હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર ના જાલોઠા ગામે ખોડિયાર માતાના મંદિરે 51 દિવા ની ની આરતી કરાઈ દિયોદર ના સણાદાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસ ડેરી નું લોકાર્પણ થનાર છે જેના ભાગ રૂપે દિયોદર ના ઝાલોઠા ગામે ગામ ની અંદર શોભા યાત્રા કાઢી ને ખોડીયાર માતાજી ના મંદિરે ગામ ની દિકરીઓ દ્વારા 51 દિવડાની મહા આરતી કરવામાં આવી હતી. અહેવાલ : કલ્પેશ તુરી, દિયોદર
Read MoreDay: April 18, 2022
ગઢડા ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને આરોગ્ય મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યમાં ઠેર ઠેર આરોગ્ય મેળાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ બોટાદ જિલ્લાનો તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો ગઢડા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ ૧૮ એપ્રિલ થી ૨૨ એપ્રિલ સુધી આરોગ્ય મેળાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ છેવાડાના માનવીઓને આરોગ્યની સેવા મળી રહે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા યોજનાઓની જાણકારી પ્રાપ્ત થાય તેમજ વિના મૂલ્યે આરોગ્યની સેવાઓનો લાભ મળી રહે તે માટે આરોગ્ય મેળાઓ યોજવામાં આવી રહ્યા છે…
Read Moreબોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે વાહનોના આવાગમન તેમજ વાહન પાર્કિંગ અર્થે જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહે એક જાહેરનામા દ્વારા બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ટ્રાફિક્ના નિયંત્રણ માટે વાહનોના આવાગમન તેમજ વાહનોના પાર્કિંગ માટે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યાા પ્રમાણે રેલ્વે સ્ટેશન રોડ, નવનિર્મિત અન્ડબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતા વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસ થી મસ્તરામ મંદિર – સતવારા બોર્ડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે. તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઈલ બજાર, કરમશી ભવાન કિરાણા…
Read Moreમહિસાગરજિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, મહિસાગર મહિસાગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક અધિક નિવાસી કલેક્ટર એ.આઇ.સુથારની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. બેઠકમાં વ્યાજબી ભાવની દુકાનો સ્થળફેર કરવા અંગે આવેલ અરજીઓની સમીક્ષા, એપ્રિલ-૨૨ સુધી રેશન કાર્ડની વિગતો અને જિલ્લામાં એપ્રિલ-૨૦૨૨ માસમાં રેગ્યુલર તથા પી.એમ.જી.કે.એ.વાય વિતરણ અંગેની વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન, કરીયાણા એશોસીએશન પ્રમુખ મુળજીભાઇ રાણા, વ્યાજબી ભાવની દુકાનના પ્રતિનિધિ સહિત સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર
Read More