વંદે ગુજરાત યાત્રાનું ગારીયાધાર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ગામડાઓમાં પણ ઉત્તમ સગવડો મળી રહી છે તેના મૂળમાં સુશાશન છે-ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી હિન્દ ન્યુઝ, ભાવનગર વંદે ગુજરાત યાત્રા ગારીયાધાર તાલુકા ખાતે પહોંચી હતી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં વંદે ગુજરાત યાત્રા આવી પહોંચતાં ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, મહામંત્રી કેતનબાપુ તેમજ નગરપાલિકાના પ્રમુખ પ્રફુલભાઈ કાત્રોડીયાએ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આ યાત્રામાં તાલુકાના વરિષ્ઠ આગેવાનોએ પણ હાજરી આપી હતી. આ અવસરે ધારાસભ્યએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ધભાઇ મોદીના પ્રયત્નોથી આજે આપણને રોડ, રસ્તા, ગટર, પાણી અને શિક્ષણ જેવી ઉત્તમ વ્યવસ્થાઓ મળી છે.…

Read More

ઘરમાં જ રહેલી વસ્તુઓ દ્વારા કેવી રીતે સ્વબચાવ કરી શકાય તે અંગે એન.ડી.આર.એફ ની ટીમે સમજણ આપી

હિન્દ ન્યુઝ, પાલિતાણા અત્યારે ચોમાસાની ઋતુ પૂરજોશમાં છે સમગ્ર રાજ્ય ભરમાં મેઘો મન મૂકીને વર્ષી રહ્યો છે અનેક વિસ્તારો જળ બંબાકાર થયાં છે કુદરતના આ રોદ્ર રૂપને ખાળવા માટે તંત પણ સજ્જ બન્યું છે ગુજરાત રાજ્યમાં જે જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ છે રાજ્ય સરકાર દ્વારા એન. ડી. આર, એફ. અને એસ. ડી. આર. એફ. ની ટીમો ફાળવવામાં આવી છે ભાવનગર જિલ્લામાં પણ આવી એક એન. ડી. આર. એફ. ની. ટીમ રાહત અને બચાવનાં પગલાઓ માટે જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને રાહત અને બચાવ અંગેની જાગૃતિ લાવવા માટે સક્રિય છે. ગઈ…

Read More

ભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા તા.૨૭ થી ૩૦ જુલાઇ દરમ્યાન વિવિધ તાલુકાઓમાં વાહન ફિટનેસ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર    તાજેતરમાં સરકારની નવી ગાઇડલાઇનને ધ્યાને લઇ રાજ્યભરની આર.ટી.ઓ. કચેરીનું નિયમિત કામકાજ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂ વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત તા.૨૭ થી ૩૦ જુલાઇ દરમ્યાન વિવિધ તાલુકાઓમાં વાહનોના ફિટનેસ માટે કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં તા.૨૭ નાં રોજ મહુવા ખાતે, તા.૨૯ નાં રોજ તળાજા ખાતે તેમજ તા.૩૦ નાં રોજ પાલીતાણા ખાતે સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન સરકારી વિશ્રામગૃહ ખાતે વાહન ફિટનેસ માટે લોકોએ હાજર રહેવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, ભાવનગરની યાદીમાં જણાવવામાં…

Read More

ભાવનગર જિલ્લામાં કોવિડ પ્રીકોસન ડોઝ આપવાની શરૂઆત

હિન્દ ન્યુઝ, ભાવનગર આજથી રાજ્યભરમાં કોરોનાના પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર ખાતે કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવતાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે સૌ પ્રથમ કોરોનાનો પ્રિકોશન ડોઝ લઈને એક આગવી શરૂઆત કરાવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે જે પણ લોકો આ રસી લેવાં માટે પાત્ર ઠરે છે તે લોકોએ રસીકરણ લઈ લેવાં માટે અનુરોધ કર્યો હતો. આઝાદીના અમૃત પર્વ પ્રસંગે રાજ્યમાં ૧૫ જુલાઈથી ૭૫ દિવસ સુધી કોવિડ વેક્સિનના અમૃત મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે.…

Read More

હળવદ તાલુકાના વેગડવાઈ ગામે ગટર સાફ કરવાની કામગીરી પર તંત્ર પર ઉઠ્યો સવાલ

હિન્દ ન્યુઝ, હળવદ હળવદ તાલુકાના વેગડવાઈ ગામે આજે ૧૫ દિવસ પહેલા ગામ પંચાયત દ્વારા ગટર સાફ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ આજે ન જાણે ગટર સાફ થઈ છે કે નહીં એ સાબિત કરતી ગટર ઉભરાય અને ગામના સરાચોકે શેરી અને ગામમાં ઉભરાતી અને ઘરની બારણે સુધી પહોંચી છે ગંદકીની વાત કરીએ તો દરેક લોકોને માંદગીનું દ્રશ્ય યાદ આવે છે અને આજે મેલેરીયા મચ્છર ઉત્પન્ન થઈ ને નવજાત બીમારી પેદા કરે છે એવા વેગડવા ગામના લોકોએ ગટર સાફ કરવા બાબતે માંગ ઉઠી છે અને ગટરને ખુલી કરી આપે અને…

Read More

બોટાદ જીલ્લાના ખેડુતોને આઇ-ખેડુત પોર્ટલ દ્રારા બાગાયતી યોજનાઓનો લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, બોટાદ સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૨-૨૩ માટેની વિવિધ યોજનાઓ જેવી કે કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે સહાય, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી/શેડ કવરની યોજના, રક્ષિત ખેતી માટેની યોજનાઓ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેંટની વિવિધ યોજનાઓ, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટેની સહાય યોજના વગેરે યોજનાઓ માટે ખેડુતો અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. તો લાભ લેવા ઇચ્છતા ખેડુતભાઇઓએ આઇ-ખેડુત પોર્ટલ (www.lkhedut.gujarat.gov.in)માં મોબાઇલ, ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અરજી કર્યા બાદ…

Read More

ટેક્ષટાઈલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતેના એકમ માટે હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર રાજ્યના ટેક્ષટાઈલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતેના એકમ માટે હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ, સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી, લાઠીદડ ખાતે તા.૧૫/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. આ ભરતીમેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી…

Read More

સણોસરાને સુંદર અને સ્વચ્છ બનાવવાં જિલ્લા પંચાયતના પ્રમુખ તેમની ગ્રાન્ટમાંથી ડસ્ટબીન આપશે

હિન્દ ન્યુઝ, ભાવનગર વંદે ગુજરાત યાત્રાને સણોસરા ખાતે ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. વરસાદના અમી છાંટડાં વચ્ચે આ યાત્રા ભાવનગરના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે. તે અંતર્ગત આ યાત્રા આજે સણોસરા ખાતે આવી પહોંચી હતી. જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦ વર્ષમાં જે વિકાસ કર્યો તે અદભૂત છે.રાજ્ય સરકાર પણ તેમાં ખભેખભો મીલાવીને કાર્ય કરી રહ્યું છે. ઘણું કાર્ય કર્યું છે અને ઘણાં કાર્ય કરવાના બાકી છે. આ ગામના લોકોએ સરકારની યોજનાના ઘણાં…

Read More

વર્ષાઋતુને પગલે ધારીનો ખોડિયાર જળાશય ૮૦ ટકા ભરાયો, અમરેલી અને ભાવનગર જિલ્લાના ૪૬ ગામોને સતર્ક રહેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર ધારી તાલુકાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા ગુરૂવારે સાંજે ૫.૦૦ વાગ્યાની સ્થિતિએ જળાશય ૮૦.૪૨ ટકા ભરાઈ ગયો છે. જળાશયમાં પાણીની સતત આવક થતાં ગમે ત્યારે જળાશયના દરવાજા ખોલવામાં આવે તેવી સ્થિતિ છે. આ સ્થિતિમાં મામલતદાર ડીઝાસ્ટર અમરેલી દ્વારા અમરેલી અને ભાવનગર જિલ્લાના ૪૬ ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર – જવર ન કરવા માટે…

Read More

પાલીતાણા તાલુકાની ખારો નદી ઉપર આવેલ ચૌંડા નાની સિંચાઇ યોજના વધી રહેલ પાણીના સ્તરને લઇ હેઠવાસના ગામોને સતર્ક રહેવાં તાકીદ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગામ પાસેની ખારો નદી ઉપર આવેલ ચૌંડા નાની સિંચાઇ યોજનામાં તેની ડિઝાઇન સ્ટોરેજના ૭૦ ટકા પાણીનો સંગ્રહ થયેલ છે. જળાશયમાં પાણીની આવક ચાલુ છે. તેથી ચૌંડા જળાશયની હેઠવાસમાં આવેલ પાંચપીપળા, રાણપરડા (ખારા), માળીયા, જાળીયા, વડીયા અને હડમતીયા(મા) ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવાં ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવાં તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે. અત્યારે જળાશયમાં પાણીનું હાલનું સ્તર ૨૯૬.૯૦ મીટર છે અને ૫૬૮ ક્યસેક ઇનફ્લો છે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત…

Read More