સુરત શહેર પોલીસ 38 જેટલા અધિકારીઓ દ્વારા રક્તદાન દિવસે રક્તદાન કર્યુ

હિન્દ ન્યૂઝ, સુરત,  ૧ ઓક્ટોબર વિશ્વ રક્તદાન દિવસ ની દર વર્ષે સુરતમાં અલગ-અલગ સામાજિક સંસ્થાઓ અને મંડળો રક્તદાન કેમ્પનું આયોજન કરી ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સુરત પોલીસે અનોખી રીતે આ દિવસની ઉજવણી કરી હતી. હમણાં સુધી માત્ર સામાજિક સંસ્થાઓ અને મંડળો દ્વારા જ રક્તદાન કેમ્પ યોજી સમાજને સંદેશો પાઠવવામાં આવતો હતો પરંતુ હવે આ ઉજવણીમાં સુરત પોલીસ પણ સહભાગી બની છે. આજ રોજ સુરત પોલીસ કમિશનર અજય તોમર સહિત ડીસીપી, એસીપી સહિત કુલ 38 જેટલા અધિકારીઓએ રક્તદાન કર્યું હતું. પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલ અંબિકા…

Read More

માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરિવાડ ગામમાંથી વિદેશી દારૂના ૭૧ બોટલ ઝડપી પાડતી  માલપુર પોલીસ

હિન્દ ન્યૂઝ, માલપુર    સંજય ખરાત,પોલીસ અધિશ્રક અરવલ્લી – મોડાસા તથા બી.બી.બસિયા નાયબ પોલીસ અધિશ્રક મોડાસા વિભાગ મોડાસા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર મોડાસા સર્કલ મોડાસા નાઓ તરફથી પ્રોહી ની કામગીરી કરવા સારૂ સૂચનાઓ આપવામાં આવેલ હતી. જે અન્વયે અંગેના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના કેસો શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જે અન્વયે એન.એમ.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માલપુર પો.સ્ટે.નાઓના માર્ગદર્શન હેઠળ માલપુર પોલીસ સ્ટાફના માણસો તેઓ સાથે પેટ્રોલિંગ માં હતા. દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આ કામના આરોપી પોતાના કબજા ભોગવટાના મકાઈ વાળા ખેતર માં પ્રોહી પ્રતિબંધક એરિયામાં પ્રોહી…

Read More

ક્ચ્છ ભુજ ઉમેદભવન ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા મિટિંગ નું આયોજન

હિન્દ ન્યૂઝ, ક્ચ્છ, ક્ચ્છ ભુજ ઉમેદભવન ખાતે તા.૦૧/૧૦/૨૦ ના રોજ ‘રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ’ જિલ્લા ના તમામ તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં સંગઠન ના સંયોજક અને વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સાથે ગુજરાત પ્રદેશ ના કનવીનર કમલેશભાઈ કટારીયા, ઉમેશભાઈ અને જિલ્લા ટીમ સાથે રહી સંગઠન ને વધુ મજબૂત બનાવવા આહવાન કરેલ અને આવનારા સમય મા આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી વિશે વ્યૂહરચના ઘડવામાં આવી હતી. રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ

Read More

છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ.

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,  કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોના અમલીકરણ થકી સૌનો વિકાસ થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાળકો માટે પણ સરકાર એટલી જ ચિંતિત છે. આમ, સરકાર સૌની ચિંતા કરે છે એમ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન  રાઠવાએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ અને મહાત્મા ગાંધી ૧૫૧મી, જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર ખાતે દરબાર હોલમાં આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોના ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન, નંદઘર ઇન્ફર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશનના ઇ-લોન્ચિંગ જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પ્રધાનમંત્રી…

Read More

રાજપીપલાના ગાંધી ચોક ખાતે ભાજપ આગેવાનો દ્વારા ગાંધી જયંતી ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, રાજપીપલાના, આજ રોજ ૨જી ઓકટોબર, મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે રાજપીપલા ગાંધી ચોક ખાતે નર્મદા જીલ્લા ભાજપના આગેવાનો તેમજ કાયૅકરો દ્વારા મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ માં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા તથા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, રમણસિંહ રાઠોડ, કિરણભાઈ વસાવા, ભગવાનદાસ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, રાજુભાઈ વસાવા તથા દિવ્યેશભાઈ વસાવા, કમલેશભાઈ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Read More

છાપી રીક્ષા ચાલકો ની મુલાકાત લેતા ગુજરાત ઓટો રીક્ષા ફેડરેશન ના હોદેદારો

હિન્દ ન્યૂઝ, છાપી,  વડગામ તાલુકાના છાપી હાઈવે ખાતે ગુજરાત ઓટો રીક્ષા ફેડરેશન દ્વારા રીક્ષા ચાલકો ને પડતી હાલાકી ઓ ને લઈ એક મિટીગ નું આયોજન કરાયું હતું. જેમાં રીક્ષા ચાલકો ના મુળભુત પ્રશ્ર્નો નો ને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. છાપી તથા આજુબાજુના વિસ્તારમાં રીક્ષા ચલાવી પોતાનું પેટીયુ રળતા તમામ લોકોને પડતી હાલાકીઓ ની વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. જેમાં ગુજરાત ઓટો રીક્ષા ફેડરેશન ના પ્રમુખ જ્યંતિભાઈ પ્રજાપતિ તથા મહામંત્રી સાજીદ મકરાણી, પ્રવક્તા ઈમ્તિયાજભાઈ બનાસ ડેરી ના ડિરેક્ટર ફલજીભાઈ ચૌધરી, છાપી રીક્ષા યુનિયન ના પ્રમુખ શુરેશભાઈ ગૌસ્વામી , છાપી ગ્રામપંચાયત…

Read More

પાલનપુર ના કુંભલમેર ગામ માં કૌટુંબિક ઝઘડામાં મહિલા ને માર મારતા ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ..

હિન્દ ન્યૂઝ, પાલનપુર,   બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મૂળ વતની લખુબેન શિવરામભાઈ પટેલ જે હાલ પાલનપુર ના બેચરપુરા ની વૃંદાવન સોસાયટીમાં રહે છે. જેઓ એ કુટુંબીક ઝગડા માં ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પરિવાર સાથે કુંભલમેર પોતાના વતનને ગયા ત્યાંથી પોતાના ખેતર માં ગયા હતા. ત્યારે તેમના જેઠ લાલજીભાઈ હીરાભાઈ વાગડોદા પોતા ના પસુ બાંધવાના ખરાબા માં હાજર હતા અને તેવોએ બે દિવસ પહેલા અમારા સાસુ ને માર્યા હતા. પરંતુ શગા માં પોલીસ ફરિયાદ કોણ કરે તેવું માની પોલીસ ફરિયાદ ન કરી. જેથી તેમને તેમના જેઠ ને ઠપકો આપતા…

Read More

સૌરાષ્ટ્રને ગૌરવ અપાવનાર સોરઠ સુંદરી ચાંદની પરમાર ને ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા આયોજિત આંતર રાષ્ટ્રીય સન્માન સમારોહ માં ભાગ લેવા અપાયું નિમંત્રણ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.01-10-2020, તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ સમારંભ માં બેસ્ટ પ્રોડ્યૂસર અને અભિનેત્રી તરીકે એવોર્ડ મેળવી ને સોરઠ સુંદરી એવી ચાંદની પરમારે સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાયેલ હોય ત્યારે ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા મહિલા વિંગ માં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે નિમણુંક અપાતા ગુજરાત ને ગૌરવ અપાયેલ છે. અને આગામી નવેમ્બર માસમાં દુબઇ ખાતે આયોજિત આંતર રાષ્ટ્રીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ સન્માન સમારોહ માં અતિથિ વિષેશ તરીકે ઉપસ્થિત રહેવા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ છે. ત્યારે રાજ્ય માંથી તેમના ચાહકો દ્વારા અભિનંદન…

Read More

ઈણાજ જિલ્લા પંચાયત ખાતે તા.૨ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ        તા.૦૧, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દ્રારા ૧૦૦૧ જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઈ-લકાર્પણ, ઈ-ભૂમિપૂજન તથા નંદઘર ઈન્ફોર્મેશન ટ્રેક્રીંગ એપ્લીકેશનનું લોચિંગ, જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને ૨ જી ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયત ભવન ઈણાજ ખાતે તા.૨-૧૦-૨૦૨૦ના રોજ સવારે ૯.૩૦ કલાકે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ચેરમેન પંકજભાઈ ભટ્ટ, ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી અને અતિથી વિશેષ…

Read More

ગીર સોમનાથ જિલ્લામા ૨૬૫૦ લાભાર્થીઓએ આયુષ્યમાન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિ:શુલ્ક સારવારનો લાભ લીધો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૦૧, ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૧૮થી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમ્રુતમ અને મુખ્યમંત્રી અમ્રુતમ વાત્સલ્ય યોજના કાર્યરત છે. આયુશ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે લાભ પરિવારને મળવા પાત્ર છે. તેઓને તા. ૦૧/૦૩/૨૦૧૯ થી મા યોજનામા પણ લાભ મળે છે. ઉપરોક્ત બન્ને યોજનામા ક્ન્સ્લ્ટ્ન્સી ફી, રિપોર્ટ, ઓપરેશન ચાર્જ, દવાઓ, યોજનામા સારવાર લીધા બાદ ઘરે જવા માટે રૂ.૩૦૦ ભાડુ ચુકવવા સહિતનો સમાવેશ નિ:શુલ્ક કરવામા આવેલ છે. ગીર સોમનાથ જિલ્લામા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૧.૮૦.૭૬૦ જેટલા લાભાર્થીને લાભ મળવા પાત્ર છે. જેમાથી બે વર્ષ પુર્ણ થતા…

Read More