દીવના દરિયામાં અત્યારે 25 થી 30 જેટલી ડોલ્ફીન જોવા મળી રહી છે

હિન્દ ન્યૂઝ, દીવ

            દીવના ઘોઘલા બીચથી કિલ્લો અને નાગવા બીચ નજીકના
દરિયામાં ડોલ્ફીનનું ઝુંડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
જો કે ડોલ્ફીનને જોવા માટે વહેલી સવારે જવું પડે છે. ખાસ
તો છેલ્લા ઘણા વર્ષોથી શિયાળામાં આ ડોલ્ફીન દીવના
દરિયામાં મહેમાન બને છે અને એટલે કડકડતી ઠંડીના
ઠંડા વાતાવરણમાં આ ડોલ્ફીન દીવના બીચ કિનારા નજીક
પહોંચી જાય છે. જો કે કિનારા વગર દરિયામાં પણ જઈને
જોઈ શકાય છે.

તેના માટે સવારે 6 થી 10 સુધી વધારે
પ્રમાણમાં ડોલ્ફીન જોવા મળે છે. કારણ કે આ સમયે સમુદ્ર
શાંત હોવાને લઇ ડોલ્ફીન બીચ નજીકના વિસ્તારમાં જોવા
મળી રહી છે. સહેલાણીઓ માટે ઘોઘલા બીચથી સ્પેશિયલ
ડોલ્ફીન જોવા માટે બોટ પણ ચલાવાય રહી છે.

દીવના
દરિયામાં 25 થી 30 જેટલી ડોલ્ફીન જોવા મળી રહી છે.

છેલ્લા 3-4 વર્ષથી દીવના સમુદ્રમાં ડોલ્ફીન જોવા મળી રહી
જો કે ડોલ્ફીન શિયાળામાં જ વધુ પ્રમાણમાં જોવા મળતી
હોવાના કારણે શિયાળાના ચાર મહિના પ્રવાસીઓ બોટ
મારફતે દીવના દરિયામાં ડોલ્ફીન જોવા જતા હોય છે.
પ્રવાસીઓ આશા રાખી રહ્યાં છે કે દીવનો શાંત અને
રમણીય બીચ પર આવનારા સમયમાં વધારે ડોલ્ફીનના ઝુંડ
દીવના મહેમાન બનશે.

મહત્વનું છે કે છેલ્લા 3-4 વર્ષથી
દીવના સમુદ્રમાં ડોલ્ફીન જોવા મળી રહી છે.

બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment