ગીર સોમનાથ જિલ્‍લામાં જૂના વાહનોની લે-વેંચ તથા ભાડે આપતા વેપારીઓએ રજીસ્‍ટર નિભાવવુ ફરજીયાત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ગીર સોમનાથ જિલ્લામાં બહારના રાજયોમાંથી તેમજ દેશ બહારથી આવતા અસામાજીક તત્વો રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/અન્ય વાહનો ખરીદી/લે-વેચ અથવા ભાડેથી મેળવી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેથી રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/અન્ય વાહનોનું વેચાણ કરનાર તથા આવા જુના વાહનોની લે–વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ ઉપર નિયંત્રણો મુકવા જરૂરી જણાતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામું બહાર પાડી ગીર સોમનાથમાં આધાર પુરાવાઓ વગરના વાહનોની લે વેચ અને ભાડે  આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.  …

Read More

લડાઇના વિદ્યાર્થીઓએ ગ્રામજનો પાસેથી રૂ.૫૧ હજાર એકત્ર કરી સૈનિક કલ્યાણ કચેરી ભુજને સુપ્રત કર્યા

હિન્દ ન્યુઝ, ભુજ          આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના કલ્પના ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં અદભૂત ખમીર બતાવી પવિત્ર માતૃભુમિના રક્ષણ કરે છે. ભારત દેશને અખંડિત રાખવા, આપણા ખમીરવંતા આદર્શોનું રક્ષણ કરવા, આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી તથા આપણા મસ્તક ઉન્નત રાખવા સૈનિકો પોતે બધાજ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તૈયાર હોય છે, તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરનાર સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, લોડાઈના વિદ્યાર્થીઓએ સ્થાનિક ગ્રામજનોનો સંપર્ક કરી એક જ દિવસમાં રૂ. ૫૧,૦૦૦/- (રૂપિયા એકાવન…

Read More

શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ  ની સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે તેમના નિર્વાણ  દિને સરદાર વંદના અને પૂષ્પાંજલી કરવામાં આવેલ

 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      13 નવેમ્બર 1947,ના દિવસે સમુદ્ર જળ હાથમાં રાખી સોમનાથ મંદિર ના પૂનઃનિર્માણ નો સંકલ્પ સરદાર વલ્લભ ભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ,  કાળક્રમે સરદાર નવનિર્મિત સોમનાથ મંદિર તૈયાર થયું ત્યારે સરદાર આપણી સૌ વચ્ચે થી વિદાય લઇ ચુક્યા હતા, પણ સોમનાથ મહાદેવના નિત્ય દર્શન સરદારની આંખો કરી શકે તે માટે ખાસ સરદાર ની પ્રતિમા સોમનાથ મંદિર ના પ્રાંગણ માં સ્થાપીત કરવામાં આવેલ છે. આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ શ્રી ના  નિર્વાણ દિન નીમીત્તે  સરદાર વંદના અને પૂષ્પાંજલી કરવામાં આવી. જેમાં શ્રી…

Read More

સમય ની સાથે તાલ મીલાવવા માટે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કટિબદ્ધ

હિન્દ ન્યુઝ, ભાવનગર આજના સમયમાં બદલાયેલી શિક્ષણની વ્યાખ્યા સાથે સતત બદલાતી શિક્ષણ ની મૂલ્ય સાપેક્ષતા ને ધ્યાને લઈને “એજ્યુકેશન ફોર ઓલ” ના ધ્યેય સાથે આગળ ધપી રહેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) અમીબેન ઉપાધ્યાય ભાવનગર રિજ્યોનલ સેન્ટર હેઠળના ભાવનગર, અમરેલી અને બોટાદમાં કાર્યરત યુનિવર્સિટીના કોલેજ કેન્દ્રોના સંચાલકો, પ્રાધ્યાપકો,અધ્યાપકો તમામને સમાન શિક્ષણનો લાભ આપવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માર્ગદર્શન આપ્યું હતું. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ સ્થિત મ. કૃ. ભાવ.યુનિ.ના જુના કેમ્પસમાં આવેલ શામળદાસ કોલેજ નજીકના પ્રિન્સિપાલ બંગલો ખાતે કાર્યરત થયેલાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના રિજ્યોનલ સેન્ટરની યુનિ.ના કા.કુલપતિ પ્રો.(ડૉ.) અમીબેન ઉપાધ્યાયે મુલાકાત…

Read More

વારાહી લક્કી મોબાઇલ દુકાનદાર ઈસમ ને જાહેરનામા ભંગ બાબતે પકડી પાડતી એસ.ઓ.જી ટીમ પાટણ

હિન્દ ન્યુઝ, રાધનપુર        પાટણ જિલ્લાના વારાહી ખાતે લક્કી મોબાઇલ દુકાનદાર ઈસમ ને જાહેરનામા નાં ભંગ બાબતે એસ.ઓ.જી ટીમ પાટણ એ પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી. પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલિયા ,સરહદી વિસ્તાર રેન્જ,ભુજ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય કુમાર પટેલ જાહેરનામા ભંગ બાબતે કેશો શોધી કાઢવા કરેલ સૂચના નાં આધારે આરજી ઉનાગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી શાખા પાટણ નાં માગૅદશૅન હેઠળ એક્શન પ્લાન બનાવી એસ.ઓ. જી ની ટીમ વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન વારાહી પોલીસ સ્ટેશન વિસ્તાર નાં ગેમલજી કોમ્પલેક્ષ માં આવેલ…

Read More

રાધનપુર શહેર ના અનેક પ્રશ્નો ને લઈ નગરપાલિકા ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામાં એક્ટિવ

હિન્દ ન્યુઝ, રાધનપુર           પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અવારનવાર નગરપાલિકા ની બેદરકારી સામે આવી છે. જ્યારે પણ ન્યુઝ પેપર જોઈએ ત્યારે ગટર,રોડ,રસ્તા નાં પ્રશ્નો અવારનવાર જોવા મળે છે. ત્યારે રાધનપુર ની પ્રજા છેલ્લા ઘણા સમય થી રોડ રસ્તા, પાણી અને સફાઈ ને લઈ હેરાન પરેશાન થાય છે જે સતત રાધનપુર વિસ્તાર માં જોવા મળ્યું છે. લોકો દ્વારા અનેકવાર નગરપાલિકા માં રજૂઆતો કરવાં છતાં કામગીરી કરવામાં આવતી ન હતી ત્યારે નગર પાલિકા માં રેગ્યુલર ચીફ ઓફિસર આવતા કામગીરી માં સારો એવો સુધારો જોવા મળ્યો છે.    …

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં-૬માં નવા બની રહેલ આરોગ્ય કેન્દ્ર અને લાઈબ્રેરીની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે તા. ૧૪-૧૨-૨૦૨૨ના રોજ વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી શહેરના વોર્ડ નં.-૦૬ માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બની રહેલ નવી લાઈબ્રેરી તથા કબીર વન મેઈન રોડ કબીર વન બગીચા પાસે આવેલ જુના આરોગ્ય કેન્દ્ર અને તેની બાજુની વોટર વર્કસની ઓફીસ ઙીસ્મેન્ટલ કરી નવું આરોગ્ય કેન્દ્ર (U.H.C.) બનાવવાનું જે કામ ચાલી રહ્યું છે તે સાઈટની મુલાકાત લીધી હતી. મ્યુનિ. કમિશનરએ આ બંને સાઈટની મુલાકાત લઈ ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી તથા કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત કામગીરી કરવા…

Read More

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે દિનેશભાઈ ગુંદરીયાની વરણી

હિન્દ ન્યુઝ, રાજકોટ   ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા સાથે રાજકોટ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે દિનેશભાઈ ગુંદરીયા ની વરણી કરવામાં આવેલ છે.  ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદો રમેશભાઈ ધડુક તથા મોહનભાઈ કુંડારીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલીયા, ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા જિલ્લાના હોદ્દેદારોએ નવનિયુક્ત મંડળના પ્રમુખને…

Read More

8મી ડિસેમ્બરે 08.00 વાગ્યાથી રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશેઃ શ્રીમતી પી. ભારતી

હિન્દ ન્યુઝ, ભુજ           ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની મતગણતરી આવતીકાલે તા. 08 ડિસેમ્બરે, સવારે 8:00 વાગે સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે. રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહીને શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ…

Read More

ગીર સોમનાથમાં વિધાનસભા ચૂંટણી મતગણતરી દરમિયાન વૈકલ્પિક રૂટ જાહેર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        વેરાવળ તાલુકાની ચાંડુવાવ ખાતે આવેલી એન.જે.સોનેચા ઈન્સ્ટિટ્યૂટમાં ૦૮ ડિસેમ્બરના રોજ જિલ્લાની વિધાનસભા ચૂંટણીની મતગણતરી થશે. મતગણતરી કેન્દ્ર ખાતે ટ્રાફિક સમસ્યા ન વકરે તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.ગોહિલ દ્વારા જુનાગઢથી વેરાવળ તરફ આવતો નેશનલ હાઈ-વે સુપાસીથી હોટલ નમસ્તે (બાયપાસ) સુધી વન-વે જાહેર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.             મતગણતરી દરમિયાન ચારેય વિધાનસભા મતવિસ્તારના તમામ રાજકીય પક્ષના ઉમેદવારો તથા તેમના સમર્થકો મોટી સંખ્યામાં વાહનો લઈને આવનાર હોવાથી ટ્રાફિક જામ થવાની શક્યતા જોતા રોજિંદી આવક-જાવક કરતા વાહનોને અસર કરવાની શક્યતા હોય…

Read More