હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલમાં છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે વિનામૂલ્યે શાકભાજીના હાઈબ્રિડ બિયારણ કિટ આપવાની યોજનાને ચાલુ રાખવાની મંજુરી મળેલ છે. હાઈબ્રિડ શાકભાજીના 0.10 ગુઠા સુધીના વાવેતર વિસ્તાર માટે રૂ. 2000 સુધીની મર્યાદામાં વિનામૂલ્યે કિટ મળવાપાત્ર છે. જેમા હાઈબ્રીડ શાકભાજી બિયારણ તેમજ જૈવિક દવા અને જૈવિક ખાતર વગેરેની ઈનપુટ કિટ વિનામુલ્યે આપવામાં આવશે.
વર્ષ 2025-26 યોજના હેઠળ લાભ લેવા ઇચ્છુક ભાવનગર જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો એ, ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડની નકલ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંમતી પત્રક તથા અનુસૂચિત જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલા સહિત જરુરી કાગળો સાથે નિયત સમયમર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે નોંધ કરાવવાની રહેશે. તેમ નાયબ બાગાયત નિયામક, ભાવનગરની યાદીમાં જણાવ્યું છે.
