હિન્દ ન્યુઝ , થરાદ થરાદ તાલુકાના કરબુણ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠ ના બાળકોનો બાળ સ્કીલ કૌસલ્ય બાળકોનો વિષય એના અંતર્ગત ગીજુભાઈ બધેકા બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું. એમા આજે બાળકો એ રંગ પુરણી, વકતૃત્વ સ્પર્ધા, ગીત સ્પર્ધા, સંગીતમાં અલગ અલગ પ્રકારના ડાન્સ વગેરે રજુ કર્યા વિજ્ઞાન ને લગતા અલગ અલગ પ્રયોગો કર્યા, ખેતી ના સાધનો કયા કયા વપરાય એ વિશેનો બાળકોને પરિચય કરવામાં આવ્યું. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
Read MoreMonth: January 2022
સ્ત્રી સશક્તિકરણનાં મંત્રને સાર્થક કરતી તંત્રની નવતર પહેલ
હિન્દ ન્યુઝ. બોટાદ બોટાદ તાલુકાની ઉત્સાહી મહિલા રોજગાર ઈચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ટેક્ષટાઇલ્સ ક્ષેત્રના શુભારંભ થનાર પ્રથમ અગ્રગણ્ય ઔધોગિક એકમ સ્કાય ટેક્ષટાઇલ્સ ઇન્ડિયા પ્રા.લિ – લાઠીદડ માટે તા.૧૦/૦૧/૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૧૦ કલાકે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ધોરણ-૮ (આઠ) પાસની લાયકાત ધરાવતા ફક્ત સ્ત્રી રોજગાર ઇચ્છુકો માટે સ્કાય ટેક્ષટાઇલ્સ ઇન્ડિયા પ્રા.લિ – લાઠીદડ ખાતે ખાસ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો સાથે એકમ ખાતે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળા…
Read Moreઅનુ. જાતિના ખેડૂતો માટે વિનામૂલ્યે શાકભાજી કીટ વિતરણ તથા ખેડુત શિબીર યોજાઈ
હિન્દ ન્યુઝ , બોટાદ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બોટાદ દ્વારા તા.06/01/2022 ના રોજ બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે અનુ. જાતિના ખેડૂતો માટે વિનામૂલ્યે શાકભાજી કીટનું વિતરણ તથા બાગાયતી ખેતી તેમજ બાગાયત સહાય યોજનાઓ અંગે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ શિબિરમાં બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળા દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તેમના હસ્તે જિલ્લાના કુલ 55 અનુ. જાતિના ખેડૂતોને વિનામૂલ્યે શાકભાજી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાગાયત અધિકારી ચંદ્રેશ પટેલ દ્વારા ખેડૂતોને કીટમાં ફાળવેલ બિયારણ તથા ઇનપુટના ઉપયોગ અંગે માહિતી આપી હતી. સમગ્ર શિબિરનું સંચાલન…
Read Moreબોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં ફરમાવી હથિયાર બંધી
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તથા કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડલીવાળી લાકડી, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરીક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ અને બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ – સલામતી જાળવવા આગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતાં બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.આર.પરમારે એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં હથિયાર બંધી ફરમાવી છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે છરી, કુહાડી, ધારીયા,…
Read Moreમહીસાગર વહીવટી તંત્ર દ્રારા સંજીવની એક્સપ્રેસ બાઇકનો રાજ્યમાં પ્રથમ પ્રયોગ પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, મહિસાગર કોરોના અંગેની આગોતરી તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી કોવિડ-૧૯ દર્દીઓની આરોગ્ય ચકાસણી માટે સંજીવની એક્સપ્રેસ બાઇકને પ્રભારી મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આજે લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. મંત્રી સહિત મહાનુભાવોએ કોવિડ-૧૯ ના દર્દીઓની આરોગ્ય ચકાસણી માટે જિલ્લા તંત્ર દ્રારા નવતર અભિગમ અપનાવી સંજીવની એક્સપ્રેસ બાઇકના રાજ્યમાં પ્રથમ પ્રયોગને આવકારતા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મહીસાગર જિલ્લામાં પાંચ સંજીવની એક્સપ્રેસ બાઇક અંતરીયાળ વિસ્તારોમાં મલ્ટી પર્પઝ હેલ્થ…
Read Moreસુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત સભાને સંબોધન કરી માર્ગદર્શન આપતાં રાજ્યપાલ
હિન્દ ન્યુઝ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ટીમાણા ગામ અને તેની આસપાસના પ્રગતિશીલ ખેડૂતોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અને તેનાં ફાયદા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂત સભાને સંબોધતાં કરતાં રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી જમીન માટે અમૃત સમાન છે. તે જમીનને ફળદ્રુપ બનાવવા સાથે ખેડૂતને પણ સમૃધ્ધ બનાવશે. તેમણે જણાવ્યું કે, પરમાત્મા આપણને જન્મ આપનાર જન્મદાતા છે, પરંતુ વાસ્તવમાં અન્ન પૂરું પાડીને આપણું જીવન ટકાવી રાખનાર સાચો અન્નદાતા ખેડૂત છે. રાજ્યપાલએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શું છે ? તે કેવી રીતે…
Read Moreભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે શિવ શક્તિ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેતાં રાજ્યપાલ
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાકૃતિક ખેતી કરતાં શિવ શક્તિ ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ભાવનગર જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા બાદ તેઓએ પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરતાં ખેડૂત કનુભાઈ ભટ્ટના ખેતરમાં કેળા,પપૈયા સહિતના પાકોનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક ખેતી થકી થતાં ફાયદાઓ અંગે તથા તેની જાળવણી અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનું ઉત્પાદનએ માનવીના શરીર માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે તેમ જણાવી વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનો ઉપયોગ કરે તેવું સુચન કર્યું…
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તળાજા તાલુકાના ટીમાણા ગામે હેલીપેડ ખાતે આવકારતાં કલેકટર
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યપાલઆચાર્ય દેવવ્રત આજે ભાવનગર જિલ્લાનાં એક દિવસીય પ્રવાસે તળાજા તાલુકાના ટીમાણા ગામે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચતાં તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે આવકારવામાં આવ્યાં હતાં. હેલીપેડ ખાતે તેમના સ્વાગત માટે જિલ્લા કલેકટર યોગેશ નીરગૂડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, તળાજા પ્રાંત અધિકારી વિકાસકુમાર રાતડા ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યપાલ ટીમાણા ખાતે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા હાથ ધરાયેલી પ્રાકૃતિક ખેતીનું નિદર્શન નિહાળી ગામના ખેડૂતોને માર્ગદર્શિત પણ કરવાના છે. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
Read Moreકોરોનાના સંભવિત ત્રીજા વેવને અનુલક્ષીને રાજ્ય સરકાર સંપૂર્ણ સુસજ્જ
હિન્દ ન્યુઝ, કોરોનાના સંભવિત ત્રીજા વેવને અનુલક્ષીને ભાવનગર જિલ્લામાં કોરોનાની સર્વગ્રાહી સમીક્ષા માટે પધારેલા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોનાના સંભવિત ત્રીજા વેવને લઈને રાજ્ય સરકાર સંપૂર્ણ સજજ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ભૂતકાળના કોરોના વેવમાં જે અગવડતાઓ અનુભવાઈ હતી તેને અનુલક્ષીને આગામી સંભવિત ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને આગોતરી તૈયારી કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આરોગ્ય નિષ્ણાતોના મતે ગઈ વખત કરતાં આ વખતે કોરોનાનો પ્રભાવ વ્યાપક રસીકરણને લીધે હળવો છે તે આપણાં માટે…
Read Moreપ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ ભાવનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, કોરોનામાં અગાઉ આપણે સારી કામગીરી કરી છે. કોરોનાની નવા રૂપ ઓમીક્રોન સામે લડવા આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે તેમ નથી. આથી, કોરોનાનો વેવ આવે તે માટેની પૂર્વ તૈયારી જ કોરોનાને નાથવાં…
Read More