રીક્ષા ચાલકને પડતી તકલીફો માટે ગુજરાત રાજ્ય રીક્ષા ફેડરેશન યુનિયન દ્વારા સુરત કીમ ચારરસ્તા મિટિંગ આયોજન

હિન્દ ન્યૂઝ, કઠોર

                             તા.11-10-2020 રવિવાર, સાંજે 4.00 કલ્લાક્રે કીમ ચારરસ્તા ઉપર રિક્ષા ચાલકો ની એક મિટિંગ યોજાઇ હતી. જેમા ઉપસ્થિત મહેમાન ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન નાં પ્રમુખ જયંતિ ભાઈ પ્રજાપતિ તથા કોસંબા રિક્ષા એસોસિયેશનના પ્રમુખ બશીર ભાઈ શેખ તથા કીમ રિક્ષા ડ્રાઈવર એસોસિએશન યુનિયન ના પ્રમુખ ઐયુબ ભાઈ પઠાણ , ઉપપ્રમુખ ભાનુભાઈ ભરવાડ, મહામંત્રી ઇમ્તીયાઝ મિરઝા, ઇમરાન ગુલઝાર, ધર્મેશ ભાઈ મારવાડી, અમજદ પઠાણ, દિપકભાઈ પટેલ, પંકજભાઈ પારેખ વગેરે હાજર રહ્યા હતા.
રિક્ષાવાળાઓ ને પડતી તકલીફો ને લઈ પ્રમુખ ને જાણ કરી જેથી સૌવ એક સંગઠન મળી ગુજરાત સરકાર ને આ અંગે રજુઆત કરવા માં આવશે. કોરોના ની મહામારીમાં પડતી હાલાકી જેમ કે લોક્ડાઉંન ને લઈ સળંગ 3 થી 4 મહિના સુધી ઓટો રિક્ષા બંધ રહેલ તે અરસા માં ઓટો રિક્ષાઓના લોન હપ્તા ભરાયા નથી, ઘર ચલાવવા વ્યાજે પૈસા લઈ દેવા માં ડૂબ્યા છે. ગુજરાત સરકાર થી આ ગરીબ રિક્ષાચાલકો ની વાત ધ્યાન માં લઈ યોગ્ય વળતર ની માંગ કરી છે અને આત્મનિર્ભર લોન ના જે કડક કાયદા છે તે હળવા કરે લોન મેળવવા નિયમો સરળ કરે. જે બદલ પ્રમુખ એ પ્રવચન આપી ને તમામ રિક્ષાચાલકો ને એક થવા ઉપર ભાર મુક્યો હતો. કોસંબા ના પ્રમુખ બશીર ભાઈ શેખે પણ યોગ્ય પ્રવચન આપ્યો હતો. આ તમામ મિટિંગ કાર્યક્રમ નું આયોજન કીમ-બંભોરાનાં ઐયુબ ભાઈ પઠાણ અને કમિટિ નાં સભ્યો સાથે મળીને કર્યો હતો. અને ટુંક સમય માં સમગ્ર સુરત જીલ્લાના પ્રમુખો દ્વારા સુરત કલેક્ટર ને આવેદન પત્ર પણ આપવામાં આવશે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment