જૂનાગઢમાં લોહાણા સમાજની નાગપાંચમ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ,

આજનો દિવસ એટલે લોહાણા સમાજની નાગપાંચમ તરીકે ઓળખવામાં આવે છે દર વર્ષે અષાઢ વદ પાંચમ ના દિવસે લોહાણા સમાજની નાગપાંચમ ઉજવવામાં આવતી હોય છે આ મોબાઇલના યુગમાં આ પરંપરા ને જાળવી રાખવી ખૂબ મુશ્કેલ હોય છે જૂની પરંપરા, જુના રેતી રિવાજો આજના સમયમાં ભુલાતા જાય છે ત્યારે આ પરંપરા, જુના રિવાજો, રૂઢિ ન ભુલાય તેના માટે જુનાગઢ ખાતે આવેલા જલારામ ભક્તિધામ એટલે કે જલારામ બાપાના મંદિરે આજ નાગપાંચમ ઉજવવાનું ટ્રસ્ટી મંડળે નક્કી કરેલ હતું જેમાં જુનાગઢ જલારામ ભક્તિધામ ટ્રસ્ટી મંડળે અને ભાવિક ભક્તોએ જહેમત ઉઠાવી હતી આ નાગપાંચમની ઉજવણીમાં પહેલા સાક્ષાત ગોર દ્વારા નાગ બાપાને નોતરવામાં આવતા હોય છે

અને ત્યારબાદ તેમની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે જલારામ ભક્તિ ધામ ખાતે પણ આ રીતના આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સોના ની થાળી દ્વારા આરતી ઉતારવા માં આવી હતી અને ત્યારબાદ આજ દિવસે બહેનોએ ઠંડુ જમવાનું હોય છે તો તેની પણ વ્યવસ્થા જલારામ ભક્તિધામ દ્વારા કરવામાં આવી હતી કે કોઈપણ પ્રકારની બહેનોને અગવડતા ન પડે અને સમાજના રીતી રિવાજો, પરંપરાઓ અને રૂઢિચુસ્તા જળવાઈ રહે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું સાથે સાથે જલારામ ભક્તિ ધામના ડો.પી.બી.ઉનરકટ સાહેબે જણાવ્યું હતું કે પૂજા અર્ચના તો બહેનોએ કરવાની હોય છે પરંતુ આ બહેનોને પૂજાના સ્થાને નાગદેવતા પાસે તેમના કોઈ પરિવારજનો મુકવા આવતા હોય છે અથવા સાથે આવતા હોય છે તો સાથે આવતા લોકોની પણ પ્રસાદની વ્યવસ્થા અથવા ફરાળની વ્યવસ્થા જલારામ ભક્તિ ધામ ખાતે જ રાખવામાં આવેલી હતી

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment