હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના IRLA સ્કીમ હેઠળ તેમજ અન્ય સ્કીમ હેઠળ પેન્શન મેળવતા તમામ રાજ્ય સરકારના પેન્શનરઓને જણાવવાનું કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટેની વાર્ષિક હયાતીની ખરાઈ તા.૦૧/૦૫/૨૦૨૬ થી ૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદામાં હયાતીની ખરાઈ ન કરાવનાર પેન્શનરઓનું ઓગસ્ટ-૨૦૨૬ થી પેન્શનનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે. હયાતીની ખરાઈ માટે પેન્શનર પોતાની પેન્શન ખાતુ ધરાવતી બેંક શાખામાં રૂબરૂ જઈ નિયત ફોર્મ ભરીને હયાતીની ખરાઈ કરાવી શકે છે. ગુજરાત સરકાર અને પોસ્ટ વિભાગ વચ્ચે થયેલ સમજૂતી અનુસાર પેન્શનર પોસ્ટ ઓફિસના અધિકૃત કર્મચારી…
Read MoreAuthor: Admin
ગુજરાત ગૌરવ દિવસ પર સુરતમાં ઉદ્યોગ અને વિકાસનો મહાસંગમ: ૧-૨ મે એ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- VGRC દક્ષિણ ગુજરાત યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત ગૌરવ દિવસના અવસરે દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને નવી તકોનો મહાસંગમ સર્જાવા જઈ રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) ની ત્રીજી આવૃત્તિ ૧ અને ૨ મે એ સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે યોજાશે. આ પરિષદમાં સુરત સહિત ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાઓના ઔદ્યોગિક શક્તિ અને સંભાવનાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. કોન્ફરન્સની સાથે ૧ મેના રોજ સાંજે સુરતમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી પણ થશે. ભવ્ય પરેડ Y-જંકશનથી શરૂ થશે અને ડુમસ સી-ફ્રન્ટ સુધી પહોંચશે, જેમાં વિવિધ સરકારી વિભાગોના આકર્ષક ટેબ્લો રજૂ…
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે “અમૃત સરોવર”નું ખાતમુહૂર્ત કર્યું
હિન્દ ન્યુઝ, અમરેલી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ત્રાકુડા મુકામે બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે “અમૃત સરોવર”નું ખાતમુહૂર્ત થયું હતું. આ પ્રસંગે રાજ્યપાલએ ત્રાકુડાને “આદર્શ ગામ” તરીકે વિકસિત કરવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માધ્યમથી ત્રાકુડાનો ‘આદર્શ ગામ’ તરીકે વિકાસ કરાશે. એક આદર્શ ગામમાં જે- જે સુવિધાઓ મળવા પાત્ર હશે તેનો લાભ ત્રાકુડાને મળશે.
Read Moreવાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ:૨૦૨૬- સુરત- દક્ષિણ ગુજરાત
હિન્દ ન્યુઝ, સુરત સુરતની ‘જરી’ની વૈશ્વિક ચમક: GI ટેગ પ્રાપ્ત ‘જરી ઉદ્યોગ’ ધરાવે છે ૧૨૦ વર્ષ જુના ઐતિહાસિક મૂળ મુઘલ કાળથી દેશ વિદેશોમાં પ્રસિદ્ધ થયેલા સુરતના પારંપરિક ‘જરી ઉદ્યોગ’નો વારસો આજે પણ જીવંત રેશમ અને કપાસના તાર પર સોના-ચાંદી-તાંબાના મિશ્રણનું પડ ચઢાવી બને છે રિઅલ અને ઈમિટેશન જરી: બનારસી-કાંજીવરમ સાડીઓ, હસ્તકલા અને જરદોશી ભરતકામમાં વ્યાપકપણે ઉપયોગ ભારતની ૭૦% જરીનું ઉત્પાદન એકલું સુરત કરે છે: અંદાજે ૨.૫૦ લાખથી વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જરી ઉદ્યોગથી મેળવે છે રોજીરોટી પ્રાચીન કાળમાં સુરત ધમધમતું બંદર હોવાને કારણે જરી અને તેમાંથી બનેલા ‘કિનખાબ’…
Read Moreઅમરેલી જિલ્લાના ત્રાકુડા ગામ ખાતે રાત્રિવિશ્રામ કર્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, અમરેલી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના ત્રાકુડા ગામ ખાતે રાત્રિવિશ્રામ કર્યા બાદ ઊઘડતી ઉષાએ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. ટેન્ટ સિટી ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલએ ઉપસ્થિત યોગ સાધકો સાથે વિવિધ યોગાસનો કર્યા હતા અને યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમણે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન વિરાસત છે જેને…
Read More૧લી મે-ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી-૨૦૨૬
હિન્દ ન્યુઝ, સુરત ૬૬મા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં સુરત શહેર પોલીસ દ્વારા તા.૧ મે સુધી અઠવાલાઇન્સના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત શસ્ત્ર પ્રદર્શનને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમણે મહાનુભાવોએ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને નિહાળ્યા હતા. તા.૧ મે સુધી ચાલનારા ત્રિ-દિવસીય શસ્ત્ર પ્રદર્શન સમાજના પ્રત્યેક નાગરિકને જવાનોની કર્તવ્યનિષ્ઠા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાને ઉજાગર કરતા વિવિધ સ્ટોલ્સ નિહાળી શકશે. સુરતવાસીઓ સવારના ૧૦.૩૦ થી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી પ્રદર્શનની મુલાકાત લઈ શકશે. આ શસ્ત્ર…
Read Moreદાહોદમાં ૯૬ વર્ષની વયે પણ હાફિઝ અબ્દુલહમીદ અદાનો લોકશાહી પ્રત્યે અનોખો ઉત્સાહ
હિન્દ ન્યુઝ, દાહોદ લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય નાગરિકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા, ત્યારે દાહોદ જિલ્લામાં અનેક સ્થળોએ પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. મતદાન દિવ્યાંગ, અશક્ત અને વયોવૃદ્ધ મતદારોએ મતદાન કરીને અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમી અને ભીડ વચ્ચે અનેક પડકારો હતા. ખાસ કરીને ૮૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ મતદારો માટે બૂથ સુધી પહોંચવું પણ મુશ્કેલ હોય તેવા વૃદ્ધ મતદારો પણ મતદાન બુથ ખાતે પોતાનો કીમતી મત આપવા માટે પરિવાર સહિત…
Read Moreલોકશાહીના પર્વમાં સુરક્ષા અને સહયોગની સમીક્ષા
હિન્દ ન્યુઝ, અમદાવાદ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – 2026 અંતર્ગત, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકનાઓ દ્વારા આજે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચૂંટણીલક્ષી સુરક્ષા વ્યવસ્થાની મુલાકાત લેવામાં આવી . મતદાન મથકો પર તૈનાત પોલીસ જવાનો અને અધિકારીઓ સાથે વાતચીત કરી, સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું. સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ
Read Moreલોકશાહીના પર્વમાં ‘ખાખી’ની સંવેદના:ફરજની સાથે માનવતાનો સંગમ
જિલ્લામાં વૃદ્ધો, દિવ્યાંગો અને અશકતો માટે પોલીસ જવાનો બન્યા ‘શ્રવણ’ હિન્દ ન્યુઝ, દાહોદ લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય નાગરિકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા, ત્યારે દાહોદ જિલ્લામાં અનેક સ્થળોએ પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠોર જવાબદારી વચ્ચે પણ દાહોદ પોલીસના જવાનોએ સંવેદનશીલતા દાખવીને દિવ્યાંગ, અશક્ત અને વયોવૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો હતો. ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમી અને ભીડ વચ્ચે અનેક પડકારો હતા. ખાસ કરીને ૮૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ મતદારો માટે બૂથ…
Read Moreશોક પર ભારે પડી રાષ્ટ્રભક્તિ: પારસા ગામની મહિલાઓએ સ્થાપ્યું પ્રેરણાદાયી ઉદાહરણ!
હિન્દ ન્યુઝ, માણસા “જન્મ અને મૃત્યુ કુદરતી ક્રમ છે, પણ લોકશાહીને મજબૂત કરવાની તક 5 વર્ષમાં એક જ વાર મળે છે.” માણસા તાલુકાના પારસા ગામની ત્રણ મહિલાઓ— કેતનબેન પટેલ, ભાવનાબેન પટેલ અને લક્ષ્મીબેન પટેલ— એ સાબિત કરી દીધું છે કે ‘રાષ્ટ્રધર્મ’ એ તમામ સામાજિક રિવાજોથી ઉપર છે. શું છે સમગ્ર ઘટના? ગઈકાલે જ પરિવારના વડીલનું નિધન થયું હતું, ઘરમાં ગમગીની અને સૂતકનો માહોલ હતો. અંગત ખોટ અને હૈયામાં આસું હોવા છતાં, આ મહિલાઓએ મક્કમ મનોબળ બતાવ્યું. સામાજિક મર્યાદાઓને બાજુ પર રાખી, તેમણે મતદાન મથકે પહોંચી પોતાનો પવિત્ર મતાધિકાર…
Read More