અંબાજી પોલીસની માસ્ક ડ્રાઇવ, પીઆઈ હસ્તે માસ્ક વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ,

ગુજરાતી અને ગુજરાતનું ગૌરવ અને આઘ્યાતમીક સ્થાનક એટલે માતેશ્વરી અંબાજી જે બંને રાજ્યોની સરહદે દાંતા તાલુકાના પહાડી પ્રદેશમાં વસ્યું છે આ સ્થાનકે દૂરદૂરથીમાં અંબેના ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને ધન્યતા અનુભવે છે હાલમાં કોરોના કેસમાં વધારો થતા સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે ત્યારે અંબાજી પોલીસે પણ સવારે 11 વાગ્યે પાથરણા વાળા, દુકાન ધારકો ને માસ્ક વિતરણ કરીને ડ્રાઇવ ઝુંબેશ હાથ ધરી હતી. આજે સવારે 11 કલાકે ખોડીવડલી સર્કલ થી જુનાનાકા અને બજાર વિસ્તારોમાં અંબાજી પોલીસનાં જવાનો અને પી.આઈ. જે.બી.આચાર્યએ સાથે રહીને લોકોને માસ્ક બાબતે જાગૃત કર્યા હતા અને પોતાના હાથે માસ્ક વિતરણ કર્યું હતું. અંબાજીમાં કોરોના કેસ ન આવે અને લોકો વેપારીઓ જાગૃત બને તે માટે પોલિસ એક્શન મોડ માં આવી હતી. જાગૃત પી.આઈ. જે.બી.આચાર્યએ અનેક વાર માસ્ક વિતરણ કર્યું છે. અંબાજી ખાતે બે વર્ષ અગાઉ આવેલા પીઆઈ જે.બી.આચાર્ય જ્યારથી અંબાજી ખાતે પોલીસ મથકે હાજર થયા છે ત્યારબાદ કોરોના મહામારી આવતા પી.આઈ. જે.બી.આચાર્ય દ્વારા અનેકવાર માસ્ક વિતરણ કર્યું છે અને લોક સેવા કરી છે. અંબાજી ખાતે આવેલા પી.આઈ. જે.બી.આચાર્ય આ સિવાય ગરીબ બાળકોને ભોજન, ચોપડાઓ અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે.

રિપોર્ટર : કરણસિંહ રાજપૂત, અંબાજી 

Related posts

Leave a Comment