રાજકોટ શહેર મહાનગરપાલિકાના આસી. મેનેજર કાશ્મિરાબેન વાઢેરની ફરજ નિષ્ઠાને મુકત કંઠે બિરદાવતા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૬.૪.૨૦૨૦ ના રોજ મહાનગરપાલિકામાં નિષ્ઠાપૂર્વક કર્તવ્ય પાલનનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના આસી. મેનેજર કાશ્મીરા વાઢેર મહાનગરપાલિકા શરૂ કરવામાં આવેલ કોરોના કંટ્રોલરૂમના ઇન્ચાર્જ તરીકે પોતાની ફરજ નિભાવી રહયા છે. અને એ પણ પોતાની જી.એ.ડી અને આરોગ્ય શાખાની મૂળ ફરજો ઉપરાંત વધારાની કામગીરી તરીકેbકાશ્મીરા વાઢેર સવા બે વર્ષની વયની પુત્રીના માતા છે. અને તેઓના પતિ આશિષભાઈ રમેશભાઈ ડોડીયા પણ P.G.V.S.L. માં જુનિયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. અને તેઓ પણ P.G.V.S.L. ના કંટ્રોલરૂમમાં જવાબદારી નિભાવી રહયા છે. હાલ તેઓ સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી કલેકટરના ઓર્ડરથી લોકડાઉનના સમયગાળા દરમ્યાન નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ અવરોધ વિના સરળતાથી મળી રહે તે માટે રાશન વિતરણની કામગીરીમાં પણ જોડાયેલ છે. કાશ્મિરા વાઢેર અને તેમના પતિ આશિષભાઈ તેમની સવા બે વર્ષની પુત્રીને ઘેર મુકીને હાલના સમયમાં રોજ ૧૦ થી ૧૨ કલાક પોતપોતાની ફરજ બજાવી રહયા છે. એ હકિકત ફરજ પ્રત્યેની નિષ્ઠા અને ગંભીરતાની પરાકાષ્ટા બતાવે છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment