાવ્યું કે આમ અમારું મુખ્ય કામ ખેતી પરંતુ લગભગ તેમને યાદ છે એટલા વર્ષોથી ઘરનું દુધ અને દુધની બનાવટો સસ્તી અને સારી મળી રહે તે અર્થે ખેતી સાથે ગાય-ભેંસ પાળી તેમનું જતન તેમના પરિવારમાં થતું આવ્યું છે, પેલું કહેવાય ને જરુરિયાત જ કોઈ શોધનું મુળ છે તેમ અમારી બગડતી જતી આર્થિક પરિસ્થિતને પહોંચી વળવા રાત-દિવસ કંઈક કરવું પડશે તેવા વિચારો આવ્યા કરે, ઘણાને કોઈ ધંધો બતાવવા કહ્યું પણ જે જાણવા મને એમાં અમને કશી ખબરના પડે, જો સમજ પડે તો એના માટે રોકાણ કરવા પૈસા ક્યાંથી લાવવા.આમ અંતે વિચાર-વિમર્શ બાદ એક દિવસ પત્ની સાથે બેઠો હતો અને તેમણે થોડી ગાય-ભેંસ લાવો તો આપણે બંને તેમની દેખભાળ રાખી આર્થિક ઉપાર્જન કરી શકીએ તેવી વાત મુકી. પત્નીની વાત ગમી પરંતું પશુ લાવવા માટે રુપિયા ક્યાંથી લાવવા એ પ્રશ્ન યથાવત રહ્યો અંતે ગામમાં જ એક દુરના સગાએ શ્રી બાજપાઈ બેન્કેબલ યોજનાની વાત કાઢી અને મને વાતમાં રસ પડતા તેમના વિશે અન્યોને પુછતાછ કરતા જાણકારી મેળવી. ત્યાર બાદ બેંકમાં જઇ પુછતાછ કરતાં તેમણે પ્રકિયા સમજાવી અને ઓનલાઈન ફોર્મ ભરવા જણાવ્યું, મારી પત્નીના નામે અમે આ યોજના માટે સંપુર્ણ પ્રકિયા પુર્ણ કરતા સરકાર તરફથી પશુપાલન માટે ત્રણ લાખની લોન આપવામાં આવી જેમાં એક લાખ પચીસ હજાર સરકાર તરફથી સહાય આપવામાં આવી અને બાકીની રકમ અમે હપ્તેથી ચુકવી દીધી.

રાજેશભાઈ વધુમાં જણાવતાં કહે છે કે, તેઓ આ સહાયની રકમથી ચાર ભેંશ અને બે ગાય લાવ્યા, જેમાંથી અત્યારે એક ભેંશ અને એક ગાય દુજે છે જેનું દુધ ડેરીમાં ભરાવી આજે અમે મહિનામાં ૧૫ થી ૨૦ હજાર જેટલી આવક આમાંથી મળી રહે છે અને સાથે સાથે ખાવા માટે ઘરના શુધ્ધ ઘી-દુઘ પણ મળી રહે છે. આમ, આજે ખેતી સાથે સાથે પશુપાલન કરતા અમારી પરિસ્થિતીમાં સુધારો થયો છે આજે અમે અમારા કુટુંબમાં અન્યોને પણ આ યોજનાનો લાભ લેવા જણાવીએ છીએ તથા રાજ્ય સરકારનો ખાસ આભાર માનીએ છીએ કે, અમારા જેવા માનવીનું તેમણે વિચારી આ યોજનાનું સુદ્રઢ અમલીકરણ કરાવ્યું.

શ્રી બાજપાઈ બેન્કેબલ યોજનાના લાભ લેવા માટે જરુરી પાત્રતાઃ-
૧૮થી ૬૫ વર્ષ અને શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ ધોરણ-૪(ચાર) પાસ
વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઈએ અથવા વારસાગત કારીગર હોવા જોઈએ.

બેંક મારફત લોનધિરાણની મહત્તમ મર્યાદા:
* ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ૮ લાખ.
* સેવાક્ષેત્ર માટે મહત્તમ ૬ લાખ.
* વેપાર ક્ષેત્ર માટે ૩ લાખ.

ધિરાણની રકમ ઉપર સહાયના દર:

આ યોજના હેઠળ ગ્રામ્ય ક્ષેત્રે સહાયના દર જનરલ કેટેગરી માટે 25 ટકા જ્યારે અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિ /માજી સૈનિક/મહિલા/40% કે તેથી વધુ અંધ કે અપંગ માટે 40 ટકા જ્યારે શહેરી માટે ઉપરોક્ત જણાવ્યા મુજબ અનુક્રમે જનરલ કેટેગરી માટે 20 ટકા અને અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિ /માજી સૈનિક/મહિલા/40% કે તેથી વધુ અંધ કે અપંગ માટે 30 ટકા છે. આ યોજના અંત્રગર્ત ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે મહત્તમ સહાય અનુક્રમે રુપિયા 1,25,000 તથા 1,00,000 અને વેપાર ક્ષેત્રે જનરલ કેટેગરી શહેરી માટે 60,000 તથા ગ્રામ્ય માટે 75,000 જ્યારે રિઝર્વ કેટેગરી શહેરી અને ગ્રામ્ય બંને માટે 80,000 રુપિયા, અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઈ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય રુપિયા 1,25,000 છે. અરજદાર નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે, સુચિત ધંધા માટે કેબિન-ફર્નિચર બનાવવા, સાધન ઓજાર અને મશીનરી ખરીદવા, ઈલેક્ટ્રીફિકેશન કરવા ,વર્કિંગ કેપીટલ માટે પૈકી કોઈ પણ માટે આ યોજના હેઠળલોન મેળવી શકે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારની તમામ અરજીઓ માટે જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહેશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કુટિર ઉદ્યોગ શરૂ કરવા ૫૦,૦૦૦ની લોન મેળવવા માટે તાલુકા કક્ષાના વિકાસ અધિકારીને તથા ૧,૦૦,૦૦૦ સુધી પ્રોજેક્ટ અધિકારી વર્ગ-૧ ને પણ સત્તા આપવામાં આવેલ છે.

રિપોર્ટર : સલમાન મોરાવાલા, સંતરામપુર

Related posts

Leave a Comment