મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી બોટાદ જિલ્લામાં બે આદર્શ મતદાન મથક કાર્યરત થશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાની બંને વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.એ.શાહનાં નેતૃત્વ હેઠળ સમગ્ર ચૂંટણીતંત્ર નિરંતર કામગીરી કરી રહ્યું છે. મતદારોને મતદાન કરવા પ્રેરવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મતદારો અવશ્ય મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી બોટાદ જિલ્લામાં બે આદર્શ મતદાન મથક (મોડેલ પોલિંગ સ્ટેશન)કાર્યરત થશે.

મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે વિશ્વાસ જાગે અને મતદારો મતદાન કરવા પ્રેરાય તે હેતુથી બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ આદર્શ મતદાન મથક (મોડેલ પોલિંગ સ્ટેશન)નો અભિગમ અપનાવાયો છે. જે અંતર્ગત 106- ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં 192- ગઢડા-2 ભડલી ગેટ, બ્રાંચ શાળા નંબર -1 ખાતે તેમજ 107- બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં 211-બોટાદ-71 ખસ રોડ, શંકરપરા પ્રાથમિક શાળા ખાતે મોડેલ પોલિંગ સ્ટેશન કાર્યરત થશે.

નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેઓ લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની પવિત્ર ફરજ બજાવે તે હેતુથી જિલ્લામાં બે મોડેલ પોલિંગ બુથ એટલે કે ઉદાહરણરૂપ આદર્શ મતદાન મથકો તૈયાર કરાશે. બંને આદર્શ મતદાન મથકો સુશોભિત અને ઉદાહરણરૂપ હશે, જે મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારશે.

Related posts

Leave a Comment