જામનગર માટે આગામી 100 કલાક ખુબજ મહત્વના છે……

જામનગર, જામનગર માટે આગામી 100 કલાક ખુબજ મહત્વના છે. જો આ 100 કલાકમાં કોરોના પોઝિટીવનો કેસ નહી આવે તો 21 એપ્રિલથી જામનગર શહેર સહિત જિલ્લામાં લોકડાઉનમાં રાહતભરી છૂટછાટ મળવાની પુરેપુરી સંભાવનાઓ જોવાઇ રહી છે. 20 એપ્રિલ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકડાઉનમાં છૂટછાટ આપવા જઇ રહી છે. આ માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. જ્યારે રાજ્ય સરકાર આજે જાહેર કરશે. આ માટે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન નક્કિ કરવામાં આવી રહ્યા છે. જે પૈકી રેડઝોનની યાદી ગઇકાલે જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતનાં પાંચ શહેરોનો સમાવેશ છે.…

Read More

રાજકોટ શહેર મહાનગરપાલિકાના આસી. મેનેજર કાશ્મિરાબેન વાઢેરની ફરજ નિષ્ઠાને મુકત કંઠે બિરદાવતા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૪.૨૦૨૦ ના રોજ મહાનગરપાલિકામાં નિષ્ઠાપૂર્વક કર્તવ્ય પાલનનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના આસી. મેનેજર કાશ્મીરા વાઢેર મહાનગરપાલિકા શરૂ કરવામાં આવેલ કોરોના કંટ્રોલરૂમના ઇન્ચાર્જ તરીકે પોતાની ફરજ નિભાવી રહયા છે. અને એ પણ પોતાની જી.એ.ડી અને આરોગ્ય શાખાની મૂળ ફરજો ઉપરાંત વધારાની કામગીરી તરીકેbકાશ્મીરા વાઢેર સવા બે વર્ષની વયની પુત્રીના માતા છે. અને તેઓના પતિ આશિષભાઈ રમેશભાઈ ડોડીયા પણ P.G.V.S.L. માં જુનિયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. અને તેઓ પણ P.G.V.S.L. ના કંટ્રોલરૂમમાં જવાબદારી નિભાવી રહયા છે. હાલ તેઓ સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજના ૭:૦૦…

Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે

તા.૧૬.૪.૨૦૨૦ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ અનેક તર્ક વિતર્ક શરુ થયા ત્યારે હવે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ઓફિશ્યલી પ્રેસ રિલીઝ કરી જણાવ્યું છે. કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ.આર.કે.પટેલ અને ડૉ.અતુલ પટેલ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. મુખ્યમંત્રી હાલ તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી…

Read More

રાજકોટ શહેર ચિત્રનગરી ના આર્ટીસ્ટોએ ડોક્ટરો અને પોલીસ કર્મીઓ ને ચિત્રો થી આપી સલામી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ ચિત્રનગરી ના આર્ટીસ્ટોએ ડોક્ટરો અને પોલીસ કર્મીઓ ને ચિત્રો થી આપી સલામી. અલગ અલગ થિમ પર ચિત્રકારી કરી આરોગ્ય કર્મી અને પોલીસ કર્મી માટે સંવેદના દર્શાવી. કોરોના મહામારી સામેના યુદ્ધમાં પોલીસ, ડોક્ટર અને મીડિયા ની કામગીરી ને ચિત્રકારો એ આપી સલામી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર માધાપર ચોકડી પાસે પરિણીત પ્રેમીએ પ્રેમીકાને પટ્ટાથી મારમાર્યો

રાજકોટ, રાજકોટ શહે૨ તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ પતિ-પત્ની ઔ૨ વોહ નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમીકા સાથે ૨હેતાં પ૨ણિત પ્રેમી યુવકે પ્રેમીકાને પટૃાવડે મા૨મા૨ી છ૨ીથી ઈજા ક૨તાં પ્રેમિકાએ સા૨વા૨ લેવી પડી હતી. બનાવની પ્રાપ્ત વિગત મુજબ માધાપ૨ ચોકડીથી મો૨બી ૨ોડ પ૨ આવેલાં શ્રી ૨ેસીડેન્સીમાં ૨હેતી ઉર્વશી ચીમનભાઈ મક્વાણા (ઉવ.૨૦)ની વણક૨ યુવતિને સાથે ૨હેતાં પ્રેમી વિપુલ ઓઘડભાઈ સુસ૨ા (ભ૨વાડ)એ કમ૨પટૃા વડે મા૨મા૨ી છ૨ીથી ઈજા ક૨તાં યુવતિએ સિવિલમાં સા૨વા૨ લીધી હતી. બનાવ અંગે હોસ્પીટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ ક૨ી હતી. બનાવના પગલે યુવતિએ જણાવ્યું હતું કે, પોતાના માતા-પિતા માર્કેટીંગ યાર્ડ નજીક…

Read More

શહેરા પોલીસે લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા લોકડાઉનના ભંગ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઇ મુજબ ડીટેઇન કરેલા વાહનો ને મુકત કર્યા

શહેરા, શહેરા નગરમાં લોકડાઉન દરમ્યાન વગર કામે મોટર સાયકલો તેમજ અન્ય વાહનો લઈ ભટકતા તત્વો સામે પોલીસે લોકડાઉનના ભંગ અન્વયે કાયદાકીય કાર્યવાહી કરી વાહનો ઝપ્ત કર્યા હતા, જેમાં ઝડપાયેલા વાહનો પૈકી જેને આર. ટી.ઓનો મેમો આપેલ હતો તેવા વાહનોને પોલિસ મથકે કાયદાની જોગવાઈ અનુસાર દંડ લઈ વાહનો છોડવામાં આવ્યા હતા. જેમાં વાહનો છોડાવવા આવેલા લોકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્ટ જળવાઈ રહે તેની સંપૂર્ણપણે તકેદારી રાખી હતી તેમજ લોકો લાઈનમાં માસ્ક પહેરીને જ ઉભા રહે તેની કાળજી પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવી હતી. રાજ્ય સરકારના આદેશા અનુસાર લોકડાઉન દરમ્યાન ઝડપાયેલા વાહનોને મુક્ત…

Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ બે ડોકટરોની ટીમે હેલ્થ ચેકઅપ કર્યું: તમામ રિપોર્ટ નોર્મલ

ગાંધીનગર, રાજ્યમાં કોરોના સંક્રમણ આયોજનબદ્ધ રીતે લડી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ હોવાના અહેવાલો મળે છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આજે ડોક્ટર આર કે પટેલ અને ડોક્ટર અતુલ પટેલ એમ બે ડોકટરોની ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચેકઅપ દરમિયાન વિજયભાઈના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે ગઈકાલે ગાંધીનગરમાં બેઠક બાદ મોડેથી ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વિજયભાઈ રૂપાણી સહિત ગુજરાતના ઉચ્ચ રાજકીય વર્તુળો માટે ગુજરાતભરની પ્રજામાં ચિંતાની લાગણી ફેલાઇ હતી. આજે વિજયભાઈના તમામ રિપોર્ટ નોર્મલ…

Read More

રાજકોટ શહેર કોવીડ હોસ્પિટલના કપડાને જંતુ મુક્ત રાખવા કરાય છે દરરોજ ખાસ વોશિંગ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ સોડિયમ હાયપોક્લોરાઇટ અને પોટેશિયમ મેંગેનેટ જેવા કેમિકલમાં ૨ કલાકથી વધુ સમય રાખી વાઇરસ અને બેક્ટેરિયા જેવા જંતુઓને કિલ કરવામાં આવે છે. રોજના ૧૫૦ થી વધુ ચાદર, બેડશીટ, રૂમાલ, ટુવાલ, કવરની કરાઈ છે રોજ ધોલાઈ આપણા ઘરે પણ બેડશીટ, ઓશિકાના કવર કે ટુવાલ રોજેરોજ ધોવાઈ વપરાશમાં લેવાતા નહીં હોઈ પણ કોવીડ હોસ્પિટલ, રાજકોટમાં એક નિત્યક્રમ જળવાઈ રહે છે. સવાર પડેને પેશન્ટને સ્વચ્છ બેડશીટના મખમલી ગાદલા અને ઓસીકા યુક્ત પથારીમાં ટ્રીટમેન્ટ મળી રહે તેની ખાસ તકેદારી સ્ટાફ દ્વારા લેવામાં આવે છે. કોરોના વાઇરસ કે બેક્ટેરિયા સહિતના…

Read More

રાજકોટ શહેર પિતાની અંતિમવિધિ પૂર્ણ કરી તુરંત E.M.T. એ ૧૦૮ ની ડયુટી જોઈન્ટ કરી લીધી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ લોકડાઉન વચ્ચે માનવતાનું વધુ એક ઉદાહરણ આવ્યું સામે. કોઠારીયા રોડ પર આવેલ ૧૦૮ના પોઇન્ટ પર E.M.T ફરજ બજાવતા કિશનભાઈ છાયાના પિતાનું થયું અવસાન. અવસાન થતાં માત્ર અડધો દિવસમાં પિતાની અંતિમવિધિ પૂર્ણ કરીને ફરજ પર થયા હાજર. કોરોના સામેની જંગમાં મારુ યોગદાન મહત્વનું છે. કિશનભાઇ એ કહ્યું હતું કે પિતાના નિધનને કારણે અધિકારીઓ દ્વારા ૧૦ દિવસની રજા આપી હતી. જે થવાનું હતું તે થઈ ગયું પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરંતુ પોતાને મળેલા મોકાથી અન્ય કોઈની જિંદગી બચાવી શકાય તો તેનાથી મોટું કામ નથી. તેવું…

Read More

થરાદના આજાવાડા ગ્રામ પંચાયત દ્વારા ગામ માં પ્રવેશ માટે એક રસ્તો ખુલ્લો રાખી અન્ય રસ્તાઓ બંધ કરાયા

થરાદ, કોરોના નામ ના વાયરલ ની મહામારી સમગ્ર દેશોમાં ચાલી રહી છે. જેને લઈ બનાસકાંઠા ના વાવ ના મીઠાવીચારણ ગામે એક બાળક ને કોરોના પોઝીટીવ આવતા બનાસકાંઠા ના તમામ ગામડાઓ માં ડર નો માહોલ જોવામળી રયો છે. જેને અનુલગી આજાવાડા ગ્રામ પંચાયત સરપંચ પ્રહલાદભાઈ રાઠોડ, ડે.સરપંચ ઠાકોર, સોરમબેન તેમજ તલાટી કે.આર.કટારીયા, ડેરી.મંત્રી ચેલાભાઈ તેમજ ગામ ના યુવાનો દ્વારા આજાવાડા ગામ માં પ્રવેશ કરતો એક રસ્તો ખુલ્લો મૂકી બાકી ના રસ્તાઓ ને બંધ કરી દેવામાં આવ્યા છે પણ કોઈ બહારગામનો વ્યક્તિ પ્રવેશી જાય તો તેને પૂછપરછ કરી ને ગામ માં પ્રવેશ…

Read More