બોટાદના મારૂતિ સ્પીન્ટેક્સ કંપનીના કામદારોને અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરતાં માઇગ્રેટરી ઇલેક્ટર્સનાં નોડલ અધિકારીશ્રી તથા મીડિયાનાં નોડલ અધિકારી

હિન્દ ન્યુઝ, બોટાદ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે લોકશાહીના “અવસર”માં તમામ નાગરિકો ભાગીદાર બને તે હેતુથી બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોનાં અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન માટે મહત્તમ લોકોને પ્રોત્સાહન મળે તે માટે સતત કાર્યશીલ છે. ત્યારે બોટાદ જિલ્લાના માઇગ્રેટરી ઇલેક્ટર્સના નોડલ અધિકારી કે.બી.રમણા તેમજ મીડિયા મોનિટરીંગ કમિટીનાં નોડલ અધિકારી રાધિકાબેન વ્યાસએ બોટાદના ભદ્વાવડીમાં સ્થિત મારૂતિ સ્પીનટેક્સ કંપનીની જાત મુલાકાત લઈને તેમાં કામ કરતા કામદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સાથોસાથ કામદારોને અવશ્ય મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા.

માઇગ્રેટરી ઇલેક્ટર્સનાં નોડલ અધિકારી કે.બી.રમણાએ કામદારોને મતદાનના દિવસે અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તમામ કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ અવસરમાં ભાગ લે તે માટે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા માહિતી કચેરીનાં અધિકારી અને કર્મચારીએ પણ મતદાન કરવાના શપથ લીધા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment