હિન્દ ન્યૂઝ, રાજપીપલા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા.પ, ૬, ૭ મે,૨૦૨૨ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-ર ખાતે ૧૪ મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિર-૨૦૨૨ નું આયોજન કરવામાં આવેલ છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ચિંતન શિબિરમાં દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવઓ, અધિક આરોગ્ય સચિવઓ, વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવઓ અને આરોગ્ય કમિશનરઓ તેમજ નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટરઓ ભાગ લેનાર છે. કેન્દ્રિય આરોગ્ય…
Read MoreMonth: April 2022
અસંગઠિત ૧૦૦ ઉપરાંત કામો માટે ઈ-શ્રમ કાર્ડ મળે છે
હિન્દ ન્યૂઝ, ભુજ કાર્ડ માટે પાત્રતા- ઉંમર ૧૬ થી ૬૦ વર્ષ, શ્રમિકો આવકવેરો ચુકવતા ન હોવા જોઇએ, શ્રમિકો પી.એફ. (PF), ESIC હેઠળ આવતા ન હોવા જોઇએ. મળવા પાત્ર લાભ – ઈ – શ્રમ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે, અકસ્માતથી મૃત્યુ થાય તો રૂ. ર લાખ રૂપિયા મળવા પાત્ર છે, આંશિક અપંગતાના કિસ્સા માં રૂ. ૧ લાખ રૂપીયા મળવા પાત્ર છે, મહામારીના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર દ્વારા મદદ મળવવા સરળતા રહેશે, કોણ કાર્ડ કઢાવી શકે- ખેતશ્રમિકો , મીઠા ઉત્પાદન – શ્રમિકો, નાના – સીમાંત ખેડુતો, વસ્ત્રો,…
Read Moreમુંદરા તાલુકા હેલ્થ ઓફિસ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જનરલ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
સારા ન્યુઝ, ભુજ મેલેરિયા બીમારી, જેને આપણે ગુજરાતીમાં મચ્છર કરડવાથી આવતો ટાઢિયો તાવ કહીએ છીએ, એની સામે જનજાગૃતિ માટે આખું જગત દર વર્ષે ૨૫ એપ્રિલને ‘વિશ્વ મેલેરિયા દિવસ’ તરીકે ઉજવે છે ત્યારે મુંદરા પોર્ટ ખાતે મુંદરા તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જનરલ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પરપ્રાંતિય લેબરના લાભાર્થે યોજાયેલ મેડિકલ કેમ્પમાં અદાણી હોસ્પિટલના ડો. ચિંતન જોશી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના મેડિકલ ઓફિસર ડો. રૂચિતાબેન ધુઆએ સેવા આપી હતી.વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતમ…
Read Moreબોટાદ જિલ્લામાં બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 ની પરીક્ષાને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ તૈયારીઓ કરાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં આગામી તા.૨૪/૦૪/૨૦૨૨ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 ની ખાલી જગ્યા માટે લેખિત પરીક્ષા ભાગ – ૧ બોટાદ જિલ્લામાં કુલ –૪૭ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એ.શાહે તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં…
Read Moreકાલાવડ નગરપાલિકાની ઘોર બેદરકારી
ફાયર ટેન્કર દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી ને ખુશ કરવા રોડ ધોવડાવ્યા !!!! હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા હર હંમેશ વિવાદોમાં ઘેરાયેલું રહેતું હોય છે ત્યાં આજરોજ વધુ એક અતિ ભયાનક કિસ્સો સામે આવવા પામ્યો છે. કાલાવડ નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા ફાયર ટેન્કરનો દુરુઉપીયોગ કરી એક નાના પુલના ઉદ્ઘાટન માટે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ઉદ્ઘાટન કરવા આવવાના હોય અને આ મંત્રીને ખુશ કરવા માટે નગરપાલિકા કર્મીઓ દ્વારા લોકોના જીવ ની પરવા કર્યા વગર ફાયર ટેન્કર ને રસ્તાઓ ધોવા માટે ઉપયોગ કરતાં કાલાવડના લોકોમાં ભારે રોષ ફેલાવવા પામ્યો હતો કાલાવડ નગરપાલિકાની…
Read Moreપાણી નુ છે મહત્વ ઘણું , જીતી ગઈ એ ઇન્સાન જાયે આ જાણુ
હિન્દ ન્યુઝ, ભાવનગર પાણી-જીવન સંગિની ! કદમ કદમ પર આવે છે એ કામ, પાની ના હોઈ, તો થાઈ ના ખાતર કોઈ કામ પીવો દિવસ મા ઘણુ બધુ પાણી , તેથી રહેસે તંદુરસ્ત તારી જવાની ! વાહ વાહ! ઉપર ના આ શબ્દ છે ઘણા જ મહત્વ ના… જો આ સમજી ગયા, તો જીતી ગયા. આપણી જિંદગી મા, પાણી ઘણુ જ ઝરૂરી છે -પર આપણે ઘણા સમય, એહને ઉપેક્ષા કરી છે. જમવા કર્તા પર પાણી ઉપર વધારે ધ્યાન આપવું જરૂરી છે. પર શું કામ ? – આપણા શરીર ને હાઇડ્રેટ રાખવા માટે,…
Read Moreગુજરાત રાજ્યમાં ઐતિહાસિક અભૂતપૂર્વ આર.ટી.આઈ સંમેલન 2022માં યોજાઈ રહ્યું છે
હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત રાજ્યમાં ઐતિહાસિક અભૂતપૂર્વ આર.ટી.આઈ સંમેલન 2022માં યોજાઈ રહ્યું છે ત્યારે આ સંમેલનના સંસ્થાપક દિપકભાઈ પટેલ, કાર્ય સહભાગી ગણપતભાઇ, હરેશભાઈ ગુજ્જર, ઘનશ્યામભાઈ બારોટ, મહેશભાઈ, બ્રિજેશભાઈ ઉપસ્થિત હતા. ખાસ કરીને વાત કરીએ તો આ કાર્યક્રમ રાષ્ટ્રીય કક્ષાએ યોજવામાં આવનાર છે જેમાં દરેક જિલ્લાના આરટીઆઈ એક્ટિવિસ્ટો આવવાના છે. હાલમાં 700 જેટલા કાર્યકર્તાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે સંસ્થાપક દિપકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે લોકોને પડતી મુશ્કેલીઓ માટે માહિતી અધિકાર લોકશાહી નો ધબકાર જણાય છે. જેમાં 21 રૂપિયા ની અરજી કરવાથી સરકારી કચેરીઓમાં ફાઇલોમાં કેદ લોકોના ઉપયોગી દસ્તાવેજો મળી શકે છે…
Read Moreશ્રી ગોખલે જ્ઞાનમંદિર પુસ્તકાલય તથા મોંઘીબેન બધેકા બાલમંદિરના ઉપક્રમે જાગૃત વાલી સંમેલન
હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રી ગોખલે જ્ઞાનમંદિર પુસ્તકાલય તથા મોંઘીબેન બધેકા બાલમંદિરના ઉપક્રમે જાગૃત વાલી સંમેલન તા.23 એપ્રિલ નાં રોજ યોજવામાં આવેલ. જેમાં ભાવનગરનાં જાણીતા શિક્ષક વર્ષાબહેન જાની દ્વારા વાલીઓને ‘બાળ ઘડતર, પોષક આહાર તથા વ્યસન મુક્તિ’ પર માહિતગાર કરવામાં આવેલ તથા વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ. આ પ્રસંગે 100 થી વધું વાલીઓ તથા બાળકોની પ્રેરક ઉપસ્થિતિમાં બાલમંદિરનાં બાળકોને સાવચેતી થી ઘરે થી બાલમંદિર લઇને આવતાં પ્રકાશભાઈ, યુનુસભાઈ તથા મનીષભાઈનું સોલાપુરી ચાદર ભેટ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનું સંચાલન અંકિતાબહેન ભટ્ટ તથા પ્રીતિબહેન ભટ્ટએ કર્યું હતું.
Read Moreશિહોર તાલુકાના કૃષ્ણપરા ખાતે શાકભાજી સાથે કૃષિ ઉત્પાદન અંગેની કૃષિ શિબિર યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર કૃષિક્ષેત્રે શોધાયેલા વિવિધ સંશોધનોની જાણકારી સાથે સરકારની યોજનાઓનો લાભ લઈ પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવાં અંગે શિહોર તાલુકાના કૃષ્ણપરા ખાતે શાકભાજી સાથે કૃષિ ઉત્પાદન અંગેની એક કૃષિ શિબિર યોજાઇ હતી. આ કૃષિ શિબિરમાં શાકભાજી સાથે ખેતીવાડીના વિવિધ પાક, તેની માવજત, બિયારણ પસંદગી સંદર્ભે અધિકારીઓ, નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી હતી. શિબિરના અધ્યક્ષ સ્થાનેથી ભાવનગર જિલ્લાના નાયબ બાગાયત નિયામક વાઘમશીએ ભાવનગર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં તમામ કૃષિ પાકો માટે અવકાશ હોવાનું જણાવી વધુ ઉત્પાદન અને વધુ ઉત્પાદકતા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. તેઓએ પ્રકૃતિ સાથેની…
Read Moreસિહોર તાલુકાના પાંચતલાવડા ગામે તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર ચોમાસુ દસ્તક દઇ રહ્યું છે ત્યારે વરસાદ રૂપે વરસતાં ટીપે-ટીપે પાણીનો સદુપયોગ કરી શકાય તેવાં હેતુ સાથે સિહોર તાલુકાના પાંચતલાવડા ગામે તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થવાના અવસર પર દરેક વિસ્તારમાં ૭૫ તળાવો બનાવવામાં આવે કે તેને ઊંડા ઉતારવામાં આવે તેવી કરેલી હાકલને પગલે જળસંગ્રહ માટેના આ અભિયાન અંતર્ગત તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. પ્રભુ પ્રસાદીરૂપે વરસેલા પાણીને ગામમાં જ સંગ્રહિત કરી શકાય…
Read More