દિયોદર ના નવા ગામ ની સિમ માં ગૌચર ની જમીન પર દબાણ દૂર કરવા કવાયત

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર તાલુકા ના નવા ગામે મોટાભાગ ની ગૌચર ની જમીન પર અમુક લોકો એ ગેરકાયદેસર રીતે દબાણો કરી ખેતી નું વાવેતર કરતા આખરે ગ્રામ પંચાયત ની રજુઆત બાદ દિયોદર વહીવટી તંત્ર દ્વારા પોલીસ ને સાથે રાખી દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ છે.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના નવા ગામ ની સિમ માં આવેલ ગૌ ચર ની જમીન પર અમુક લોકો એ ખોટી રીતે ગૌચર ની જમીન પર ગેર કાયદેસર રીતે ગૌચર ની જમીન કબ્જે લઈ ખેતી નું વાવેતર કર્યું હતું. જેમાં ગામ ના જાગૃત નાગરિક દ્વારા ગૌ ચર ની જમીન પર થી દબાણ દૂર કરવા માટે લેખિત માં રજુઆત કરી હતી. જેમાં ગ્રામ પંચાયત દ્વારા ગૌ ચર ની જમીન પર થી દબાણો દૂર કરવા માટે દબાણ દારો ને અનેક નોટિસો આપવામાં આવી હતી. જેમાં દબાણ દારો દ્વારા દબાણ દૂર ના કરતા આખરે ગ્રામ પંચાયત દ્વારા દિયોદર તાલુકા વિકાસ અધિકારી ની કચેરી ખાતે જાણ કરવામાં આવતા આજે દિયોદર તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ નો કાફલો નવા ગામે જેસીબી મશીન સાથે પોહચ્યો હતો. જેમાં ગૌચર ની જમીન પર થી દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ હતી.

ત્રણ દિવસ માં આ દબાણ દૂર કરાશે : પી.આર.દવે

નવા ગામે ગૌચર ની જમીન પર દબાણ પર કાર્યવાહી હાથ ધરાઈ છે. ગ્રામ પંચાયત દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં ગૌચર ની તમામ જમીન પર થી દબાણ દૂર કરવામાં આવશે.

પરિવાર નું ગુજરાન ચલાવી શકું તે માટે વાવેતર કર્યું હતું : દબાણદાર

આ બાબતે ગૌચર ની જમીન પર દબાણ કરનાર અમરતભાઈ પ્રજાપતિ એ જણાવેલ કે હું બિન ખેડૂત છુ અને મારા પરિવાર નું ગુજરાન ચલાવવા માટે મેં રાયડા નું વાવેતર કર્યું હતું. જેમાં આજે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં મારે ખુબજ નુકશાન આવ્યું છે હું નિરાધાર બની ગયો છું.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment