ટીમ મિશન શક્તિ, જિલ્લા મહિલા શક્તિકરણ દીવ તથા સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, દીવ

હિન્દ ન્યુઝ, દીવ

     ટીમ મિશન શક્તિ, જિલ્લા મહિલા શક્તિકરણ દીવ તથા સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, દીવ ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૧/૯/૨૦૨૪ ના જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય અંગે ની જાગૃતા થીમ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

    જેમાં મિશન શક્તિ યોજના અંતર્ગત જિલ્લા મિશન કો ઓર્ડીનેટર નીસર્ગભાઇ દ્વારા મિશન શક્તિ યોજના, પેટા યોજના સંબલ અને સામર્થ્ય વિશે જણાવવામાં આવ્યું. ઉપરાંત મહિલા હેલ્પ લાઈન, વન સ્ટોપ સેન્ટર, બેટી બચાઓ બેટી પઢાઓ, નારી અદાલત વિશે પણ વિસ્તૃત જાણકારી આપી.તથા જેન્ડર સ્પેશિયાલિસ્ટ ડો. તૃપ્તિ છાંટબાર દ્વારા જાતીય સમાનતા વિશે ગ્રુપ એક્ટિવિટી કરાવી પ્રેઝ્ટેશન આપ્યું.

    આ સમગ્ર કાર્યક્રમ નુ માર્ગદર્શન જિલ્લા કલેકટર શ્રીમતિ ભાનુ પ્રભા મેડમ તથા કાર્યક્રમ નુ નેતૃત્વ વૈશાલીબેન બારીયા સી.ડી.પી.ઓ દીવ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમ ને પ્રિન્સિપાલ તથા સમગ્ર શિક્ષકગણ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવેલ.

Related posts

Leave a Comment