સોસાયટીઓના વૈધાનિક ઓડીટ માટે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ભુજ દ્વારા કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભુજ

કચ્છ જિલ્લાની તમામ કો.ઓપ હાઉસીંગ સોસાયટીઓ તથા કો.ઓપ હાઉસીંગ/કોમર્શીયલ સર્વિસ સોસાયટીઓના હોદ્દેદારોએ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ ની કલમ-૮૪(૧) હેઠળ ઓડીટ કરાવવું ફરજીયાત છે. જેથી જે સોસાયટીઓના વૈધાનિક ઓડીટ બાકી છે. તેવી સોસાયટીઓના વૈધાનિક ઓડીટ થઈ શકે તે માટે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, (હાઉસીંગ) ભુજ દ્વારા જાન્યુઆરી-૨૩થી માહે-માર્ચ-૨૩ ત્રણ માસ સુધી દર શનિવારે કચેરી સમય દરમિયાન જિલ્લા રજિસ્ટ્રાર સ.મં.બહુમાળી ભવન, પ્રથમ માળે રૂમ નં.૨૨૧માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેથી તમામ સોસાયટીના હોદેદારોને તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીના સમયનું દફતર તૈયાર કરી આ કચેરીનો સંપર્ક કરી ઉપરોક્ત તારીખો દરમિયાન ઓડીટ પૂર્ણ કરાવી લેવા જણાવવામાં આવે છે. આ બાબતે કચેરીના ટેલીફોન નં: ૨૫૧૭૫૩ પર સંપર્ક કરી શકાશે તેવું બી.એન.પટેલ, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર(હાઉસિંગ) સહકારી મંડળીઓ ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment