હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કોડીનાર તાલુકાના શેઢાયા ગામ મુકામે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ વિકાસની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળી હતી.આ કાર્યક્રમમાં ધારાસભ્ય કોડીનાર ડો.પ્રદ્યુમન વાંજા, કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, તાલુકા પંચાયત કોડીનારના પ્રમુખ જીતુભાઈ પરમાર, સભ્યો, મહાનુભાવો, શેઢાયા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read MoreDay: December 29, 2023
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ગારિયાધાર હેલિપેડ ખાતે ભાવભર્યું સ્વાગત
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ભાવનગર જિલ્લાનાં ગારિયાધાર તાલુકાનાં પરવડીમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ શિબિર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગારિયાધાર હેલિપેડ ખાતે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રુપાલા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યુ હતુ. રાજ્યપાલનાં સ્વાગતમાં કલેકટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, પાલિતાણાના પ્રાંત અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, આગેવાન પ્રવીણભાઈ ખેની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી, ગૌસંવર્ધન અને જળસિંચનનાં ત્રણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ખાતે આજે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી, ગૌસંવર્ધન અને જળસિંચનના ત્રણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ થશે તો જમીનોમાં અળસિયા સહિતના સૂક્ષ્મ જીવો આપોઆપ વધશે. જેનાથી પ્રાકૃતિક કૃષિ તો થશે જ અને પ્રાકૃતિક રીતે જળસંચય પણ થશે. આમ, પ્રાકૃતિક ખેતીથી ત્રણ બાબતોમાં સફળતા મળશે. માધવ ગૌધામ અને પરવડી જલક્રાંતિ અભિયાન દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે, ચારેક દાયકા પહેલાં જ્યારે…
Read Moreભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૨૯ ડિસેમ્બરનાં રોજ ફરશે
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નાં રથો ગામે ગામ ફરી રહ્યા છે. જેમાં આવતીકાલે તા.૨૯/૧૨/૨૦૨૩ નાં તળાજા તાલુકામાં તાઢાવડ અને દાત્રડ, મહુવા તાલુકામાં ખડસલીયા અને કોંજળી, જેસર તાલુકામાં ચોક (ચોકીયાપાટી) અને મુદાકીધાર, શિહોર તાલુકામાં ટાણા તેમજ પાલિતાણા તાલુકામાં પાંચ પીપળા અને ચોંડા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગારીયાધારના પરવડી ખાતે માધવ ગૌધામની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ભાવનગર ગારીયાધાર તાલુકાના પરવડી ખાતે આવેલી માધવ ગૌધામ ગૌશાળાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી અને રાજ્યપાલએ ગૌશાળાની કામગીરીની સરાહના કરી હતી.
Read More