હિન્દ ન્યુઝ, બોટદ રાજ્યનાં જળ સંપત્તિ અને પાણી પૂરવઠા, અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ આજરોજ બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાના નાવડા ખાતે પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મંત્રીએ નાવડા ખાતે સ્થિત પંપિંગ સ્ટેશન તેમજ અન્ય નિર્માણાધિન બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના સ્થળની પણ મુલાકાત લઈ તમામ કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના અધિકારીઓ પાસેથી આ કાર્ય કેટલા સમયમાં પૂર્ણ થશે તેમજ ઉનાળામાં આ વિસ્તારમાં પાણી વિતરણની ક્યાં પ્રકારની વ્યવસ્થા છે તે બાબતે પણ જાણકારી મેળવી હતી. આ તકે નાવડાનાં સ્થાનિક આગેવાનોએ કેબિનેટ મંત્રીનું ફુલહાર…
Read MoreMonth: December 2022
આઈ.ટી.આઈ-રાણપુર ખાતે વિદેશમાં પ્રાપ્ત રોજગારી અને ઉચ્ચ અભ્યાસની માહિતીના માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન
હિન્દ ન્યુઝ, બોટાદ આઈ.ટી.આઈ-રાણપુર ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા આઈ.ટી.આઈ-રાણપુરના સંયુક્ત ઉપક્રમે વિદેશમાં પ્રાપ્ત રોજગારી અને ઉચ્ચ અભ્યાસની માહિતીને લગતા માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ઓવરસીઝ વિભાગ, રાજકોટના કાઉન્સેલર હાર્દિક મહેતા દ્વારા વિધાર્થીઓને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આઈ.ટી.આઈ-રાણપુર સંસ્થાના આચાર્યય ,સ્ટાફના સભ્યઓ અને રોજગાર કચેરીના સ્ટાફના સભ્યશ્રીઓ દ્વારા સેમિનારનું સંચાલન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreક્રિસમસના તહેવારોમાં કેક – પેસ્ટ્રી, ઠંડા-પીણાં વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ
ક્રિસમસના તહેવારોમાં કેક – પેસ્ટ્રી, ઠંડા-પીણાં વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં આવેલ કેક અને બેકરી પ્રોડક્ટસનું ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ જેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં એક્સપાયરી થયેલ બેકરી પ્રોડક્ટસનો કુલ ૮ kg. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ સ્થળ પર ૧૦ પેઢીને પેરિસેબલ બેકરી પ્રોડક્ટ પર યુઝ બાય ડેટ દર્શાવવા, હાઇજિનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નીચે મુજબની વિગતે ચકાસણી કરવા…
Read Moreવેરાવળમાં મહિલાલક્ષી કાયદાઓ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ, નિવારણ) અધિનિયમ-2013 અંતર્ગત ખારવા સમાજ વાડી વેરાવળ ખાતે જાગૃતી સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નારી અદાલત, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ૧૮૧ અભયમ્ વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી વિશેના કાયદાઓની સંપૂર્ણ માહિતી તેમજ પીબીએસસી સેન્ટર, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરેની તમામ માહિતી આપવા ઉપરાંત જિલ્લા અને તાલુકા કાનુની સેવા સત્તા મંડળ સીડીપીઓશ્રી વેરાવળ દ્વારા માહિતી આપી ઉપસ્થિત તમામ મહિલાઓએ…
Read Moreકોડિનારમાં યોજાયો વિજ્ઞાનમેળો, આકર્ષણનું કેન્દ્ર બન્યા બાળ વૈજ્ઞાનિકોના અનોખા ‘આવિષ્કાર’
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કોડિનાર ખાતે આવેલી સોમનાથ સાયન્સ એકેડમીના વિશાળ પટાંગણમાં ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ માટેનો ૮મો વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો હતો. જેમાં તમામ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં. બાળ વૈજ્ઞાનિકોના અનોખા આવિષ્કાર નિહાળી મુલાકાતીઓએ આશ્ચર્યનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. આ વિજ્ઞાનમેળામાં ઈ-હાઈવે, પવનઉર્જા, ડિફેન્સ સિસ્ટમ, ગાર્બેજ સિસ્ટમ, આયુર્વેદ ઔષધિઓના ઉપયોગ, સંચાલિકા પ્રણાલી, હવાશુદ્ધિકરણ સહિતના વિવિધ મુદ્દે ૩૦ પ્રાથમિક અને ૩૦ માધ્યમિક એમ કુલ ૬૦થી વધુ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. વિજ્ઞાન સલાહકાર કિશોરકુમાર ચિત્રોડાએ જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાએ પ્રથમ આવેલી બાળ વૈજ્ઞાનિકોની…
Read Moreસોસાયટીઓના વૈધાનિક ઓડીટ માટે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ભુજ દ્વારા કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાની તમામ કો.ઓપ હાઉસીંગ સોસાયટીઓ તથા કો.ઓપ હાઉસીંગ/કોમર્શીયલ સર્વિસ સોસાયટીઓના હોદ્દેદારોએ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ ની કલમ-૮૪(૧) હેઠળ ઓડીટ કરાવવું ફરજીયાત છે. જેથી જે સોસાયટીઓના વૈધાનિક ઓડીટ બાકી છે. તેવી સોસાયટીઓના વૈધાનિક ઓડીટ થઈ શકે તે માટે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, (હાઉસીંગ) ભુજ દ્વારા જાન્યુઆરી-૨૩થી માહે-માર્ચ-૨૩ ત્રણ માસ સુધી દર શનિવારે કચેરી સમય દરમિયાન જિલ્લા રજિસ્ટ્રાર સ.મં.બહુમાળી ભવન, પ્રથમ માળે રૂમ નં.૨૨૧માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ સોસાયટીના હોદેદારોને તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીના સમયનું દફતર તૈયાર કરી આ કચેરીનો સંપર્ક કરી ઉપરોક્ત તારીખો દરમિયાન…
Read Moreગીર સોમનાથમાં જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શ્રીરામ મંદિર ઓડિટોરિયમ હોલ, સોમનાથ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો. જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે હેતુથી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ કેમ્પમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથો અંતર્ગત ગીર ગઢડાની ૧૫, કોડીનારની ૪૯, સુત્રાપાડાની ૨૨, તાલાળાની ૧૫, ઉનાની ૨૧ અને વેરાવળની ૮ એમ કુલ ૧૩0 અરજીઓ મંજુર કરીને વિવિધ બેન્કો દ્વારા રુ.૧૬૯ લાખની લોન-કેશ ક્રેડિટ મંજૂર કરવામાં આવી હતી. તેમજ રિવોલ્વીંગ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ તથા…
Read Moreગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત વધુ બે આવાસ યોજનાઓને IGBC દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત
હિન્દ ન્યુઝ, રાજકોટ તાજેતરમાં જ યોજાયેલ ગ્રીન બિલ્ડીંગ કોંગ્રેસ દ્વારા ૨૦ થી ૨૨ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન હૈદરાબાદ ખાતે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ૫ આવાસ યોજનાઓને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા IGBC મેમેન્ટો આપવામાં આવેલ છે. ઉપરાંત વધુ આવાસ યોજનાને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા IGBC મેમેન્ટો આપવામાં આવેલ તેમ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૩૨,૩૪૫…
Read Moreતા.૨૯/૧૨/ર૦રરના રોજ ટાઉન પ્લાનીગ શાખા દ્વારા વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડીમોલીશન કરાયું
હિન્દ ન્યુઝ, રાજકોટ મ્યુનિ. કમિશ્નર અમીત અરોરાના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૨૯/૧૨/ર૦રર ના રોજ ટાઉન પ્લાનીગ સ્કીમ નં.૨૨-રૈયા તથા ૨૧-મવડીના અમલીકરણના ભાગરૂપે તથા રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થતા અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૭૯૪.૦૦ ચો.મી.ની અંદાજીત ૧૦ કરોડ ૨૯ લાખની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે. ક્રમ વોર્ડ વિસ્તાર દબાણની વિગત દબાણ દુર કરેલ જમીનનું ક્ષેત્રફળ (ચો.મી.) ભાવ પ્રતિ ચો.મી. ખુલ્લી કરાવેલ જમીનની અંદાજીત કિંમત ૧ ૧ ડ્રીમસીટી સામે, મારવાડીવાસ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી
હિન્દ ન્યુઝ, રાજકોટ (૦૧)કેક એન જોય (ડીલેવરી વાન)માં ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ, રિટર્ન થયેલ કેક પેસ્ટ્રી અને બેકરી પ્રોડક્ટસ મળી આવતા ૧૮ kg. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ (૦૨)રામેશ્વર બેકર્સ –કોઠારીયા રોડ, સોરઠિયાવાડી સર્કલ – ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ ઠંડા પીણાં ૧૮ લિટર તથા પેકિંગ પર ઉત્પાદનની વિગતો દર્શાવ્યા વગરના બેકરી પ્રોડક્ટસ તથા નમકીન ૫૦ kg.મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ (૦૩)સિલ્વર બેકરી -કોઠારીયા રોડ સ્નાનગર સામે- ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ ઠંડા પીણાં ૨૦ લિટર જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. (૦૪) હરિકૃષ્ણ બેકરી -હાઇજિનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ મેળવવા બાબતે…
Read More