સુઈગામ તાલુકા ના પાડણ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુઈગામ

બનાસકાંઠા જિલ્લા ના સુઈગામ તાલુકા ના સરહદી વિસ્તાર પાડણ ગામ માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા નો સેવા સેતુ સાતમા તબક્કા નો આ કાર્યક્રમ પાડણ ગામ ખાતે પ્રાથમિક શાળા માં યોજવા માં આવ્યો. જેમાં સાત ગામો નો સમાવેશ કરવા માં આવ્યો હતો. પાડણ ગામ સહીત ભરડવા, મેઘપુરા, રડોસણ, ગોલપ, નેસડા, જેલાણા ના લોકો એ આ કાર્યક્રમ નો લાભ લીધો હતો.

આ કાર્યક્રમ માં લાભાર્થી ઓ ને વિવિધ યોજનાના લાભો અને આરોગ્ય અને આવક ના દાખલા સહીત અનેક યોજના ઓ અને સેવાનો લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ માં તાલુકા ના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ ને લોકો સમક્ષ ખુલ્લો મુક્યો હતો અને પાડણ ગામ ના ગ્રામજનો અને આવેલા છ ગામ ના લોકો સાથે મળી આ સેવા સેતુ કાર્યક્રમ નો લાભ લીધો હતો.

રિપોર્ટર : મેહુલ વેંઝીયા, થરાદ

Related posts

Leave a Comment