કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ બોટાદના નાવડા ખાતે પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, બોટદ

રાજ્યનાં જળ સંપત્તિ અને પાણી પૂરવઠા, અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ આજરોજ બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાના નાવડા ખાતે પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મંત્રીએ નાવડા ખાતે સ્થિત પંપિંગ સ્ટેશન તેમજ અન્ય નિર્માણાધિન બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના સ્થળની પણ મુલાકાત લઈ તમામ કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના અધિકારીઓ પાસેથી આ કાર્ય કેટલા સમયમાં પૂર્ણ થશે તેમજ ઉનાળામાં આ વિસ્તારમાં પાણી વિતરણની ક્યાં પ્રકારની વ્યવસ્થા છે તે બાબતે પણ જાણકારી મેળવી હતી.

આ તકે નાવડાનાં સ્થાનિક આગેવાનોએ કેબિનેટ મંત્રીનું ફુલહાર સાથે અભિવાદન કર્યું હતું. મંત્રીએ સહર્ષ સૌને આવકારી તમામનું અભિવાદન ઝિલ્યું હતું. આ વેળાએ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ સ્થાનિક લોકો તેમજ બોટાદ જિલ્લાનાં પાણી પુરવઠા વિભાગના અધિકારી પાસેથી નાવડા તેમજ આસપાસના ગામોમાં પાણીની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. આ તકે મંત્રીએ બોટાદના ભાંભણ ખાતે આવેલા પાણી પુરવઠાના સંપની પણ મુલાકાત લીધી હતી. ઉપરાંત તેઓએ ગઢડા તાલુકાના ગુંદાળા ગામે પણ જી.ડબલ્યુ. આઈ. એલ.ના નિર્માણાધીન કાર્યની મુલાકાત લીધી હતી.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment