ભાવનગરની જાણીતી શીશુવિહાર સંસ્થા દ્વારા ભાવનગરના સનેસ ગામે આરોગ્ય શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની જાણીતી સંસ્થા શિશુવિહાર શિક્ષણ, કૌશલ્ય નિર્માણ સાથે સમાજ ઉત્થાનના કાર્યો સાથે પણ સંકળાયેલી છે. સમાજ અભ્યુદયની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ કાર્ય અંતર્ગત આરોગ્ય પ્રવૃત્તિઓ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી આજરોજ ભાલ વિસ્તારનાં સનેસ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી. આ આરોગ્ય શિબિરમાં ૩૨૫ ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ તથા ગામની પ્રાથમિક શાળાનાં બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, રમેશભાઈ પરમાર, રેખાબહેન ભટ્ટ, પ્રીતિબહેન ભટ્ટ, દીપાબહેન જોષીએ સેવા આપી હતી.…

Read More

શ્રી મૂળશંકરભાઈ મો.ભટ્ટ સ્મૃતિ વ્યાખ્યાનમાળા આ વર્ષે જાણીતા હિન્દી સાહિત્યકાર અને પત્રકાર નાસીરા શર્મા વક્તવ્ય આપશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  સ્વાતંત્ર સેનાની તથા જાણીતા ચિંતક શ્રી મૂળશંકર મો. ભટ્ટની સ્મૃતિમાં આગામી તા.૧૭ એપ્રિલે શિશુવિહારના પ્રાંગણમાં જાણીતા હિન્દી સાહિત્યકાર અને પત્રકાર શ્રી નાસીરા શર્મા સ્મૃતિ વ્યાખ્યાન આપશે. આ ઉપરાંત જાણીતા ગાંધીજન રમેશ સંઘવી પણ તેમનું વક્તવ્ય આપશે. વિશ્વ ગ્રામ તથા સમન્વય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાતી સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત ગાંધીવાદી વિચારક શ્રી નાસીરા શર્મા “ભારતીય સંસ્કૃતિ અને સમન્વયી સૌરભ” વિષે પોતાનાં વિચારો રજૂ કરશે.      હનુમાન જયંતીએ ચિત્રકૂટ ધામમાં સદભાવના એવોર્ડથી સન્માનિતશ્રી નાસીરાબેન રવિવારે સવારે ૧૦:૦૦ વાગ્યે શહેરના જાગૃત શિક્ષકો તેમજ ભાવનગરના પ્રબુધ્ધ નાગરિકોને પોતાના પત્રકારત્વના વિશાળ અનુભવને…

Read More