હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વેરાવળ તાલુકાની ચાંડુવાવ ખાતે આવેલી એન.જે.સોનેચા ઈન્સ્ટિટ્યૂટમાં ૦૮ ડિસેમ્બરના રોજ જિલ્લાની વિધાનસભા ચૂંટણીની મતગણતરી થશે. મતગણતરી કેન્દ્ર ખાતે ટ્રાફિક સમસ્યા ન વકરે તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.ગોહિલ દ્વારા જુનાગઢથી વેરાવળ તરફ આવતો નેશનલ હાઈ-વે સુપાસીથી હોટલ નમસ્તે (બાયપાસ) સુધી વન-વે જાહેર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મતગણતરી દરમિયાન ચારેય વિધાનસભા મતવિસ્તારના તમામ રાજકીય પક્ષના ઉમેદવારો તથા તેમના સમર્થકો મોટી સંખ્યામાં વાહનો લઈને આવનાર હોવાથી ટ્રાફિક જામ થવાની શક્યતા જોતા રોજિંદી આવક-જાવક કરતા વાહનોને અસર કરવાની શક્યતા હોય તેમજ પરિણામ જાહેર થયા પછી વિજેતા ઉમેદવાર તેમજ પરાજિત ઉમેદવારના સમર્થકો તરફથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વેરાવળથી જુનાગઢ નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ચાલુ રહે તે રીતે જૂનાગઢથી વેરાવળ તરફ આવતો રોડ સુપાસીથી નમસ્તે હોટલ સુધી વનવે જાહેર કરવામાં આવે છે. આ જાહેરનામું વિધાનસભા મતગણતરીની કામગીરી પૂર્ણ થયા સુધી અમલમાં રહેશે
