ગારિયાધાર તાલુકાના ફાચરિયા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં કરવામાં આવી નૂતન પહેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગારિયાધાર તાલુકાના ફાચરિયા ગામે યોજાયેલાં સેવા સેતુ કાર્યક્રમમાં ગારિયાધાર તાલુકા વહિવટી તંત્ર દ્વારા એક નૂતન પહેલ કરવામાં આવી હતી. આજે યોજાયેલાં ગ્રામ્ય -શહેરી વિસ્તારોના સેવાસેતુ કાર્યક્રમમાં શાળા કે કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે જરૂર પડતાં જાતિના પ્રમાણપત્રો વિનામૂલ્યે કાઢી આપીને તેમની શાળા અને કોલેજમાં રૂબરૂ મોકલી આપવામાં આવ્યાં હતાં. સામાન્ય રીતે ધોરણ- ૮ , ૧૦ ,૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાઓના પરિણામ બાદ નવી શાળા કોલેજોમાં પ્રવેશ મેળવે તે વખતે ઓ.બી.સી., એસ.સી., એસ.ટી. ના જાતિના દાખલાઓની જરૂરિયાત પડતી હોય છે. આવાં સમયે એકબાજુ પ્રવેશની દોડધામ…

Read More

’હર ઘર તિરંગા’ને જનચેતનાનું પ્રતિક બનાવવા જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી ’હર ઘર તિરંગા’ અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા કલેકટર તથા ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી યોગેશ નિરગુડેએ આ પર્વને નવા વર્ષની ઉજવણી સમાન જ સમર્થન આપવાં અને તેમાં વ્યાપકપણે જોડાવાં અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ઉજવવામાં આવનાર ’હર ઘર તિરંગા’ અભિયાનનો મુખ્ય આશય જન જનમાં રાષ્ટ્રભાવના જાગે તેમજ તિરંગા પ્રત્યે લાગણી ઉજાગર…

Read More