હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારના N.T.E.P. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ.કે.તાવીયાડ ભાવનગર તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.પી.વી.રેંવર, ભાવનગરના માર્ગદર્શન હેઠળ ટી.બી. ના રોગ સામે જન જાગૃતિ વધે તેમજ રોગના લક્ષણોને ઓળખી ગળફાનું પરિક્ષણ કરાવે અને નિયત કરેલ સમય મર્યાદા સુધી સારવાર પૂર્ણ કરે અને વર્ષઃ ૨૦૨૫ સુધીમાં ટીબીને નિર્મૂલન કરવાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવાના હેતુસર જીલ્લામાં આજરોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ વિશ્વ ક્ષય દિવસની નવી થીમ “ઈન્વેસ્ટ ટુ એન્ડ ટી.બી.(Invest To End TB)” મુજબ તાલુકાના હેલ્થ સ્ટાફ તેમજ શિક્ષણ…
Read MoreDay: March 25, 2022
વાહકજન્ય રોગચાળો અટકાવવાં ખાસ સર્વેલન્સ અંતર્ગત શિહોર તાલુકામાં મચ્છર ઉત્પત્તિ અટકાવવાં ઝૂંબેશ હાથ ધરાઈ
હિ ન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવાં માટે સમયે સમયે અભિયાન ચલાવીને મચ્છરજન્ય રોગચાળો અટકે તે માટે પગલાં લેવામાં આવે છે. તે અંતર્ગત તા. ૨૧ થી ૩૦ માર્ચ દરમિયાન આરોગ્ય કર્મચારી, આશા, આશાફેસી દ્વારા ઘેર – ઘેર મુલાકાત લઈને ભવિષ્યમાં રોગચાળો ન ફેલાય તે માટે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. મચ્છર ઉત્પત્તિ અટકાયવવાં માટે વ્યક્તગત રીતે જઇને ટાયર, કૂંડામાંથી પાણી સાફ કરવું (ફિઝિકલ), પાણી ભરાયેલી જગ્યાઓએ પાવડરનો છંટકાવ કરવો (કેમિકલ) અને પોરા ભક્ષક માછલી મૂકવી (બાયોલોજીકલ) જેવાં અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ કામગીરી અંતર્ગત…
Read Moreજિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા પેરા લીગલ વોલન્ટીયર્સની નિમણૂંક કરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે કાનૂની સહાય અને સલાહ મળી રહે તે માટે પેરાલીગલ વોલન્ટીયર્સ તરીકેની સેવા પૂરી પાડવાં ભાવનગર જિલ્લામાં તથા તેના તાબાના તમામ તાલુકામાં પેરાલીગલ વોલન્ટીયર્સની નિમણૂંક કરવાની છે. જેમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ, નિવૃત્ત શિક્ષકો તથા બિનસરકારી એન.જી.ઓ.ના સભ્યો સ્વેચ્છાએ રસ ધરાવતાં હોય તેઓએ જરૂરી ફોર્મ તથા વિગત ભરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા અદાલત, ભાવનગરથી મેળવી તા. ૧૮ એપ્રિલ, ૨૦૨૨ સુધીમાં ભરીને પરત કરવાં માટે જણાવ્યું છે. આ ઉપરાંત નિમણૂકની વધુ…
Read Moreએસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાના પરિક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓ ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૦૮/૦૪/૨૦૨૨ સુધી લેખિત પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષાનો સમય ૧૦:૦૦ કલાક થી ૬:૩૦ કલાક સુધી રહેશે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર…
Read Moreગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરિક્ષા સમિતિ દ્વારા આયોજીત પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરિક્ષા સમિતિ દ્વારા વનરક્ષક વર્ગ-૩ની લેખીત પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૭/૦૩/૨૦૨૨ નાં રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં…
Read Moreસમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી માર્ચ/૨૦૨૨- એપ્રિલ/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૦૨/૦૪/૨૦૨૨નાં રોજ ગુડી પડવો-ચેટીચાંદ, તા.૦૩/૦૪/૨૦૨૨નાં રોજ રમજાન માસ પ્રારંભ, તા.૦૫/૦૪/૨૦૨૨નાં રોજ વિનાયક ચોથ, તા.૦૯/૦૪/૨૦૨૨નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૧૦/૦૪/૨૦૨૨નાં રોજ રામનવમી, તા.૧૪/૦૪/૨૦૨૨નાં રોજ આંબેડકર જ્યંતિ, તા.૧૫/૦૪/૨૦૨૨નાં રોજ ગુડ ફ્રાઇડે તથા તા.૧૬/૦૪/૨૦૨૨નાં રોજ હનુમાન જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક…
Read More