રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ ક્લસ્ટર કોરોન્ટાઈન કરેલ વિસ્તારો ની વિઝિટ કરવામાં આવેલ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના આજરોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળના તમામ ક્લસ્ટર કોરોન્ટાઈન કરેલ વિસ્તારોની વિઝિટ કરવા માટે એ.સી.પી. રાઠોડ, પી.આઈ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. જેબલિયા તેમજ પી.આઇ. મયુર કોટડીયા તથા પોલીસ સ્ટાફ સહકાર સોસાયટી શેરીનં.૮ માં ક્લસ્ટરની વિઝીટ કરી પરત થતા હતા. ત્યારે તમામ સોસાયટીના રહીશોએ પોતાના ધાબા બાલ્કની ઉપર આવી અને તાળીઓના ગડગડાટથી પોલીસની કામગીરીને બિરદાવી તથા પોલીસને પ્રોત્સાહિત કરેલ હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

 

Related posts

Leave a Comment