હિન્દ ન્યુઝ, કાલાવડ
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં હાલ એક કથિત ‘ગે’ નેતા અને તુલા રાશિના એક યુવક વચ્ચેનો વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સિંહ રાશિના આ નેતા અને તુલા રાશિના યુવક વચ્ચે ખેલાયેલા આ ‘સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય’ના ડ્રામામાં હવે નવા વળાંકો આવી રહ્યા છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ સમગ્ર પ્રકરણમાં ન્યાય મેળવવા કરતા ‘આર્થિક સેટલમેન્ટ’નો ખેલ વધુ ખેલાયો છે.
શું તુલા રાશિના યુવકે ‘શોખ’ પૂરો કરાવીને તોડ કર્યો?
શહેરમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જો તુલા રાશિનો યુવક ખરેખર પીડિત હતો અને તેની પાસે મીડિયા હાઉસને લેખિતમાં વિગતો આપવાની હિંમત હતી, તો તેણે કાયદાકીય માર્ગ કેમ ન અપનાવ્યો? સવાલ એ ઊભો થાય છે કે જે યુવક સમાચાર પ્રસિદ્ધ કરાવી શકે છે, તે પોલીસ મથકે જઈને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાની હિંમત કેમ ન કરી શક્યો? શું આ આખી રમત આજીવન નાણાં પડાવવા માટેનું એક વ્યવસ્થિત કાવતરું હતું?
સિંહ રાશિના નેતાને 440 વોલ્ટનો ઝટકો આપવા જતાં પોતે જ કરંટ ખાધો!
સૂત્રોના જણાવ્યા અનુસાર સિંહ રાશિના ગે નેતાને ભીંસમાં લેવા ગયેલા તુલા રાશિના યુવકની પોતાની જ પોલ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નેતાને 440 વોલ્ટનો ઝટકો આપવાની ફિરાકમાં રહેલા યુવકને હાલ 11kv નો રિવર્સ કરંટ લાગ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સોશિયલ મીડિયા અને લોકચર્ચાઓમાં હવે આ યુવકની દાનત પર સવાલો ઉઠી રહ્યા છે.
ગે નેતાની ભૂમિકા પણ શંકાના દાયરામાં નિર્દોષ હોય તો 2 લાખ કેમ આપ્યા?
બીજી તરફ સિંહ રાશિના આ કથિત ગે નેતાની ભૂમિકા પણ દૂધે ધોયેલી લાગતી નથી. જો નેતા ખરેખર નિર્દોષ હતા અને યુવક તેમને બદનામ કરી રહ્યો હતો, તો તેમણે પોલીસનો સહારો લેવાને બદલે યુવકને 2 લાખ રૂપિયા જેવી મોટી રકમ કેમ ચૂકવી? શું આ રકમ પોતાનું પાપ છુપાવવા માટે આપવામાં આવ્યા હતા? જો નેતા સાચા હોય તો તેમણે સામે ચાલીને યુવક વિરુદ્ધ બ્લેકમેલિંગની ફરિયાદ કેમ ન કરી?
હાઈ વોલ્ટેજ ડ્રામાનો લો વોલ્ટેજ અંત ક્યારે?
કાલાવડની જનતામાં હવે એ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત ક્યારે આવશે? એક તરફ સત્તા અને પદનો દુરુપયોગ કરનારા નેતા છે, તો બીજી તરફ પીડિત હોવાનો ડોળ કરી તોડબાજી કરનારા તત્વો છે. આ કિસ્સામાં સત્ય શું છે તે તો ઊંડી તપાસ બાદ જ બહાર આવી શકે, પરંતુ હાલ તો આ ‘ગે’ નેતા અને તુલા રાશિના યુવક વચ્ચેનો જંગ કાલાવડના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે.
