બોટાદ જિલ્લા સેવા સદન, રેલવે સ્ટેશનનાં પ્રાંગણમાં વિદ્યાર્થીઓએ વિવિધ કલાત્મક રંગોળીઓ રચીને આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

હિન્દ ન્યુઝ, બોટાદ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત બોટાદ જિલ્લાનાં મહત્તમ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ અર્થે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત આજે બોટાદ જિલ્લાનાં હડદડ ખાતેની કષ્ટભંજન શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 5થી 9નાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા જિલ્લા સેવા સદન, રેલવે સ્ટેશન, જિલ્લા પંચાયત સહિતની વિવિધ સરકારી કચેરીઓનાં પ્રાંગણમાં રંગોળી દોરવામાં આવી હતી. શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના સંદેશા આપતી વિવિધ કલાત્મક રંગોળીઓ રચીને બોટાદ જિલ્લાનાં મતદારોને મતદાનની પવિત્ર ફરજ નિભાવવા માટેનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. વીવીપેટનાં લોગો સાથે “વોટ ફોર બેટર” અને “જાગૃત સમાજ-જાગૃત મતદાર” તેવા સ્લોગન સાથેની વિવિધ રંગોળીઓ બનાવવામાં આવી હતી. જે કલેક્ટર કચેરીમાં આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મતદાર જાગૃતિ અંગેના તંત્રના આ પ્રયાસની લોકોએ પણ સરાહના કરી હતી.

Related posts

Leave a Comment