બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રસિધ્ધ કર્યું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદી જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા/સરઘસ/રેલી/ઉપવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદીલી જેવુ વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શક્યતા હોય છે, તેમજ ભૂતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, અને માલ મિલ્કતને નુકશાન થાય છે, જેથી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કોઈ કાઢે…

Read More

આગામી તા.૩૧ મે ૨૦૨૨ ના રોજ ઢસા ગામ ખાતે જુના વાહનોના ફીટનેશ તેમજ રીન્યુઅલ રજિસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ યોજાશે

હિન્દન્યૂઝ, બોટાદ          બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલિકોએ આગામી તા.૩૧/૦૫/૨૦૨૨ ના રોજ જુના વાહનોના ફીટનેશ તેમજ રીન્યુઅલ રજિસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ પંચદીપ કોટન ઈન્ડસ્ટ્રીસની સામે, ગઢડા રોડ, મુ.ઢસાગામ, તા.ગઢડા, જિ.બોટાદ ખાતે સવારે ૯-૦૦ થી ૧૨ કલાક સુધી રાખવામાં આવેલ હોઈ આ કેમ્પનો વધુમા વધુ લાભ લેવા જણાવાયુ છે.      

Read More

બોટાદ ખાતે તા.૩૧/૦૫/૨૦૨૨ ના રોજ ભરતી મેળો યોજાશે

બોટાદ  બોટાદ જીલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર પટેલ વેલસ્પન ઇન્ડિયા લીમીટેડ-અંજાર, કચ્છ-ભુજ ખાતેના એકમ માટે હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૦૮ પાસ અથવા આઈ.ટી.આઈ પાસની તકનીકી લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન ખસ રોડ, બોટાદ ખાતે તા.૩૧/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ શૈક્ષણિક લાયકાતના…

Read More