સામૈયા સાથે ઉમંગભેર વંદે ગુજરાત વિકાસયાત્રાને આવકારતો ગઢડા તાલુકો

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યભરમાં ૨૦ વર્ષના વિકાસની પ્રતીતિ કરાવતી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો રથ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના શિયાનગરમાં પહોંચ્યો હતો. જ્યાં આગેવાનો અને ગ્રામવાસીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના શિયાનગરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આગેવાનો, અધિકારીઓ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાળાઓએ સામૈયા કરીને રથનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના…

Read More

બોટાદ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવતા લોકોમાં આનંદની લાગણી, ખેડૂતો, પશુપાલકો અને અન્ય સ્થાનિકો ખુશખુશાલ

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યભરમાં ચોમાસાના વધામણાં થયા છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવતા લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 220 મી.મી. વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદના કારણે ખેડૂતો, પશુપાલકો અને અન્ય સ્થાનિકો ખુશખુશાલ થયા છે. બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો ગઢડા તાલુકામાં સૌથી વધુ કુલ 250 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે બરવાળા તાલુકામાં કુલ 249 મી.મી.વરસાદ પડ્યો છે. રાણપુર તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 208 મી.મી. વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે બોટાદ તાલુકામાં 172 મી.મી. વરસાદ પડ્યો…

Read More

સલામતી સવારી એસ.ટી. બસ ના ડ્રાઇવર દારૂ પીધેલ ની હાલત માં હોય એમ મુસાફરો ના આક્ષેપ

હિન્દ ન્યુઝ, હારીજ રાપર થી સુરત જતી બસના ડ્રાઇવર દારૂ પીધેલી હાલત મા મળ્યું જાણવા રાધનપુર થી હારીજ વચ્ચે બેફામ બસ ગફ્લેત ભરી રીતે હંકાવી મુસાફરો ના જીવ જોખમ મા બસ ડ્રાઇવર હારીજ બસ ટોપ પર મુસાફરો ને મૂકીને થયો ફરાર મેડિકલ તકલીફ હોવાથી મુસાફરો મુકાયા મુસીબત મા ડ્રાઇવર બસ હંકાવી શકે તેવી હાલતમાં ન હોવાથી મુસાફરો હારીજ બસ સ્ટેન્ડમા ઉતરવા બન્યા મજબુર હારીજ ડેપો મેનેજર દ્વારા હારીજ ના ડ્રાઇવર ની વ્યવસ્થા કરી બસ મોડી રાત્રે સુરત રવાના કરાઈ રિપોર્ટર : જીગર દરજી, હારીજ

Read More

ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં કુંભારના સ્ટેચ્યુનું લોકાર્પણ પુર્વ કેબિનેટ મંત્રી આઈ. કે જાડેજા ના વરદ હસ્તે

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેર ના કુંભાર પરા વિસ્તારમા કુંભારના સ્ટેચ્યુનૂ લોકાર્પણ પુર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા ના વરદહસ્તે કરવામાં આવ્યું હતુ આ સાથે જોગાસર પાણીની ટાંકી પાસે નર્મદા મયા પ્રતિકૃતિ નું રીનોવેશન પણ આઈ કે જાડેજા દ્રારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા ના તમામ હોદેદારો, વોર્ડ ના સુધરાઈ સભ્યઓ, શહેર સંગઠન ના તમામ હોદેદારો, વિવિધ મોરચા ના હોદેદારો, તમામ સુધરાઈ સભ્યો કાર્યકર્તા ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે સદસ્ય અભિયાન નું આયોજન કર્યું હતું અને ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેનિટેશનની ઓફિસ પણ શરૂ કરવામાં…

Read More

જૂનાગઢમાં લોહાણા સમાજની નાગપાંચમ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, આજનો દિવસ એટલે લોહાણા સમાજની નાગપાંચમ તરીકે ઓળખવામાં આવે છે દર વર્ષે અષાઢ વદ પાંચમ ના દિવસે લોહાણા સમાજની નાગપાંચમ ઉજવવામાં આવતી હોય છે આ મોબાઇલના યુગમાં આ પરંપરા ને જાળવી રાખવી ખૂબ મુશ્કેલ હોય છે જૂની પરંપરા, જુના રેતી રિવાજો આજના સમયમાં ભુલાતા જાય છે ત્યારે આ પરંપરા, જુના રિવાજો, રૂઢિ ન ભુલાય તેના માટે જુનાગઢ ખાતે આવેલા જલારામ ભક્તિધામ એટલે કે જલારામ બાપાના મંદિરે આજ નાગપાંચમ ઉજવવાનું ટ્રસ્ટી મંડળે નક્કી કરેલ હતું જેમાં જુનાગઢ જલારામ ભક્તિધામ ટ્રસ્ટી મંડળે અને ભાવિક ભક્તોએ જહેમત ઉઠાવી હતી આ નાગપાંચમની…

Read More

ગઢડા ૧૦૮ની સંવેદનાસભર કામગીરી : દુર્ગમ વિસ્તારમાં ૧૦૮ના કર્મીઓએ ચાલીને પ્રસૂતા સુધી પહોંચી તેમને પલંગ પર ઉપાડી એક કિલોમીટર દૂર એબ્યુલન્સ સુધી પહોંચાડ્યા

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકાર દ્વારા છેવાડાના દરેક માનવીના આરોગ્યની સુરક્ષા માટે અનેકવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે. એવી જ એક સેવા અન્વયે રાજ્ય સરકાર દ્વારા ૨૪*૭ કલાક ૧૦૮ એબ્યુલન્સની સેવા રાજ્યના પ્રત્યેક માનવી માટે ઇમરજન્સીના સમયમાં મેડિકલ મદદ માટે અવિરતપણે કાર્યરત છે. આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન ૧૦૮ની સેવાથી રાજ્યના તમામ નાગરિકો સુપેરે વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો વખતે નાગરિકોના સંરક્ષણ માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ખુબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે. ટાઢ-તાપ અને વરસાદ સહિત કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં ૧૦૮ની ટીમ દર્દીને મદદરૂપ થવા તરત જ હાજર થઈ…

Read More

સમર્પણ ગ્રુપ – ડીસા આયોજીત વૃક્ષારોપણ અભિયાન

 વૃક્ષારોપણ અભિયાન  હિન્દ ન્યુઝ, ડીસા         આજે તારીખ ૧૭/૦૭/૨૦૨૨ ના રોજ દાંતીવાડા તાલુકા ના કરજા ગામે જ્યાં ચારેબાજુ પહાડો વચ્ચે આવેલ નયનરમ્ય સ્થળ જ્યાં ત્રિલોકનાથ શિવજી મંદિર, પવનપુત્ર હનુમાન મંદિર, જેમણે પહાડોમાં શિવ મંદિર નિર્માણ કરાવ્યા તેવા મહંત શીવગિરી બાપજી નો ધુણો અને સંત ચંદનગિરિ મહારાજ નું સ્થાનક છે એવા કરજા ગામે ૬૦૦ થી વધારે રોપા રોપી ” આમ્રવન ” અને ” ચિકુવાડી ” બનાવવામાં આવી. સાથે સાથે ડ્રિપ દ્વારા પિયત મળી રહે તેની વ્યવસ્થા કરવા મો આવી. ત્યાંના સ્થાનિક સેવકો અને સમર્પણ ગ્રુપ દ્વારા રોપા ની…

Read More

ધાંગધ્રા રોટરી ક્લબ ઓફ દ્વારા રોટ્રેક્ટ ક્લબ ઓફ ધ્રાંગધ્રાની નવી ટીમ સાથે સેમિનાર નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે તાજેતરમાં જ ધાંગધ્રા રોટરી ક્લબ ઓફ વર્ષ ૨૦૨૨/૨૩ ની ટીમની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ વિશાલભાઈ અઢીયા તથા સેક્રેટરી કુલદિપ સિંહ ઝાલાની વર્ણી કરવામાં આવી હતી તીયારે આજે રોટ્રેક્ટ ક્લબ ના ડી, આર, આર, શિવાનીબેન શાહ, તથા ધ્રાંગધ્રા રોટરી ક્લબ ના પ્રમુખ વિશાલભાઈ અઢીયા તેમજ તમામ મેમ્બરો ની ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા રોટ્રેક્ટ ક્લબ ઓફ ના પ્રમુખ તેમજ તમામ મેમ્બરોને માર્ગદર્શન આપવામાં આવેલ કે રોટ્રેક્ટ ક્લબ ઓફ ધ્રાંગધ્રા ની ટીમ ને પ્રોજેક્ટ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને હાલ રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા માં વર્ષોથી…

Read More

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત

હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે તારીખ 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે “મારું બોટાદ, નશામુક્ત બોટાદ” અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લાની શાળાઓમાં યોજાયેલી ચિત્રસ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને બોટાદ કલેક્ટર બી.એ.શાહના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાએ 2 વિદ્યાર્થીઓ અને તાલુકાકક્ષાએ 16 વિદ્યાર્થીઓ મળીને કુલ 18 વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લાભરમાં યોજાયેલી સ્પર્ધામાં 3200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધન કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, નશો વ્યક્તિગત, સમાજ…

Read More

શિહોર તાલુકાના બૂઢણા ગામે તૈયાર થઇ રહેલ અમૃત સરોવરની મુલાકાત લેતાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા

હિન્દ ન્યુઝ, શિહોર આઝાદીના અમૃત પર્વ નિમિત્તે ભાવનગર જિલ્લામાં ૭૫ અમૃત સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે. અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે. વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે અમૃત રૂપે વરસેલાં આ પાણીના ટીંપે ટીંપાનો સંગ્રહ થાય તે માટે આ સરોવરો ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાના છે. આ અમૃત સરોવરોના નિર્માણથી જિલ્લાની પાણીની સંગ્રહ ક્ષમતામાં પણ અનેકગણો વધારો થવાનો છે. આવું જ એક સરોવર શિહોર તાલુકાના બૂઢણા ગામે આકાર લઇ રહ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ ગઇકાલે આ સરોવરની મુલાકાત લઇને તેની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓ…

Read More