ભાવનગર જિલ્લામાં B.L.O. દ્વારા મતદાર માહિતી કાપલીના વિતરણની કામગીરી પૂર્ણ

હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ની ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાવનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૨ માટે મતદાર માહિતી કાપલી (Voter Information Slip)નું વિતરણ પૂર્ણ કરાયું છે. મતદાર માહિતી કાપલીમાં આગળની બાજુએ મતદારનું નામ, જાતિ, ચૂંટણી કાર્ડ નંબર, સબંધીનું નામ, મતદાન મથકનો ભાગ નંબર અને નામ, મતદારયાદીમાં ક્રમ નંબર, મતદાન મથકનું સરનામુ, મતદાનની તારીખ અને સમય વગેરે વિગતો દર્શાવવામાં આવેલ છે. જયારે મતદાર માહિતી કાપલીની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ અને મતદારો માટેની અગત્યની સૂચનાઓ દશાર્વેલ છે. ભાવનગર જિલ્લામાં મતદાર માહિતી કાપલીના વિતરણની…

Read More

મતદાર સ્લીપ વિતરણ સાથે મતદાન કરવા જાગૃત કરતાં અનોખા બી.એલ.ઓ.

હિન્દ ન્યુઝ, ભાવનગર   ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અન્વયે જિલ્લા ચૂંટણી અઘિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખનાં માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં મતદાન વધારવા તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરાઇ રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાની સરતાનપર શાળાનાં શિક્ષક મહેશભાઇ પરમાર દ્વારા અનોખી રીતે મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અઘિકારી અને જિલ્લા કલેકટર દ્વારા બી.એલ.ઓ. ને મતદાર સ્લીપ વિતરણની કામગીરી આપવામાં આવી હતી. આ કામગીરી હાથ ધરી ગામમાં મતદારોને મતદાર સ્લીપ વિતરણની સાથો સાથ લોકશાહીનો આધારસ્તંભ અવસર લોકશાહીનો જાગૃતિ અભિયાન હેઠળ લોકો મતદાન કરવા અંગે જાગૃત બને એ હેતુથી…

Read More

ભાવનગરમાં ટોપ-થ્રી સર્કલ પાસે વાહનોનાં ચેકિંગ દરમ્યાન ૧૦ લાખ રોકડ ઝડપાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગેરકાયદેસર હેરાફેરી તેમજ આચારસંહિતા ભંગ નાં થાય તેની તકેદારીના ભાગરૂપે ભાવનગર શહેરનાં પ્રવેશદ્વારો સમા નારી ચોકડી, ટોપ થ્રી સર્કલ સહિત અનેક સ્થળે ભાવનગરમાં પ્રવેશતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમ્યાન ટોપ-થ્રી સર્કલ ખાતે ૧૦૪ ભાવનગર પૂર્વની એસ.એસ.ટી. ટીમે રાત્રિના ૨.૩૦ વાગ્યા દરમ્યાન રૂ. ૧૦ લાખ ઝડપાયા હતા. આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આચાર સંહિતા અમલી હોઈ ગેરકાયદેસર હેરાફેરી, મોટા બેન્ક વ્યવહાર વગેરે પર તકેદારીના ભાગરૂપે ચાંપતી નજર રખાઇ રહી છે ત્યારે આચાર સંહિતા…

Read More

બોટાદ જિલ્લાના નાગરિકો લોકશાહીને સમર્પિત થઈને મતદાન કરે તે હેતુથી સમર્પણ બૂથની નવતર પહેલ કરવામાં આવી છે: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં તમામ નાગરિકો લોકશાહીના મહાપર્વ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના વડપણ હેઠળ ચૂંટણી તંત્રએ બોટાદ જિલ્લામાં સમર્પણ બૂથની નવતર પહેલ હાથ ધરી છે. જે અંતર્ગત 106- ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં 4 અને 107- બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં 2 મળીને કુલ 6 સમર્પણ બૂથ કાર્યરત કરાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહે સમર્પણ બૂથ વિશે લોકોને માહિતગાર કરતા…

Read More

બોટાદ જિલ્લા સેવા સદન, રેલવે સ્ટેશનનાં પ્રાંગણમાં વિદ્યાર્થીઓએ વિવિધ કલાત્મક રંગોળીઓ રચીને આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત બોટાદ જિલ્લાનાં મહત્તમ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ અર્થે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત આજે બોટાદ જિલ્લાનાં હડદડ ખાતેની કષ્ટભંજન શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 5થી 9નાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા જિલ્લા સેવા સદન, રેલવે સ્ટેશન, જિલ્લા પંચાયત સહિતની વિવિધ સરકારી કચેરીઓનાં પ્રાંગણમાં રંગોળી દોરવામાં આવી હતી. શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના સંદેશા આપતી વિવિધ કલાત્મક રંગોળીઓ રચીને બોટાદ જિલ્લાનાં મતદારોને મતદાનની પવિત્ર ફરજ નિભાવવા માટેનો…

Read More

બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે ૬૨ જેટલા ઝોનલ/આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરઓને મતદાર જાગૃત્તિ અંગે કરાયાં તાલીમબધ્ધ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર બીજલ શાહે આજે શ્રીમતી આર.એ.કળથીયા વિદ્યાભવન ખાતે ૧૦૭- બોટાદના ૬૨ જેટલાં ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરોને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે ઉક્ત તાલીમમાં બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગ વાઇઝ નોંધાયેલ મતદારોની સંખ્યા, મતદાન મથકો, સંપૂર્ણ મહિલા કર્મચારીઓ સંચાલિત સખી મતદાન મથકો, સંપૂર્ણ દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથકો, મોડેલ…

Read More

૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીની કામગીરી અંગે ૬૯૨ પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે આજે શ્રીમતી આર.એ.કળથીયા વિદ્યાભવન ખાતે ૬૯૨ જેટલાં પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફિસરોને ફેઝ- ૨ નો તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં ૩૬૦ જેટલાં પ્રિસાઇડીંગ ઓફીસરોને સવારે અને ૩૩૨ પોલીંગ ઓફિસરોને બપોર બાદ ઇવીએમ અને વીવીપેટ તેમજ ચૂંટણી ફરજ સંદર્ભે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ વર્ગમાં આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના પોલીંગ ઓફિસરોને ઇવીએમ-વીવીપેટનાં થીયરી તથા પ્રેકટીકલ બાબતો તેમજ જરૂરી…

Read More

બોટાદના મારૂતિ સ્પીન્ટેક્સ કંપનીના કામદારોને અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરતાં માઇગ્રેટરી ઇલેક્ટર્સનાં નોડલ અધિકારીશ્રી તથા મીડિયાનાં નોડલ અધિકારી

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે લોકશાહીના “અવસર”માં તમામ નાગરિકો ભાગીદાર બને તે હેતુથી બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોનાં અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન માટે મહત્તમ લોકોને પ્રોત્સાહન મળે તે માટે સતત કાર્યશીલ છે. ત્યારે બોટાદ જિલ્લાના માઇગ્રેટરી ઇલેક્ટર્સના નોડલ અધિકારી કે.બી.રમણા તેમજ મીડિયા મોનિટરીંગ કમિટીનાં નોડલ અધિકારી રાધિકાબેન વ્યાસએ બોટાદના ભદ્વાવડીમાં સ્થિત મારૂતિ સ્પીનટેક્સ કંપનીની જાત મુલાકાત લઈને તેમાં કામ કરતા કામદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સાથોસાથ કામદારોને અવશ્ય મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા. માઇગ્રેટરી ઇલેક્ટર્સનાં નોડલ અધિકારી કે.બી.રમણાએ કામદારોને…

Read More

મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી બોટાદ જિલ્લામાં બે આદર્શ મતદાન મથક કાર્યરત થશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાની બંને વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.એ.શાહનાં નેતૃત્વ હેઠળ સમગ્ર ચૂંટણીતંત્ર નિરંતર કામગીરી કરી રહ્યું છે. મતદારોને મતદાન કરવા પ્રેરવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મતદારો અવશ્ય મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી બોટાદ જિલ્લામાં બે આદર્શ મતદાન મથક (મોડેલ પોલિંગ સ્ટેશન)કાર્યરત થશે. મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે વિશ્વાસ જાગે અને મતદારો મતદાન કરવા પ્રેરાય તે હેતુથી બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ આદર્શ મતદાન મથક (મોડેલ પોલિંગ સ્ટેશન)નો…

Read More

બોટાદમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા ૩૧૬ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર મારફતે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચુંટણી – ૨૦૨૨ અંતર્ગત આજે ચૂંટણી ફરજ પર રોકાયેલા ૩૧૬ કર્મયોગીઓએ પોસ્ટલ બેલેટ મારફત મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લાધો હતો. લોકશાહીને ધબકતી રાખવા માટે વધુમાં વધુ મતદાન ખૂબ જ જરૂરી હોવાથી વિધાનસભા ચૂંટણી-2022માં જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમોની સાથે સાથે હાલમાં પોસ્ટલ બેલેટથી મતદાનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જે અન્વયે ચૂંટણી ફરજ પર રોકાયેલા ૩૧૬ અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર મારફતે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી.…

Read More