ગુજરાત રાજ્યમાં ઐતિહાસિક અભૂતપૂર્વ આર.ટી.આઈ સંમેલન 2022માં યોજાઈ રહ્યું છે

હિન્દ ન્યુઝ, સુરત

ગુજરાત રાજ્યમાં ઐતિહાસિક અભૂતપૂર્વ આર.ટી.આઈ સંમેલન 2022માં યોજાઈ રહ્યું છે ત્યારે આ સંમેલનના સંસ્થાપક દિપકભાઈ પટેલ, કાર્ય સહભાગી ગણપતભાઇ, હરેશભાઈ ગુજ્જર, ઘનશ્યામભાઈ બારોટ, મહેશભાઈ, બ્રિજેશભાઈ ઉપસ્થિત હતા. ખાસ કરીને વાત કરીએ તો આ કાર્યક્રમ રાષ્ટ્રીય કક્ષાએ યોજવામાં આવનાર છે જેમાં દરેક જિલ્લાના આરટીઆઈ એક્ટિવિસ્ટો આવવાના છે. હાલમાં 700 જેટલા કાર્યકર્તાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે સંસ્થાપક દિપકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે લોકોને પડતી મુશ્કેલીઓ માટે માહિતી અધિકાર લોકશાહી નો ધબકાર જણાય છે. જેમાં 21 રૂપિયા ની અરજી કરવાથી સરકારી કચેરીઓમાં ફાઇલોમાં કેદ લોકોના ઉપયોગી દસ્તાવેજો મળી શકે છે સરકારી કર્મીઓ પાસે જવાબ માંગવાનો લોકતાંત્રિક અધિકાર એટલે આર.ટી.આઈ એક્ટ આ કાર્યક્રમ માં એકથી બઢકર જાગૃત નાગરિકો વકીલો સામાજિક કાર્યકરો પધારશે અને લોકોને સાચો ન્યાય મળશે એવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.

રિપોર્ટર : ઘનશ્યામ બારોટ, સુરત

Related posts

Leave a Comment